જામનગર પરણાવેલી સોફટવેર ડેવલોપર તથા બીએડ થયેલી બે પરિણીતાને સાસરિયાનો ત્રાસ

  • October 17, 2023 01:55 PM 

પતિ કમાતા ન હોય ટૂંકી આવકમાં પોતે નોકરી કરતા પતિ માર મારી નાણા આપવા દબાણ કરતો, સાસરિયા પણ સાથ દેતાં હતા’નો આરોપ


જામનગરમાં પરણાવેલી રાજકોટની બે યુવતી પર સાસરિયાઓએ સિતમ ગુજાયર્નિી બે પોલીસ ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં જામનગરના મોટી બાણુગર ગામના વતની સાસરિયા સોફટવેર ડેવલોપર મહિલા પર તો જામનગરમાં રહેતા અન્ય એક સાસરિયાએ બીએડ સુધી અભ્યાસ કરેલી યુવતીને માર મારી કાઢી મુકયાના આરોપ ફરિયાદમાં મુકાયા છે.



ફરિયાદની વિગતો મુજબ રાજકોટના નાનામવા રોડ પરના રેપિલ સેલટર બ્લોક નં.404માં પીયર ધરાવતી અને હાલ ગાંધીનગર સત્યમ પાર્ક ગીફટ સિટીમાં પ્રેસ્ટિજ બિલ્ડિંગમાં સોફટવેર ડેવલોપર તરીકે નોકરી કરતી બંસરી ભેસદડિયા ઉ.વ.33એ પતિ મિલન, સાસુ, સસરા રસિલાબેન, હિરાભાઈ, દિયર અંકિત રહે.બધા મોટી બાણુગર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં લગ્ન બાદ પતિની નોકરી વડોદરા હોય પોતે પતિ સાથે વડોદરા રહેવા ગઈ હતી. ત્યાં ભાડાના મકાનમાં રહેતા હતા. પતિની આવક ઓછી હોવાથી પોતે પણ નોકરી કરવા લાગી હતી. પતિ દેણા કરતો રહેતો હતો.



ઘરેણા પણ બેન્કમાં મુકી દીધા હતા. ક્રેડિટ કાર્ડની રકમ પણ ભરતો ન હતો. બેન્કવાળા લેણદારો ઘરે ઉઘરાણીએ આવતા હતા. પોતાનો પગાર પતિ દેણા ભરવા માગતો તો ન આપે તો હેરાન કરતો હતો. ઉઘરાણીવાળાને લઈને અમદાવાદ રહેવા આવી ગયા હતા. કોરોના કાળમાં સસરાના ગામ મોટી બાણુગર ચાલ્યા ગયા હતા. જયાં સાસુ એસી મ યૂઝ કરવા ન દેતા, વોશિંગ મશીન પણ વાપરવા દેતા નહીં અને દિયર સહિતના પણ ત્રાસ ગુજારતા હતા સહિતના આરોપો સોફટવેર ડેવલોપર મહિલાએ સાસરિયા સામે મુકયા છે.



અન્ય એક બનાવમાં રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર-7માં રહેતી અવનીએ બીએ બીએડ સુધી અભ્યાસ કર્યો છે તેના આઠ વર્ષ પહેલા જામનગરમાં પટેલ કોલોની સિધ્ધનાથ રેસિડન્સીમાં રહેતા દિપેશ ખાણધર સાથે લગ્ન થયા હતા. લગ્નના ત્રણ માસ બાદ પતિ દિપેશ, સસરા રમેશ હિરાભાઈ, સાસુ ભાવનાબેન, નણંદ જાગૃતિ ઉર્ફે પુનમ રીપલભાઈ હડિયલ દ્વારા ત્રાસ આપવાનું શ કરાયું હતું. છ મહિના જામનગર રહ્યા બાદ પતિની નોકરી વડોદરા હોવાથી ત્યાં સિફટ થયા હતા. ત્યાંથી થોડા વખત બાદ અમદાવાદ રહેવા આવી ગયા હતા. નોકરી કરવા કામ કરતા બાબતે પતિ હેરાન કરતો.



પતિને અન્ય સાથે અફેર હોવાની આશંકા હતી જે બાબતે ઝગડા થતાં હતા. સાસુ, નણંદ પણ પતિની વાતમાં શુર પુરાવી પતિને સાથ આપતા હતા અને પોતાને હેરાન કરતા હતા. પતિ મારકૂટ કરતો હતો. કોરોના સમયે જામનગર રહેવા જતાં ત્યાં પણ બધા મળીને હેરાન કરતા હતા. પતિએ માર મારતા મામાને ત્યાં ચાલી ગઈ હતી. બાળકોને પણ ન આપ્યા હતા સહિતના આરોપો ફરિયાદમાં મુકાયા છે. પોલીસે બન્ને ફરિયાદ આધારે ગુનો નોંધી આરોપોમાં તથ્ય શું છે…? તે ચકાસવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application