જામનગરની સંસ્થા આર્યસમાજ નાં ૯૭ મા વાર્ષિકોત્સવ અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય ના ૭૭ માં વાર્ષિકોત્સવ પ્રસંગે ૫૧ કુંડી પર્યાવરણ શુધ્ધિ મહાયજ્ઞનું આયોજન આર્યસમાજ – મોરબીથી પધારેલા પંડિત શ્રી ધર્મવીરજીના અને આર્યસમાજ- નડિયાદના મેનેજીંગ ટ્રસ્ટી દિનેશજી આર્યના બ્રહ્માસ્થાને યોજવામાં આવ્યો હતો.
જેમાં ૫૧ કુંડી યજ્ઞ પર ૧૦૨ યજમાનો બિરાજેલા હતા. આ યજ્ઞને સફળ બનાવવા માટે આર્યસમાજ-જામનગરના પ્રમુખશ્રી દીપકભાઈ ઠક્કર, માનદ્દ મંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ, ઉપમંત્રી ઘવલભાઈ બરછા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ મનોજભાઈ નાંઢા, અંતરંગ સદસ્યો જગદીશભાઈ મકવાણા, હરીશભાઈ મહેતા, પ્રભુલાલભાઈ જે.મહેતા, વિજયભાઈ ચૌહાણ, રામભાઈ બરછા ઉપરાંત સભાસદ તેજભાઈ ઠક્કર, ભાર્ગવભાઈ મકવાણા, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રુપડીયા, પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, બંને વિભાગના શિક્ષિકા બહેનો, વહીવટી કર્મચારીઓ, સેવક ભાઈ-બહેનો એ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત આર્યસમાજ જામનગરના સર્વે સભાસદો, સહાયકો અને નિમંત્રિતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૫૧ કુંડી મહાયજ્ઞ બાદ જલંધર પંજાબ થી પધારેલ ભજનીક શ્રી રાજેશજી અમર પ્રેમીનો ભજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેનો પણ જામનગરની ધર્મપ્રેમી પ્રજાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech