દર છ મહિને કરવામાં આવતા સર્વેમાં જામનગરનો કસ્ટમર સેટીફેકશન ઇન્ડેક્સ 4.46 થયો: સુધારા જરી
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દર 6 મહિને એરપોર્ટનાં સર્વે કરે છે. જેમાં એરપોર્ટ પર પેસેન્જરોને મળતી વિભિન્ન પાર્કિંગ, સિક્યુરિટી જેવી સુવિધાઓથી પેસેન્જર કેટલા સંતુષ્ટ છે તેના ઉપર માર્ક્સ આપીને માર્કસ અનુસાર રેન્કિંગ આપતી હોય છે. આ સર્વેની રિપોર્ટમાં 4.46 નંબરો સાથે જામનગર એરપોર્ટ ગુજરાત માં ત્રીજા નંબર ઉપર છે. ગત વર્ષે જામનગરને 4.86 માર્કસ મળ્યા હતા જે આ વર્ષે ઘટીને 4.46 થઈ ગયા છે.
ઘટતા માર્કસ પરથી આ સ્પષ્ટ થાય છે કે જામનગર એરપોર્ટ ઉપર ગ્રાહકોનો સંતોષ ઘટી રહ્યો છે, આ સર્વે વિભિન્ન એરપોર્ટ ને યાત્રિકોને આપવાની પ્રાથમિક સુવિધામાં શ્રેષ્ઠ પરફોર્મન્સ જોઈને નંબર અને રેન્કિંગ આપે છે. ગયા વર્ષે ભુજ એરપોર્ટ 4.88 માર્કસ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન ઉપર હતું, પરંતુ આ વર્ષે તે 4.32 માર્કસ સાથે પાંચમા ક્રમે સરકી ગયું છે.
ગયા વર્ષે સુરત એરપોર્ટ 4.10 માર્કસ સાથે સમગ્ર ગુજરાતમાં છઠ્ઠા ક્રમે હતું, પરંતુ આ વર્ષે તે 4.68 માર્કસ સાથે પ્રથમ ક્રમે પહોંચી ગયું છે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશનાં 62 જેટલા એરપોર્ટ પર પેસેન્જરોને મળવી ને સર્વે કર્યો છે. આ સર્વેના આધારે વિવિધ એરપોર્ટને તેમના માર્ક્સ અને રેન્કિંગ આપવામાં આવ્યા છે. જામનગર એરપોર્ટનો પરફોર્મન્સ પેસેન્જરોને સુવિધા આપવામાં બગડી રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દર છ મહિને એરપોર્ટનો સર્વે કરતી હોય છે.
સર્વેમાં પાર્કિંગ સુવિધા, એરપોર્ટ સુધી ટ્રાન્સપોર્ટેશન સુવિધા, ચેક-ઈન કરવામાં લાગતો સમય, બેગેજ-ટ્રોલીની સુવિધા, પાસપોર્ટ-આઈ.ડી. ચેકિંગમાં લાગતો સમય, ચેકિંગ પ્રક્રિયા અને ચેકિંગ દરમિયાન લાગતો સમય, સ્ટાફનો વર્તન, રેસ્ટોરન્ટ અને અન્ય ખાદ્ય સુવિધા, બેંક, એટીએમ, મની ચેન્જર સુવિધા, ખાદ્ય સુવિધા નાં વાજબી ભાવમાં, પ્રતીક્ષા-આરામની વ્યવસ્થા, ઈન્ટરનેટ અને વાઈફાઈ સુવિધા, ટોયલેટમાં સ્વચ્છતા, બેગેજ ડિલિવરી સેવા માટે લાગતું સમય, પાસપોર્ટ-આઈ.ડી. અને કસ્ટમ ઇન્સ્પેક્શન જેવા પોઈન્ટ સામેલ કરવામાં આવે છે.
જે રીતે રિલાયન્સ પરિવારમાં લગ્ન દરમિયાન જામનગર એરપોર્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનોથી વ્યસ્ત હતું અને ચચર્મિાં હતો, એમની ગ્રાહક સંતોષની સ્થિતિને ઘટતું જોઈને જામનગર એરપોર્ટ મેનેજમેન્ટને એને ગંભીરતાથી લેવા જોઈએ અને તેને સુધારવાના પ્રયાસો કરવા જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech