ગાંધીનગર સામે 53 રનથી ભવ્ય વિજય: કેપ્ટન કેતન નાખવાના આક્રમક 50 દડામાં 94 રન, જીતેશ શીંગાડાના 39: ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ 3 વિકેટ ઝડપી: ટુનર્મિેન્ટમાં બેસ્ટ બોલર તરીકે જયરાજસિંહ જાડેજા અને બેટસ્મેન તરીકે ધવલ નંદાને એવોર્ડ અપાયા
રાજયની છ મહાનગરપાલીકાઓની મેયર કપ ક્રિકેટ ટુનર્મિેન્ટમાં ગઇકાલે ગાંધીનગર મેયર ઇલેવનને 53 રનથી કારમો પરાજય આપીને જામનગર મેયર ઇલેવને ફરીથી ચેમ્પીયન ટ્રોફી જીતી લીધી છે, જામનગરના કેપ્ટન કેતન નાખવાએ માત્ર 50 દડામાં 12 ચોગ્ગા અને 3 સિકસર સાથે આક્રમક 94 અને જીતેશ શીંગાડાએ 25 દડામાં 39 રન બનાવતાં જામનગરની ટીમે 20 ઓવરમાં 189 રન બનાવ્યા હતાં, ટોસ જીતીને પ્રથમ દાવમાં ઉતરેલી જામનગર ઇલેવને આ પ્રકારની ટુનર્મિેન્ટમાં છઠ્ઠી વખત ટ્રોફી જીતીને જામનગરનું ગૌરવ વધાર્યુ હતું.
ગઇકાલે રવિવારે સાંજે જામનગર ઇલેવનના ઓપનર ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને ધવલ નંદાને દાવની શઆત કયર્િ બાદ દિવ્યેશના 17, કેતન નાખવાના 94 અને જીતેશ શીંગાડાના 39 મુખ્ય હતાં, આમ કુલ 20 ઓવરમાં 189 રન થયા હતાં, જેના જવાબમાં ગાંધીનગર ઇલેવનના ડો.સંકેતે 45, પદમસિંહે 20 અને ગોરાંગ વ્યાસે 20 રન બનાવ્યા હતાં, 20 ઓવરમાં 8 વિકેટે ગાંધીનગર ઇલેવને 136 રન બનાવ્યા હતાં, આમ જામનગર ઇલેવનનો 53 રનથી ભવ્ય વિજય થયો હતો.
બોલીંગમાં દિવ્યેશ અકબરીએ 4 ઓવરમાં 23 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી જયારે જયરાજસિંહ જાડેજા અને જીતેશ શીંગાડાને એક-એક વિકેટ મળી હતી, સમગ્ર ટુનર્મિેન્ટમાં ત્રણ અડધી સદી ફટકારનાર જામનગરના વિપક્ષી નેતા ધવલ નંદાને બેસ્ટ બેટસ્મેનનું બિદ મળ્યું હતું જયારે ટુનર્મિેન્ટમાં આક્રમક બોલીંગ કરીને વિકેટ મેળવનાર જામનગરના જયરાજસિંહ જાડેજાને ટુનર્મિેન્ટના બેસ્ટ બોલર જાહેર કરવામાં આવ્યા હતાં.
આ ટુનર્મિેન્ટમાં મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટીના ચેરમેન નિલેશ કગથરા, નેતા આશીષ જોશી, દંડક અને કેપ્ટન કેતન નાખવા, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, પરાગ પટેલ, ગોપાલ સોરઠીયા, પૂર્વ મેયર બિનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. આમ જામનગરની મેયર ઇલેવને અત્યાર સુધીમાં છ વખત મેયર કપ જીતીને જામનગરનું ગૌરવ વધાર્યુ છે. સમગ્ર ટીમે આ ટુનર્મિેન્ટ જીતી લેતાં મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓએ ક્રિકેટરોને અભિનંદન આપ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMહરિયાણા કોંગ્રેસમાં બળવો, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી દૂર
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech