જામનગરમાં કોલેજીયન વિદ્યાર્થીની ઉપર સરાજાહેર છરીઓના ધા ઝીંકી જીવલેણ હુમલો કરનાર આરોપીની જામીન અરજી રદ કરતી જામનગર સેશન્સ કોર્ટ

  • October 27, 2023 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં કોલેજીયન વિદ્યાર્થીની ઉપર સરાજાહેર છરીઓના ધા ઝીંકી જીવલેણ હુમલો કરનાર આરોપીની જામીન અરજી રદ કરતી જામનગર સેશન્સ કોર્ટ


આ બનાવની હકીકત એવી છે કે,તા. ૨૨/૦૯/૨૦૨૩ ના રોજ જામનગર નવાગામ ઘેડ મધુરમ સોસાયટીમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર નવાગામ ઘેડ ખડખડ નગર સરકારી સ્કુલ પાસે રાજકોટના તુષાર રાઠોડ નામના શખ્સ પરાણે લગ્ન કરવાનું દબાણ કરતા યુતિએ ના પાડતા ઉશકેરાયેલા સડક છાપ આશીકે છરી વડે હુમલો કરતા યુવતી લોહી-લુહાણ હાલતમાં ત્યાંજ ઢળી પડી હતી તેવામાં ત્યાંથી પસાર થતા યુવાને લોહીથી લથબથ થયેલ યુવતીને પોતાની કારમાં જી.જી. હોસ્પીટલે ખસેડી તેના પરીવારને જાણ કરી હતી. 


જે હકીકત અંગે વિદ્યાર્થીનીના પિતા દ્વારા જામનગર સીટી ''બી''ડીવી. પો.સ્ટે ફરીયાદ નોંધાવતા IPC ની કલમ- ૩૦૭ તથા જી.પી.એકટ ની કલમ-૧૪૫(૧) મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આરોપીને જેલ હવાગે કરેલ જે ગુન્હાના કામે આરોપી તુષાર રાઠોડ એ તેમના વકીલ મારફત જામીન મુકત થવા નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ જે જામીન અરજી ની સુનવણી જામનગરના એડી.એસન્સ જજ એ.બી.ભટ્ટની કોર્ટ થયેલ અને જીલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી દવારા સરકાર તરફે આરોપીને જામીન મુકત ન કરવા જોઈએ તે અંગેની સચોટ રજુઆતો કરવામાં આવેલ અને મુળ ફરીયાદી જીતેન્દુ જેન્તીલાલ મકવાણા વતી જામનગર ના જાણીતા એડવોકટ અશોક એચ.જોશી દવારા જામીન અરજી સામે વાંધાઓ રજુ કરવામાં આવી હતી.
​​​​​​​


જ્યારે બંન્ને પક્ષોની દદીલો સાંભળી જીલ્લા સરકારી વકીલની દલીલો તથા મુંબ ફરીયાદી તરફે રજુ થયેલા વાંધાઓ ધ્યાને લઈ આરોપી તપાર રાઠોડ ની જામીન અરજી એડી.સેસન્સ જજ એ.બી ભટ્ટ સાહેબ દવા૨ા નામંજુર કરવામાં આવેલ છે જીલ્લા સરકારી વકીલ શ્રી જમનભાઈ ભંડેરી અને મુળ ફરીયાદી તરફે અશોક એચ.જોશી રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application