ગઇકાલે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ક્રિકેટ ટુનર્મિેન્ટ ખુલ્લી મુકી: જામનગરની મેયર ઇલેવને ટોસ જીતીને દાવ લઇ 174 રન બનાવ્યા, જેના જવાબમાં જામનગરના બોલરોએ સુરત ઇલેવનને 83 રનમાં ઓલઆઉટ કર્યુ: જયરાજસિંહ જાડેજા મેન ઓફ ધી મેચ
જામનગરની મેયર ઇલેવને ગઇકાલે રાત્રે સુરત ઇલેવનને કારમી પછડાટ આપીને દબદબાભેર સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે, ગઇકાલે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટુનર્મિેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો, ગાંધીનગર ખાતે આઇટીઆઇ મેદાનમાં 8 કોર્પોરેશનની ટીમો વચ્ચે રમાનારી ટુનર્મિેન્ટ ખુલ્લી મુકી હતી, જેમાં જામનગર ઇલેવન વિજેતા બની હતી.
ગાંધીનગર મહાનગરપાલીકા દ્વારા પ્રથમ વખત છ મહાનગરપાલીકાની મેયર ઇલેવન અને 8 કોર્પોરેશનની થઇ કુલ 14 ટીમો આ ટુનર્મિેન્ટમાં ભાગ લઇ રહી છે, તા.5 થી 9 ફેબ્રુઆરી દરમ્યાન આ ટુનર્મિેન્ટ ચાલશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગરના મેયર બીનાબેન પટેલ, ડે.મેયર નટવરજી ઠાકોર, કલેકટર મેહુલ દવે, મ્યુ.કમિશ્નર વાઘેલા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
જામનગર ઇલેવને ટોસ જીતીને આક્રમક બેટીંગ કરીને 174 રન બનાવ્યા હતાં, જેમાં ધવલ નંદાના 55, કેતન નાખવા 46, આનંદ રાઠોડ 17, જયરાજસિંહ જાડેજા 13 અને અલ્તાફ ખફીએ 11 મુખ્ય રન બનાવ્યા હતાં, જેના જવાબમાં જામનગરની મેયર ઇલેવનના બોલરોની કાતીલ બોલીંગ સામે સુરત મેયર ઇલેવન માત્ર 83 રનમાં ઓલઆઉટ થઇ જતાં જામનગર મેયર ઇલેવનનો 91 રને વિજય થયો હતો જેમાં મેન ઓફ ધી મેચ બનેલા જયરાજસિંહ જાડેજાએ 3, તપન પરમારે 3, જીતેશ શીંગાડા 2 અને દિવ્યેશ અકબરી અને આનંદ રાઠોડે 1-1 વિકેટ ઝડપી હતી.
ટુનર્મિેન્ટના મેચના અંતે જયરાજસિંહ જાડેજાને મેન ઓફ ધી મેચ જાહેર કરાયા હતાં, ટીમના મેનેજર તરીકે નિલેશ કગથરા અને ગોપાલ સોરઠીયા રહ્યા હતાં. પ્રથમ મેચમાં જામનગરની ઇલેવનનો શાનદાર વિજય જતાં આવતીકાલે બપોરે 1 વાગ્યે જામનગર મેયર ઇલેવન અને અમદાવાદ મેયર ઇલેવન સેમીફાઇનલમાં ટકરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech