ગઇકાલે 7 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રકો પાછા ખેંચ્યા 2019ની ચૂંટણીમાં 28 ઉમેદવારો હતાં મેદાનમાં: 16 કરતા ઓછ ઉમેદવારો થતાં દરેક બુથ પર હવે એક જ બેલેટ યુનિટ મુકાશે
12-જામનગર લોકસભાની બેઠક ઉપર ગઇકાલે 7 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછુ ખેંચી લેતાં હવે 14 ઉમેદવારો મેદાનમાં છે, 2 ક્ષત્રિય ઉમેદવારોએ પણ ફોર્મ પાછા ખેંચ્યા હતાં, 2019ની લોકસભાની ચૂંટણીમાં 28 ઉમેદવારો મેદાનમાં હતાં જેની સામે આ વખતે તેનાથી અડધા એટલે કે 14 ઉમેદવારો મેદાનમાં છે, ચૂંટણી પંચના નિયમ મુજબ 16 કરતા ઓછા ઉમેદવારો હોય દરેક બુથ ઉપર એક જ બેલેટ યુનિટ મુકવામાં આવશે.
જિલ્લા કલેકટર ભાવિન પંડયાના નેજા હેઠળ સમગ્ર ચૂંટણી વ્યવસ્થા થઇ રહી છે ત્યારે 2019ની ચૂંટણીમાં ત્રણ મહીલા ઉમેદવારો મેદાનમાં હતાં જેની સામે આ વખતે માત્ર એક મહીલા ઉમેદવાર મેદાનમાં છે. ગયા વખતે 1656006 મતદારો હતાં, જેમાં 157907 મતદારોનો વધારો થયો છે અને 2024ની આ ચૂંટણીમાં 1813913 ઉમેદવારો મતદાન કરી શકશે. 2019ની સાલમાં જામનગરની બેઠક પર 61.03 ટકા સરેરાશ મતદાન થયું હતું.
કાલાવડમાં 119358 પુષ, 111633 મહીલા, જામનગર ગ્રામ્યમાં 131021 પુષ અને 124940 સ્ત્રી, જામનગર ઉત્તર 137478 પુષ, 131586 સ્ત્રી, જામનગર દક્ષિણ 116200 પુષ, 112232 સ્ત્રી, જામજોધપુરમાં 117178 પુષ, 109632 સ્ત્રી મતદારો છે, કાલાવડમાં 10511, જામનગર ગ્રામ્યમાં 24373, જામનગર ઉત્તરમાં 39392, જામનગર દક્ષિણમાં 14038, જામજોધપુરમાં 14020 મતદારો વઘ્યા છે. જયારે 14 થર્ડ ઝેન્ડર મતદારો નોંધાયા છે.
મુખ્ય રાજકીય પક્ષો પણ અપક્ષ ઉમેદવારોનો એક છૂપા હથિયાર તરીકે ઉપયોગ કરતા હોવાની વાત પણ જાણીતી છે, ઘણી વખત કોઇ પક્ષ સામેના ઉમેદવારને ડેમેજ કરવા માટે અપક્ષ નામનો હથિયાર ઉતારે છે, તો કોઇ પણ સામેના ઉમેદવારના મત તોડવા માટે અપક્ષને પાછલા બારણેથી પ્રોત્સાહન આપતા હોય છે, આ બાબત હવે છૂપી રહી નથી.
મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતો અને વિધાનસભાની ચૂંટણીમાં પણ અપક્ષોનો રાફડો ફાટી નીકળતો હોય છે, પરંતુ લોકસભાની જ એવી બીગ ફાઇટ અને કેન્દ્રની સત્તા નક્કી કરતી દેશની સર્વોચ્ચ ચૂંટણીમાં પણ હવે માત્ર પોતાના આર્થિક હિત સાધવાના ઇરાદા સાથે ઉભા રહેતા અપક્ષોની સંખ્યા આઘાતજનક રીતે વધી રહી છે.
જામનગરની જ વાત કરીએ તો સૌ કોઇ જાણે છે કે અહીં મુકાબલો સત્તાધારી ભાજપના ઉમેદવાર અને વિપક્ષ કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે મુખ્ય છે, ભૌગોલિક રીતે પણ લોકસભાની ચૂંટણી લડવી નાનીમાંનું ઘર નથી, લોઢાના ચણા ચાવવા સમાન છે, સાત વિધાનસભા બેઠકના વિસ્તારને એક ઉમેદવાર કેવી રીતે કવર કરી શકે ? એ મોટી વાત છે, આવા સંજોગોમાં ખૂબ નાનું વર્તુળ ધરાવતા અપક્ષો જ્યારે લોકસભાની ચૂંટણીમાં ઉભા રહે ત્યારે આશ્ર્ચર્યનો પાર રહેતો નથી, કારણ કે અહીં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત દોઢ ડઝન જેટલા અન્ય ઉમેદવારોએ પણ નામાંકન પત્ર ભયર્િ છે.
12-જામનગર લોકસભાના 14 ઉમેદવાર
1 જયસુખ નથુભાઇ પીંગલસુર
2 પૂનમબેન હેમતભાઇ માડમ
3 એડવોકેટ જે.પી.મારવીયા
4 કણઝારીયા રણછોડ નારણભાઇ
5 પરેશભાઇ પરસોતમભાઇ મુંગરા
6 અનવર નુરમામદ સંઘાર
7 ખીરા યુસુફ સીદીકભાઇ
8 ધુધા અલારખાભાઇ ઇશાકભાઇ
9 નદીમ મંહમદ હાલા
10 નાનજી અમરશી બથવાર
11 પોપટપુત્રા રફીક અબુબકર
12 ભુરાલાલ મેઘજીભાઇ પરમાર
13 રાઠોડ પુંજાભાઇ પાલાભાઇ
14 વિજયસિંહ પ્રવિણસિંહ જેઠવા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech