જામનગરના જાણીતા વકીલ હારુન પલેજાના ખુન કેસની તપાસમાં 6 આરોપી તથા બે કા.સ.કી.ની ધરપકડ કરતી જામનગર જીલ્લા પોલીસ... 

  • March 27, 2024 03:38 PM 

જામનગરના જાણીતા વકીલ હારુન પલેજાના ખુન કેસની તપાસમાં 6 આરોપી તથા બે કા.સ.કી.ની ધરપકડ કરતી જામનગર જીલ્લા પોલીસ... 

જામનગર શહેરમાં ગત તા.૧૩/૦૩/૨૦૨૪ ના રોજ બેડી વિસ્તારમાં જાણીતા વકીલ હારુન પલેજા નુ ખુન થયેલ હતુ જેમાં કુલ ૧૫ આરોપીઓ વિરુધ્ધ ફરીયાદ દાખલ થયેલ છે. આ ગુનાની જીણવટભરી અને ઉડાંણથી તપાસ થાય તે સારુ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ના.પો.અધીક્ષક જયવીરસીહ ઝાલાની સીધી દેખરેખ હેઠળ એક સ્પેશ્યલ ઈનવેસ્ટીગેશન ટીમ' બનાવેલ હતી અને આ ગુનાની તપાસ મુખ્ય અધીકારી તરીકે પો.ઈન્સ એન.એ.ચાવડાની નીમણુક કરેલ છે.


આ ગુનાના આરોપીઓ સત્વરે પકડાય તે માટે એલ.સી.બી. પો.ઈન્સ વી.એમ.લગારીયા, એસ.ઓ.જી. પો.ઈન્સ બી.એન.ચૌધરી તથા પો.સ.ઈ. આર.એમ.કરમટા, તથા પો.સ.ઈ. એલ.એમ.જેર તેમજ સીટી બી ડીવી.પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સ.ઈ. કે.ડી.જાડેજાને સુચના કરી આરોપીઓ પકડવા અલગ અલગ ટીમ બનાવેલ હતી અને આ ટીમે ત્વરીત કામગીરી હાથ ધરી તપાસ દરમ્યાન હત્યાનો ગુન્હો નોંધાયેલ કુલ ૧૫ આરોપીઓમાંથી બે કા.સ.કી. સહિત કુલ ૬ આરોપીઓને અત્યારસુધીમાં ઝડપી પાડવામાં આવ્યા છે. 

કુખ્યાત સાયચા ગેંગના ઝડપાયેલા 6 આરોપીઓમાં (૧) બશીરભાઇ સ/ઓ જુસબભાઇ હાજીભાઇ સાયચા જાતે વાધેર ઉ.વ. ૩૨ રહે. બેડીના ઢાળીયા પાસે,ગરીબનગર પાણાખાણા જામનગર (૨) ઇમરાનભાઇ સ/ઓ નુરમામદભાઇ હાજીભાઇ સાયચા જાતે વાઘેર ઉ.વ-૪૦ રહે.બેડીના ઢાળીયા પાસે, ગરીબનગર પાણાખાણા જામનગર (૩) સિંકદરભાઇ ઉર્ફે સિકલો સ/ઓ નુરમામદભાઇ હાજીભાઇ સાયચા જાતે વાઘેર ઉ.વ-૩૨ રહે.બેડીના ઢાળીયા પાસે, ગરીબનગર પાણાખાણા જામનગર (૪) રમજાનભાઇ સ/ઓ સલીમભાઇ જુસબભાઇ સાયચા જાતે વાધેર ઉ.વ.-૩૨ રહે.બેડીના ઢાળીયા પાસે, ગરીબનગર પાણાખાણા જામનગર (૫) દિલાવર સ/ઓ હુશેનભાઇ સુલેમાનભાઇ કકલ(વાધેર) ઉવ. ૨૩ રહે.જામનગર, બેડી દિવેલીયા ચાલી, (૬) સુલેમાન સ/ઓ હુશેન સુલેમાન કકલ ઉવ.૨૪ ધંધો ડ્રાયવર રહે.જામનગર, બેડી, દિવેલીયા ચાલી, ભારત મીલ પાછળ તેમજ બે કા.સ.કી. ની ધરપકડ કરવામા આવેલ છે જયારે બાકીના ૭ આરોપી સત્વરે પકડવા માટે તપાસ તજવીજ ચાલુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application