જામનગરના દિગ્વિજય પ્લોટ 56 નંબર, ઓશવાળ હોસ્પિટલવાળી શેરી, ખાતે રહેતા પંકજભાઇ રમેશભાઇ માઉ મો. નં. 94087 42895એ સીટી-એ ડીવીઝનમાં જાહેર કર્યું છે કે તેમના પિતા રમેશભાઈ રતનશીભાઈ માઉ, ઉંમર વર્ષ 57, વ્યવસાયે નિવૃત, તા. 12/08/2023ના રોજ સાંજના તેના ઘરેથી કોઈને કહ્યા વગર જતા રહ્યા છે. તેઓ આજ દિવસ સુધી પોતાના ઘરે પરત ફરેલા નથી. તેમજ આજ દિવસ સુધી તેમની શોધખોળ કરવા છતાં તેઓની કોઈ ખબર મળી નથી.
ગુમશુદા વ્યક્તિ શરીરે મજબૂત બાંધો ધરાવે છે. તેઓ ઘઉંવણર્િ રંગ અને આશરે સાડા પાંચ ફૂટ ઊંચાઈ ધરાવે છે. તેઓ ગુમ થયા ત્યારે બ્લ્યુ રંગનો ઝભ્ભો અને સફેદ રંગનો લેંઘો અને ગળામાં કેસરી ફાળિયું રાખ્યું છે. તેઓ ગુજરાતી ભાષાથી અવગત છે. તેમ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એમ.એમ.જાડેજા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અત્રે જણાવ્યા અનુસાર ગુમ થનારી વ્યક્તિ મળી આવે તો જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ફોન નંબર 0288- 2550243, પોલીસ કંટ્રોલરૂમના ફોન નંબર 0288- 2550200માં જાણ કરવા અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભારત પાક યુદ્ધ સંબંધી આપત્તિ જનક પોસ્ટ કરનાર કારખાનેદાર સામે નોંધાતો અપરાધ
May 09, 2025 01:17 PMહોશિયારપુરના પહાડી વિસ્તારમાં મિસાઈલ મળી, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી
May 09, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech