જામનગરને આંગણે અમૂલ્ય અવસર - પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી દ્વારા અમૃતમય સત્સંગ
જામનગરનું અહોભાગ્ય છે કે આત્મજ્ઞાની ગુરુ, આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા, માનવતાના અધિનાયક, શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ભક્ત અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પાવન પધરામણી અહીં થનાર છે. જેમની કલ્યાણકારી વાણી વિશ્વભરના લાખો લોકોને શાશ્વત શાંતિ અને અનંત સુખ પ્રત્યે દોરી રહી છે, તે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના સત્સંગનો લાભ જામનગરવાસીઓને તા. ૨૨ મી એપ્રિલ, સોમવારે સાંજે ૮:૦૦ થી ૧૦:૦૦ દરમિયાન મળવાનો છે.
૧૫૦ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરસ્વામીના સનાતન માર્ગના પ્રવર્તક અને ઉદ્ધારક, દિવ્ય દ્રષ્ટા, આત્મજ્ઞાની સંત, મૂર્તિમાન અધ્યાત્મ, તીવ્ર પ્રજ્ઞાવંત શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મપ્રાપ્તિનો માર્ગ ઉદ્ઘાટિત કર્યો. તેઓશ્રીનો બોધ જેના અણુએ અણુમાં ધબકે છે, એવું આંતરિક રૂપાંતરણ માટે કાર્યરત એક આધ્યાત્મિક અભિયાન - શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર વિશ્વના પાંચ ખંડોમાં ૨૦૬ કેન્દ્રો દ્વારા પ્રવર્તમાન છે.
પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની અવિરત કરુણાનું સાકાર રૂપ છે, વિશ્વવ્યાપી સામાજિક અભિયાન 'શ્રીમદ્ રાજચંદ્ર લવ ઍન્ડ કેર', જે
નિષ્કામ સેવા દ્વારા અભાવગ્રસ્ત લોકોને શાતા પહોંચાડે છે. તેઓશ્રી વિશ્વભરમાં આવેલ ૯૬ યુથ ગ્રુપ દ્વારા હજારો યુવાનોને પાંચ
'એસ' કાર્યક્રમ - સત્સંગ, સાધના, સેવા, સંસ્કૃતિ અને સ્પોર્ટસના માધ્યમથી ઉચ્ચ જીવનલક્ષ તરફ દોરી રહ્યા છે અને શ્રીમદ્
રાજચંદ્ર ડિવાઈનટચના માધ્યમથી વિશ્વભરમાં ૨૫૨ થી વધુ મૂલ્ય શિક્ષણકેન્દ્રો બાળકોનું ઘડતર કરી રહ્યા છે.
કૂવો તરસ્યા પાસે જાય એ રીતે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી ધર્મયાત્રાના માધ્યમથી વિશ્વભરમાં જિજ્ઞાસુ જીવોને દર્શન-બોધાદિનો અપૂર્વ લાભ બક્ષે છે. ધર્મયાત્રા દરમ્યાન તેઓશ્રી સત્સંગ, સમાગમ, પ્રતિષ્ઠા, પધરામણી ઇત્યાદિની લહાણી દ્વારા મુમુક્ષુઓનાં જીવનમાં અધ્યાત્મનું બળ ભરી, તેમનું ઉચ્ચ ધ્યેય તરફ આરોહણ કરાવે છે.
તો સર્વ જામનગરવાસીઓને ભાવભીનું આમંત્રણ છે આ અધ્યાત્મવર્ષામાં શીતળ થવા અને જીવનમાં સુખનો શાશ્વત સૂર્ય ઉગાડવા.
પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના સત્સંગ જામનગરમાં
તારીખ : ૨૨ મી એપ્રિલ, ૨૦૨૪, સોમવાર
સમય: સાંજે ૮:૦૦ થી ૧૦:૦૦
સ્થળ: વિશ્વકર્મા હોલ, પટેલ કોલોની શેરી નં. ૧૨, ગાંધીનગર મેઈન રોડ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech