છેલ્લા ચાર ધ્વિસથી સતત ગરમીને કારણે જનજીવન પર ભારે અસર: તા.25 બાદ શિયાળો બેસવાની શકયતા: કેટલાક જિલ્લામાં હજુ પણ એક રાઉન્ડ વરસાદનો આવશે
નવરાત્રી બાદ ખરેખર તો શિયાળો બેસી જવો જોઇએ તેના બદલે હજુ પણ આખરી ગરમી યથાવત છે, ચાર-ચાર દિવસથી ગરમીએ માજા મુકી છે, સતાવાર રીતે હજુ શિયાળો બેઠો નથી, તા.25 બાદ શિયાળાની શઆત થાય તેવી શકયતા છે, ત્યારે ગઇકાલે પણ ગરમી યથાવત હતી અને મહત્તમ તાપમાન 35 ડીગ્રીએ પહોંચી ગયું છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 35 ડીગ્રી, લઘુતમ તાપમાન 27.5 ડીગ્રી, હવામાં ભેજ 89 ટકા અને પવનની ગતિ 10 થી 15 કિ.મી. પ્રતિકલાક રહી હતી. કમોસમી વરસાદને કારણે ખેડુતો ફરીથી નુકશાનીનો ભોગ બન્યા છે, મગફળી અને કપાસમાં નુકશાન થવાથી ખેડુતો જે લોન લઇને બિયારણ ખરીદયું હતું તેમાં બે-બે વખત માવઠુ થતાં નુકશાનીનો આંક વધી ગયો છે તેની સામે એક ફાયદો એ છે કે, તળ સાચા થઇ ગયા છે અને 15 થી 20 ફુટે પાણી હોવાથી આ વખતે શિયાળુ પીયતમાં વાંધો નહીં આવે.
શહેરમાં ગરમીએ તો માજા મુકી છે, બપોરના 1 થી 5 દરમ્યાન તો જાણે કે ભરઉનાળો ચાલતો હોય તે રીતે લોકો ગરમીથી કંટાળી ગયા છે, નાના બાળકો અને મોટેરાઓને પણ ગરમીની અસર જોવા મળી છે, આગામી દિવસોમાં પણ એકાદ અઠવાડીયું મીશ્ર વાતાવરણ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી જોવા મળી છે.
જામનગર ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, ફલ્લા, કલ્યાણપુર, સલાયા, ખંભાળીયા, ભાટીયા, રાવલ, દ્વારકા, જામજોધપુર સહિતના ગામોમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય ગરમીએ કાળો કેર વતર્વ્યિો છે, એક તરફ કમોસમી માવઠાથી ખેડુતોને ભારે આર્થિક નુકશાન થયું છે, બીજી તરફ અસહ્ય ગરમીને કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech