જામનગર મહાનગર પાલિકા ની ખાસ સામાન્ય સાધારણ સભા અગામી તા. ૧ર ના યોજવામાં આવી છે. આમ બે સપ્તાહ માં જ બીજી વખત સામાન્ય સભા યોજાઈ રહી છે.
જામનગર મહાનગર પાલિકાની ખાસ સામન્ય સભા આગામી તા. ૧ર અને બુધવારે સવારે ૧૧-૩૦ કલાકે ટાઉનહોલ માં મેયર ના અધ્યક્ષ સ્થાને મળનાર છે.
મનોજ ભટ્ટ અને અન્ય ૧ર કર્મચારીઓ દ્વારા મહાનગર પાલિકા વિસ્તારમાં નગર પાલિકા શિક્ષણ સમિતિ દ્વારા નિમણૂક પામેલ ફૂલ ટાઈમ ચોકીદાર-કમ-પટાવાળા હાઈકોર્ટમાં અલગ અલગ રીટપીટીશન દાખલ કરેલ તેના હુકમ મુજબ તેઓને ટર્મીનલ બેનીફીટ આપવા માટે ની દરખાસ્ત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિમણૂક પામેલ પટાવાળાને નિયમિત કરવા સંબંધે ઔદ્યોગિક અદાલત ના હુકમ સામે સંસ્થા દ્વારા હાઈકોર્ટ માં કરેલ પેન્ડીંગ અપીલ દરમિયાન વિવાદ નું સમાધાન કરવા ની દરખાસ્ત અન્વયે આ સામાન્ય સભા મા નિર્ણય કરવામાં આવશે.
મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રે.સ. નંબર ર૭૭ તેમજ વિભાપર ગામના સર્વે નંબરો તથા રંગમતિ નદી ઉપર બ્રીજ બનાવવા માટે હિરેનભાઈ રામદેવભાઈ ડેર ની રજૂઆત અન્વયે તેઓ ને સ્વખર્ચે પુલ બનાવવા માટે ની દરખાસ્ત નો ન સામાન્ય સભામાં નિર્ણય લેવાશે.
કામ ચલાવ પુનઃરચના, નગરરચના નંબર (ર૧) જામનગરમાં સમાવિષ્ટ સમુચિત સત્તા મંડળને ફાળવાયેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટીપી રસ્તાની દરખાસ્તને પરામર્શ આપવાની દરખાસ્ત પણ મંજુરી માટે સામાન્ય સભામાં રજૂ થશે. આ ઉપરાંત નગરરચના નંબર ર૩ ની દરખાસ્ત પણ મંજુરી માટે રજૂ થશે, આમ ખાસ સામાન્ય સભા માં પાંચ એજન્ડા, દરખાસ્તો માટે રજૂ થનાર છે. જે તમામ પાંચ દરખાસ્ત ની સામાન્ય સભા ની મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech