એક સમયે 'ઘાયલ', 'દામીનિ' જેવી હિટ ફિલ્મો આપીને ખૂબ વિખ્યાતી પામેલા ફિલ્મ ફેર અવોર્ડ વિજેતા દિગ્દર્શક રાજકુમાર સંતોષી હવે ચેક રિટર્નના આરોપી તરીકે કૂખ્યાત થઈ રહ્યાં છે. જામનગરની અદાલતમાં ચેક રિટર્નની નોંધાયેલી ફરિયાદના કેસમાં લાંબા કાનૂની જંગ બાદ આજે સિનિયર સિવિલ કોર્ટ દ્રારા રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે અને ચેકની રકમથી બમણો દંડ પણ ફટકાર્યેા છે. અત્રે નોંધનિય છે કે, ચેક રિટર્નના મામલાઓમાં અદાલત ખૂબ જ આક્રમક રહી છે અને છેલ્લા કેટલાંક સમયથી સતત સજાઓ ફટકારવામાં આવી રહી છે. જેથી કરીને લોકો પાસેથી મોટી રકમ લઈને ચેકનું ફરફરિયું પકડાવી દીધાં બાદ પૈસા પાછા આપવામાં ગલ્લા તલ્લા કરતાં ફાંદેબાજો બીજા કોઈને ચેક આપતાં સો વખત વિચાર કરે.
જામનગરના ઉધોગપતિ અશોક એચ. લાલ દ્રારા ડાયરેકટર રાજકુમાર પ્યારેલાલ સંતોષીને સંબંધના દાવે પૈસા આપ્યા હતાં અને તેના માટે ડાયરેકટર તરફથી અપાયેલા ચેક રિટર્ન થતાં કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કેસની હિકકત એવી છે કે, જામનગરના જાણીતા ઉધોગપતિ અને શીપીંગના વ્યવસાય સાથે સંકળાયેલા અશોકભાઈ એચ.લાલને ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષી કે જે ધાયલ, ધાતક, દામીની જેવી હીટ ફીલ્મો બનાવેલ છે તેની સાથે મિત્રતા થતા અશોકભાઈ એ રાજકમારને ફિલ્મ નિર્માણમાં પૈસાની જરત પડતા પિયા એક કરોડ સંબંધના દાવે હાથ ઉછીના આપેલ હતા. જેની સામે રાજકુમાર પ્યારેલાલ સંતોષી એ . ૧૦,૦૦,૦૦૦ અંકે રૂપિયા દસ લાખના દશ ચેક આપેલા હતા. જે ચેક નકકી કરેલ સમયમર્યાદામાં ફરીયાદીએ બેંકમાં ડીપોઝીટ કરતા તમામ ચેક ફંડસ ઈનસફીસીયન્ટના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ પોતાના વિકલ પીયુષ વી. ભોજાણી દ્રારા ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ તથા વિશ્વાસધાત અને છેતરપીંડી કરવા બદલ આઈ.પી.સી. ૪૦૮ તથા ૪૨૦ મુજબ લીગલ નોટીસ ફટકારેલ હતી.
તેમ છતાં આરોપી દ્રારા કોઈ રકમ ચુકવવામાં ન આવતા ના છુટકે ફરીયાદીએ પોતાના કુલ મુખત્યાર દ્રારા જામનગરની કોર્ટમાં સને ૨૦૧૭ ની સાલમાં આરોપી વિરૂધ્ધ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવેલ ત્યારબાદ જે ચેક જે શહેરની બ્રાંચમાંથી આપવામાં આવેલ હોય તે જ શહેરમાં તે ચેક રીર્ટનની ફરીયાદ દાખલ થઈ શકે તેવો પરિપત્ર સરકાર દ્રારા બહાર પાડવામાં આવતા આરોપીએ પોતાની વિરૂધ્ધ દાખલ થયેલા તમામ કેસો મુંબઈ ટ્રાન્સફર કરવા અરજી કરેલ હતી.
જેની સામે ફરીયાદીના વકીલ દ્રારા જામનગરની અદાલતમાં જ આ કેસો ચલાવવા બાબતે સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરેલ. જે રીવીઝન અરજી ચાલતી હતી તે દરમ્યાન સરકાર દ્રારા જે ચેક જે શહેરનો હોય ત્યાં જ તે ચેક રીર્ટનની ફરીયાદ થઈ શકે તેવો અગાઉનો પરિપત્ર રદ્દ કરતા જામનગરની સેશન્સ કોર્ટ દ્રારા રાજકુમાર સંતોષી વિધ્ધના તમામ કેસો જામનગરની અદાલતમાં ચલાવવા હુકમ ફરમાવવામાં આવેલ. જેથી રાજકુમાર સંતોષી વિરૂધ્ધ તમામ કેસોમાં કોર્ટ દ્રારા સમન્સ ઈસ્યુ કરવામાં આવેલ હતું.
જે તમામ કેસોમાં રાજકુમાર સંતોષી એક મોટી સેલીબ્રીટી હોય પોતાની વગનો ઉપયોગ કરી સમન્સ યેનકેન પ્રકારે બજવા દેતો નહિ. જેથી ફરીયાદીના વિકલ દ્રારા જામનગરની કોર્ટમાં મુંબઈ પોલીસ કમીશ્નરનો આ બાબતનો ખુલાસો પુછવામાં આવતા મુંબઈ પોલીસ દ્રારા થોડા કેસોમાં સમન્સ બજાવી આપવામાં આવેલ. જે સમન્સ બજયા પછી પણ આરોપી જામનગર કોર્ટમાં હાજર ન થતા ફરીયાદીના વિકલ દ્રારા આરોપી સામે જે કેસોમાં સમન્સ બજી ગયેલ છે તે કેસોમાં આરોપી વિરૂધ્ધ બેઈલેબલ વોરંટ ઈસ્યુ કરવા અરજી કરવામાં આવી હતી.
તેમ છતા આરોપી તે વોરટં પણ યેનકેન પ્રકારે બજવા દેતા ન હોય ફરીયાદીના વિકલ દ્રારા મુંબઈ જુહુ પોલીસ સ્ટેશનમાં આ વોરટં બજાવી દેવા અવાર નવાર બ રજુઆતો કર્યા બાદ જુહુ પોલીસ દ્રારા રાજકુમાર સંતોષી વિરૂધ્ધ બેઈલેબલ વોરટં બજાવવામાં આવેલ. આમ, લાંબા કાનુની જંગબાદ રાજકુમાર સંતોષીને કાયદાનું ભાન થયેલ અને જામનગરની કોર્ટમાં તેની વિરૂધ્ધ ચાલતા તમામ કેસોમાં હાજર થયેલ અને જામનગર કોર્ટ દ્રારા તેની વિરૂધ્ધના તમામ કેસોમાં રૂપિયા પંદર–પંદર હજારના જામીન લઈ અને તેની પ્લી લઈ તેની વિરૂધ્ધના તમામ કેસો ચાલી જતા રાજકુમાર સંતોષી એ પોતાને તમામ કેસોમાં ડીસ્ચાર્જ કરવા માટે અગાઉ અરજીઓ આપેલી જે તમામ અરજીઓ નામદાર અદાલતે રદ કરી રાજકુમાર સંતોષીને કાનુની લપડાક આપેલ હતી.
ત્યારબાદ રાજકુમાર સંતોષી સામેના તમામ કેસો ચાલી જતા ફરીયાદીના વકીલ પિયુષ વી. ભોજાણી દ્રારા રજુ કરવામાં આવેલ પુરાવાઓ નામદાર કોર્ટના જુદા જુદા ચુકાદાઓ તથા તેમના દ્રારા કરવામાં આવેલ ધારદાર રજુઆતો જેવી કે, આરોપીનો ઈરાદો પહેલાથી જ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવાનો હતો, જેથી આરોપીએ ચેકામાં તારીખ લખ્યા બાદ તેની ઝેરોક્ષ કરાવી અને ત્યારબાદ ચેકમાં તારીખ બદલી તે ચેકની ઝેરોક્ષ કેસમાં રજુ કરી બચાવ કરવાનો પ્રયત્ન કરેલ હતો.
ત્યારબાદ આરોપીએ આપેલ ચેક મુજબની કોઈ રકમ આરોપીએ ફરીયાદી પાસેથી લીધી નથી કે ફરીયાદીને પરત આપી દિધેલ છે તેવુ પુરવાર કરી શકેલ નથી, આરોપીનો ઈરાદો પહેલા થી ફરીયાદીના પૈસા પરત આપવાનો ન હતો. આરોપીએ આપેલ નોટીસના જવાબમાં પણ ફરીયાદી પાસેથી આ રકમ લીધી હોવાની કબુલાત આપે છે. કાયદામાં સ્પષ્ટ્પણે એવુ જણાવવામાં આવેલ છે કે, કોઈ ઠોસ પુરાવો પોતાના બચાવનો હોય, તે પુરાવો જ ચેક રીટર્નની ફરીયાદીમાં માન્ય ગણી શકાય અને ચેક આપવા માત્ર થી જ આરોપીએ કાયદેસરનું દેણુ ચુકવવા માટે ચેક આપેલ છે તેવુ અદાલતે માની લેવાનુ હોય છે તેવુ પણ કાયદામાં ઉલ્લેખ કરવામાં આવેલ છે.
આરોપી આવી રીતે અન્ય કેટલાક લોકો સાથે પણ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ છે. રાજકુમાર સંતોષીને રાજકોટમાં પણ આવા જ વિશ્વાસઘાત અને છેતરપીંડીના કેસમાં નામદાર અદાલતે તકસીરવાન ઠરાવી સજા ફટકારેલ છે આ કામના ફરીયાદી જામનગરના પ્રતિષ્ઠિત અને જાણીતા ઉધોગપતી છે ફરીયાદીના વકીલ પિયુષ વી. ભોજાણી દ્રારા કરવામાં આવેલ રજુઆતો અને સમગ્ર પુરાવાઓનુ મુલ્યાંકન કરી જામનગરના નામદાર સીનીયર સીવીલ જજ વિ.જે. ગઢવી એ ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને લાંબા કાનુની જંગ બાદ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ–૧૩૮ ના ગુન્હા સબબ બે વર્ષ ની સાદી કેદની સજા તથા આરોપીને વાદગ્રસ્ત ચેકની રકમ થી બમણો દંડ ફરીયાદીને વળતર પેટે તાત્કાલીક ચુકવવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.
આ કેસમાં ફરીયાદી તરફે ભોજાણી એસોસીએટસના યુવાન ધારાશાસ્ત્રી પિયુષ વિ. ભોજાણી, ભાવિન વિ. ભોજાણી, ભાવીન જે. રાજદેવ, કિશોર ડી ભટ્ટ, પ્રકાશ બી. કંટારીયા અને સચિન વાય. જોશી. અર્શ વાય. કાસમાણી અને અલ્કા પી. નથવાણી રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech