પાંચ ડેપોમાંથી ૧૯,૯૫૧ મુસાફરોએ બસનો લાભ લીધો
જામનગર એસટી વિભાગ દ્વારા ધુળેટીના તહેવારોને અનુલક્ષીને તા. ૧૭ થી ૨૬ માર્ચ ૨૦૨૪ દરમિયાન મુસાફરોને એક સારી સુવિધા મળી રહે અને દ્વારકા ફુલડોલ મહોત્સવ સહિત રજાના દિવસોમાં દ્વારકા, ઓખા, બેટદ્વારકા, હર્ષદ, શિવરાજપુર બીચ સહિતના ધાર્મિક સ્થળે તેમજ ફરવાના સ્થળોએ મુસાફરો આવાગમન કરી શકે તે માટે એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં સોમનાથ, જુનાગઢ, રાજકોટ સહિતના શહેરોનો સમાવેશ કરાયો હતો. જેમાં જામનગર એસટી વિભાગ હેઠળ આવતા પાંચેય ડેપોને ા. ૩૮ લાખથી વધુની આવક થવા પામી હતી તેમ વિભાગીય નિયામક જાડેજા અને ડેપો મેનેજર વરમોરા દ્વારા જણાવાયું છે.
જામનગર વિભાગીયા કચેરી દ્વારા ધૂળેટીનો તહેવાર અને રજાના દિવસોમાં મુસાફરો ધાર્મિક સ્થળોએ આવાગમન સારી સુવિધા મળે તે માટે એકસ્ટ્રા બસોનું સંચાલન કરાયું હતું. જેમાં ખાસ કરીને દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં લાખોની સંખ્યામાં ભકતો આવાગમન કરતા હોય છે અને સૌરાષ્ટ્રભરમાંથી ભકતો દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેતા હોય છે. આ ઉપરાંત સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર સહિતના શહેરોનું એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના ભાગપે આ ધુળેટીના તહેવારોમાં રેકર્ડ બ્રેક ભાવિકો અને પ્રવાસીઓ હાલારના ધાર્મિક અને ફરવાના સ્થળોએ ઊમટી પડ્યા હતાં અને સુદર્શન બ્રિજ પણ આ રજામાં લાખો લોકોએ નિહાળ્યો જેને કારણે જામનગર એસટી ડિવિઝન હેઠળ આવતા પાંચ ડેપોને સારી આવક થવા પામી હતી. જેમાં જામનગર ડેપોમાંથી ૧૬૪ ટ્રીપ ઉપડી હતી અને ૮૦૮૮ લોકોએ મુસાફરી કરતા ા. ૨૧,૨૪,૯૫૦ આવક તેમજ દ્વારકા ડેપોમાંથી ૧૭૩ ટ્રીપ ઉપડતા ૮૬૧૧ લોકોએ મુસાફરી કરતા રૂા. ૧૪,૧૬૨ અને જામજોધપુર ડેપોમાંથી ૧૨ ટ્રીપ ઉપડી હતી અને ૬૫૪ લોકોએ મુસાફરી કરતા રૂા. ૧,૮૦,૨૯૮ની આવક તેમજ ધ્રોલ ડેપોમાંથી ૩૪ ટ્રીપ ઉપડી હતી અને ૧૫૬૪ લોકોએ મુસાફરી કરતા ૫,૩૨,૪૩૬ની આવક અને ખંભાળિયા ડેપોમાંથી ૧૬ ટ્રીપ ઉપડતા ૧૦૩૪ લોકોએ મુસાફરી કરતા ૨,૬૨,૭૬૬ લાખની આવક થવા પામી હતી. જેમાં ખાસ કરીને જામજોધપુર, ધ્રોલ અને ખંભાળિયા ડેપોમાંથી શ્રમિકોએ એકસ્ટ્રા બસ સંચાલનનો લાભ લીધો હતો. આમ જામનગર ડિવિઝનને એકસ્ટ્રા બસનું સંચાલન કરતા પાંચેય ડેપોની આવક ા. ૩૮,૪૪,૫૨૬ લાખની થવા પામતા અધિકારીઓ અને કર્મચારીઓમાં આનંદ છવાયછો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech