ઉંડ-1માં ચાર, આજી-3માં પાંચ ફુટ પાણી આવ્યું: સપડા, ડાયમીણસર, ઉંડ-3, ફુલઝર કોબા, સસોઇ-2, ઉમીયાસાગર, વાગડીયા અને ઉંડ-4 ઓવરફલો: ડાયમીણસર ડેમ ઉપર સાડા છ અને ઉમીયાસાગર પર છ ઇંચ વરસાદ
જામનગર શહેરમાં મેઘરાજા હજુ પણ રૂઠયા છે, પરંતુ ઉપરવાસ ભારે વરસાદને કારણે જામનગરને પીવાનું પાણી પૂરું પાડતાં ઉંડ-1 ડેમમાં ચાર ફુટ અને આજી-3માં પાંચ ફુટ નવું પાણી આવતાં શહેરને ત્રણ માસ ચાલે તેટલું પાણી માત્ર 12 કલાકમાં આવી ગયું છે, સપડા, ડાયમીણસર, ઉંડ-3, ફુલઝર કોબા, સસોઇ-2, ઉમીયાસાગર, વાગડીયા અને ઉંડ-4 ઓવરફલો થઇ ગયા છે, ડાયમીણસર ડેમ ઉપર સાડા છ અને ઉમીયાસાગર પર છ ઇંચ વરસાદ થયો છે.
જામનગરના રણજીતસાગરની સપાટી 22 ફુટ છે અને હાલ તેમાં 636 એમસીએફટી પાણી છે, સસોઇ ડેમની સપાટી 13.88 ફુટ છે અને 534 એમસીએફટી પાણી છે, આજી-3માં 17.32 ફુટ પાણી છે અને તેની સપાટી 728 એમસીએફટી છે જયારે ઉંડ-1ની સપાટી 16.70 ફુટે પહોંચી છે અને તેમાં પાણીનો જથ્થો 1189 ફુટ છે તેમ વોટર વર્કસ શાખાના ઇજનેર અલ્કેશ ચારણીયાએ આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.
જિલ્લાના 10 ડેમમાં નવા નીરની આવક થઇ છે, વરસાદની વાત લઇએ તો ફુલઝર-1માં 25 મીમી, સપડા 15, ફુલઝર-2માં 45, ડાયમીણસર 160, ફોફળ-2માં 30, ઉંડ-3માં 70, આજી-4માં 12, ઉંડ-1, કંકાવટી અને ઉંડ-2માં 15, વોડીશાંગમાં 20, ફુલઝર કો.બા.માં 110, પાવટી 10, વનાણા 90, બાલંભડીમાં 75, ઉમીયાસાગર 140, વાગડીયા 15, ઉંડ-4માં 37 મીમી વરસાદ પડયો છે.
જામનગરને ગઇકાલે રેડ એલર્ટ અપાયું હતું, આજ સાંજ સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, કલ્યાણપુર, જામજોધપુર, ખંભાળીયા અને ભાણવડ પંથકના કેટલાક ડેમોમાં હજુ પણ પાણીની આવક ચાલું છે તેથી સાંજ સુધીમાં પાણીનો જથ્થો વધે તેવી પુરી શકયતા છે, ખાસ કરીને જામનગરને પીવાનું પાણી પુરૂ પાડતા ડેમોમાં પાણીની આવક વધારે હોય છેલ્લા 10 દિવસમાં લગભગ 6 મહીના ચાલે તેટલું પાણી આવી ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech