જામનગર વિધાતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સાથે સેવા-સન્માન, ડાયરો યોજાયો

  • December 19, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. ૧૨/૧૨/૨૦૨૪ ગુરુવારે પ્રજાપતિ વાડી, મયુરનગર, જામનગર ખાતે વિધાતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડિલ વંદના પામ વિધાતા વૃધ્ધાશ્રમ નું ભુમી પુજન ભાગવત કથાકાર શાસ્ત્રીજી દિપકભાઈ જાની સાથે વડીલોની સેવાનો સંકલ્પ લેનાર દંપતિ રાજેશભાઈ પરમાર તથા મનિષાબેન પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.


વિધાતા વિતરણ કેન્દ્ર શરૂ કરેલ સાયોસાથ જીજી હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પમાં રાજેશભાઈ સહિતના રક્તદાતાઓએ રક્તદાન કર્યું અને સાંસ્કૃતિક લોકડાયરો યોજાયો હતો, જેમાં લોક ગાયક કેશવભાઈ બારોટ અને કિશોરભાઈ રાઠોડની ટીમ દ્વારા આગવી શૈલીમાં ભજનો લોકગીત પ્રસ્તુત કરવામાં આવેલ હતું.


આજના દિવસે તા. ૧૨/૧૨/૨૦૨૪ ના દિવસે વિધાતા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી રાજેશકુમાર પરમાર તથા ધર્મપત્ની શ્રીમતી મનિષાબેન પરમાર ની ૨૧ મી લગ્ન તીથી મેરેજ એનિવર્સરી હોય તેઓએ સંકલ્પ કર્યો છે કે બન્ને દંપતી દ્વારા નિઃસંતાનનિરાધાર નિઃસહાય વડિલોની સાર સંભાળ રાખશે વૃધ્ધાશ્રમ ખાતે સેવા આપશે તેમજ વિધાતા વિતરણ કેન્દ્ર શરૂ કરેલ, જેમાં જરુરીયાતમંદ લોકોને મફ્ત કે રાહતદરે નજીવા દરે જીવનજરૂરી ચીજવસ્તુઓનુ વિતરણ કરવામાં આવશે.


આ વડિલ વંદના ધામ વૃધ્ધાશ્રમ માટે નિ:શૂલ્ક જગ્યા વપરાશ અર્થે દાતાશ્રી શ્રીમતી લલિતાબેન માધાભાઈ બારોટ તથા માધાભાઈ જીવણભાઈ બારોટ દ્વારા અર્પણ કરેલ છે.આ સેવાકાર્યમાં ઉપસ્થિત વિશેષ અતિથી વોર્ડ નં ૬ ના કોર્પોરેટરશ્રી જશુબા ઝાલા, ઇન્દુબેન બારોટ, વિપુલભાઈ ધવલ, પ્રદીપસિંહ રાઠૌર, રશેષભાઈ દવે સહિતના સેવાભાવી મહાનુભાવોનુ ટ્રસ્ટી અનિલકુમાર શિલુ અને સાથી મિત્રો, સ્નેહીઓ દ્વારા આ કાર્યક્રમ ના અંતે સહુ એ સ્વરુચી ભોજન પ્રસાદ બાદ ટ્રસ્ટ અને આયોજકો દ્વારા સર્વેનો આભાર માનવામાં આવ્યો હતો.સંસ્થાને સહયોગી કે સંપર્ક હેતુ મો.૮૧૫૬૦૮૩૪૭૪ ટ્રસ્ટની યાદીમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application