થર્ટી ફર્સ્ટને (૩૧ ડિસેમ્બર) ધ્યાને રાખી જામનગર પોલીસ એલર્ટ: અલગ-અલગ સ્થળો પર વાહન ચેકીંગ ડ્રાઇવ

  • December 28, 2024 11:12 AM 

થર્ટી ફર્સ્ટને (૩૧ ડિસેમ્બર) ધ્યાને રાખી જામનગર પોલીસ એલર્ટ: અલગ-અલગ સ્થળો પર વાહન ચેકીંગ ડ્રાઇવ

થર્ટી ફર્સ્ટને ના આગમન અગાઉ દારૂ ના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા આવારા તત્વો અને પીધેલાઓ સામે લાલ આંખ કરી પવનચક્કી સર્કલ નજીક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગર શહેરમાં થર્ટી ફર્સ્ટ નજીક આવતા નવા વર્ષની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે આવારા તત્વો અને દારૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા પોલીસ દ્વારા લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

તેવામાં ગત મોડી રાત્રે, જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સુચનાથી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત સર્વેલન્સ સ્ક્વોર્ડ દ્વારા પવનચક્કી સર્કલ નજીક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો, બાઈકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઈલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગની કાર્યવાહી સમગ્ર જામનગર જીલ્લામાં ૩૧ ડિસેમ્બર સુધી અવીરત ચાલુ રાખવામાં આવશે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application