જામનગર ફાયર વિભાગમાં તાત્કાલિક કમૅચારીઓની ભરતી કરવા માગ

  • June 11, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફાયરનું ચેકિંગ કરવા માટે પણ કમૅચારીઓની અછત છે તેમ વિપક્ષના ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


તેઓનાં જણાવ્યા અનુસાર રાજકોટ અગ્નિકાંડની ગોઝારી ઘટના બાદ જામનગર , રાજકોટ સહીત રાજ્યભરમાં ફાયર તંત્ર જાગ્યું છે . તપાસ બાદ ફાયર એન.ઓ.સી ના હોય તેવા એકમોને તાળા લગાવાયા છે . આ આવકારદાયક કાયૅવાહી છે પરંતુ એક ઝાટકે આટલા એકમો બંધ કરાયા જેનો મતલબ એ છે કે અત્યાર સુધી બધું રામભરોસે જ ચાલતું હતું . જેની પાછળ સૌથી મોટુ કોઈ કારણ હોય તો તે છે ફાયર સ્ટાફની અછત .


જો ફાયર વિભાગ પાસે પૂરતો સ્ટાફ હોય તો જામનગરના જુદા જુદા વિસ્તારોમાં કાયમી ચેકિંગ હાથ ધરવામાં આવી શકે અને કસૂરવાર એકમધારકો સામે તાત્કાલિક જ પગલાં લઈ શકાય . જામનગર ફાયર વિભાગમાં મંજુર મહેકમની સામે ૪૧ જગ્યાઓ ખાલી છે . જ્યારે રાજકોટમાં પણ ૫૦ થી વધુ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે . જામનગરમાં ફાયર વિભાગની ખાલી જગ્યા ભરવા માટેની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે માત્ર ઓર્ડર આપવાના વાંકે ભરતી પ્રક્રિયા ગોટાળે ચડી છે . છ મહિના અગાઉ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ હજુ ઉમેદવારોને ઓર્ડર હાથમાં આવ્યા નથી . આથી ઉમેદવારો પણ આર્થિક તંગી અનુભવી રહ્યા છે . તો બીજી બાજુ કામના ભારણને લઈ હાજર કર્મચારીઓ પાસેથી પણ કામ લેવામા ઉપરી અધિકારીઓને સમસ્યા નડી રહી છે . જેનો માર સીધો સામાન્ય જનતા પર પડી રહ્યો છે .


આ ભરતી પ્રક્રિયા ક્યા કારણોસર વિલંબમાં પડી છે અને ખોરંભે ચડેલી આ ભરતી પ્રક્રિયાને તાત્કાલિક પૂર્ણ કરાવી અને ઓર્ડર આપવામાં આવે તે જરૂરી છે . હાલની સ્થિતિએ ફાયર વિભાગ દ્વારા જે એકમોમાં તાળા લગાવવામાં આવ્યા છે . તેમાથી અમુક એકમ ધારકો દ્વારા ખૂટની સુવિધા પણ ઉભી કરી દેવાઈ છે . જો કે સ્ટાફના અભાવે ફિલ્ડ પર ચેકીંગ થઈ શકતું નથી.આથી ધંધાદારીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે .

જામનગર ચારેકોરથી વિસ્તરી રહ્યું છે અને વિશ્વનો સૌથી મોટો ગણાતો બ્રાસ ઉદ્યોગ પણ આવેલો છે . આથી સમયાંતરે આગજનીની ઘટનાઓ સામે આવી રહી છે . જ્યારે એક કરતા વધુ આગની ઘટના બને ત્યારે ફાયર સ્ટાફ પહોચી ન વળતો હોવાથી મોટું નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ છે . આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી અને જામનગર તેમજ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર , ગુજરાતમાં જે પણ જગ્યાએ ફાયર સ્ટાફનો અભાવ છે . તે જગ્યાઓ પર નીતિ નિયમ મુજબ તાત્કાલિક ભરવામાં આવે તેવી અમારી માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application