જામનગરમાં ગરમી યથાવત: તાપમાન 39 ડીગ્રી નજીક

  • May 31, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હજુ તા.5 જુન સુધી ગરમી અને વાદળીયું વાતાવરણ રહેશે: ગઇકાલે ફરીથી 55 કિ.મી.ની ઝડપે સાંજે પવન ફુંકાતા લોકોને રાહત




જામનગરનું તાપમાન અન્ય શહેરો કરતા ખુબ જ સા છે, મોટાભાગે તાપમાન 35 થી 39 ડીગ્રી વચ્ચે રહ્યા કરે છે, સમી સાંજે પવન પણ ફુંકાય છે એટલે બીજા શહેરો કરતા ઓછી ગરમી પડે છે, ગઇકાલે સાંજે પણ 55 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો અને તાપમાન 39 ડીગ્રી નજીક પહોંચી ગયું હતું.



કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ મહત્તમ તાપમાન  38.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 29.4 ડીગ્રી, હવામાં ભેજ 68 ટકા અને પવનની ગતિ 50 થી 55 કિ.મી. પ્રતિકલાક રહી હતી. આજથી 5 જુન સુધીમાં મીની વાવાઝોડુ ફુંકાશે, એટલું જ નહીં બપોરની જેમ રાત્રે પણ અસહ્ય ગરમી રહેશે, કેટલાક ગામોમાં તો તાપમાન 45 ડીગ્રી સુધી પહોંચી જશે તેવી આગાહી કરવામાં આવી છે, આજ સવારથી જ બફારો શ થઇ ગયો છે.



જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, કલ્યાણપુર, જામજોધપુર, ખંભાળીયા, દ્વારકા, સલાયા, ફલ્લા ગામમાં પણ આજ સવારથી બફારો જોવા મળ્યો છે.



જામનગરનું તાપમાન 39 ડીગ્રી નજીક પહોંચી ગયું છે, ગઇકાલે સાંજે ભારે પવન ફુંકાયો હતો અને મોડી રાત્રે પવનની ગતિ તેજ બની હતી, જાણે કે હાલારના દરિયાકાંઠે મીની વાવાઝોડુ હોય તેવો માહોલ સર્જાયો હતો. લાંબા સમય બાદ ગુજરાતમાં જોરદાર ગરમી પડી રહી છે, મોટેભાગે સાંજના 6 વાગ્યા પછી ઠંડક રહેતી હોય છે, તેના બદલે રાત્રે પણ તાપમાન 42 થી 45 ડીગ્રી વચ્ચે રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.


ડોકટરોના જણાવ્યા મુજબ જામનગરની ખાનગી અને જી.જી.હોસ્પિટલમાં તાવ, ઝાડા-ઉલ્ટી અને પેટના દુ:ખાવાના કેસો વધી રહ્યા છે, બંને જિલ્લાના પીએચસી-સીએચસી કેન્દ્રોમાં પણ આ પ્રકારના દર્દીઓ જોવા મળ્યા છે, હજુ ત્રણ દિવસ તાપમાન 40 ડીગ્રીને પાર કરી જાય તેવી શકયતા છે ત્યારે રાજયના ડીઝાસ્ટાર મેનેજમેન્ટે સુચના આપીને હીટવેવથી લોકોને વધુ નુકશાન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા જણાવાયું છે, ડોકટરોના જણાવ્યા મુજબ એકાએક ચકકર આવે કે ઉલ્ટી થાય તો તાત્કાલીક અસરથી નજીકના સરકારી કે ખાનગી દવાખાનાનો ડોકટરનો સંપર્ક કરવો તેમ જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News