જામનગર ચેમ્બર દ્વારા નવનિયુક્ત જિલ્લા કલેકટરનો સન્માન કાર્યક્રમ

  • March 01, 2025 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરને સ્મૃતિપે મોમેન્ટો એનાયત કરાયા


જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જામનગર જીલ્લાના નવનિયુક્ત કલેક્ટર કેતન ઠક્કરને સન્માનવાનો એક કાર્યક્રમ ચેમ્બરની કારોબારી સમિતિના સભ્યો તથા સંસ્થાના સંલગ્ન સર્વે એશોશીએશનના હોદેદારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતો. કાર્યક્રમની શરૂઆતમાં ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ નવ નિયુક્ત કલેક્ટરનો તથા ચેમ્બરનો પરિચય આપેલ હતો. તેમજ શબ્દોથી સ્વાગત કરતાં જણાવેલ કે ચેમ્બરની પ્રણાલિકા મુજબ જામનગર શહેર જીલ્લામાં નવ નિયુક્ત થતાં અધિકારીઓને આવકારી તેમની સાથે શહેરના વિકાસ તથા વેપાર-ઉદ્યોગને સ્પર્શતા પ્રશ્નોની ચચર્િ વિચારણા તથા રજૂઆત કરવી. પરંતુ કલેકટર કેતન ઠક્કરતો જામનગરમાં જ વિવિધ હોદાઓ ઉપર કામગીરી કરેલ છે. અગાઉના કાર્યકાળમાં અનેક વખત કુદરતી આફત સમયે ફૂડ પેકેટ વિતરણ જેવા અનેક કાર્યોમાં સહકાર મળેલ છે આથી તેઓ એક કાર્યદક્ષ અધિકારીની છાપ ધરાવે છે વધુમાં જામનગરથી સુમાહિતગાર છે. આ તકે પ્રમુખએ જામનગર શહેરના ટ્રાફિકના, એર કનેકિટવિટીના તથા શહેરના વિકાસના પ્રશ્નો અંગે રજૂઆત કરેલ હતી.


ત્યારબાદ કલેકટરનું પુષ્પ ગુચ્છથી ચેમ્બરના પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજા, ઉપ પ્રમુખ રમણીકભાઇ પી. અકબરી, મંત્રી અક્ષતભાઈ વ્યાસ,સહ મંત્રી કૃણાલભાઈ વી.શેઠ, એડિટર સુધીરભાઈ વછરાજાની તત્કાલિન પૂર્વ પ્રમુખ તુલસીભાઈ વી.ગજેરા, પૂર્વ પ્રમુખઓ કિરીટભાઇ પી. મહેતા,  જીતેન્દ્ર એચ લાલ તેમજ ઉપસ્થિત સલગ્ન એશોશીએશન વતી. ધી જામનગર ફેક્ટરી ઓનર્સ એશોશીએશનના ઉપપ્રમુખ સુરેશભાઈ પી. હિરપરા, ધી સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એશોશીએશનના પ્રમુખ પરેશભાઈ જી. મહેતા, જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘ લિમિટેડના ચેરમેન ધીરજલાલ કારીયા, જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એશોશીએશનના ઓડિટર ગણપતભાઈ લાહોટી, જામનગર હાર્ડવેર મેન્યૂફેક્ચર એશોશીએશનના ઉપપ્રમુખ મનસુખભાઇ સાવલા, પી કોમર્શિયલ ટેકસ પ્રેકટિશનર્સ એશોશીએશનના ઉપ પ્રમુખ જયેશભાઇ કાનાણી, જામનગર મોટર મર્ચન્ટ એશોશીએશનના પ્રમુખ મહેશભાઇ રાણીપા, જામનગર ગુડ્સ ટ્રાન્સપોર્ટ એન્ડ કમિશન એજન્ટ એશોશીએશનના પ્રમુખ મહાદેવસિંહ રાણા, થી જામનગર ટેક્સ બાર એસોસીએશનના મંત્રી ઋષિકેશ રાઠોડ, જામનગર શેર હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ મુગટલાલ શાહ, જામનગર ટેક્સ ક્ધસલ્ટન્ટ એસોસીએશનના પ્રમુખ ભાવિકભાઈ ધોળકિયા, જામનગર એફએમસીજી ડિસ્ટ્રિબુટર્સ એસોસિએશનના પ્રમુખ વ્યોમેશભાઈ લાલ તથા જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુ આઈ આર સી ઓફ આઈ સી એ આઈના ચેરમેન હરદીપસિંહ જાડેજા દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.


આ તકે નવનિયુક્ત જીલ્લા કલેકટર કેતન ઠક્કરે તેમનો પ્રતીભાવ આપતા જામનગરમાં બજાવેલ ફરજના સંસ્મરણો તાજા કરેલ હતા અને ભૂતકાળમાં ચેમ્બર દ્વારા વિવિધ તબક્કે આપેલ સાથ અને સહકારની ચચર્િ કરેલ હતી. વધુમાં, હાલ કેન્દ્ર દ્વારા બ્રાસ સ્ક્રેપ ઉપર કસ્ટમ ડયુટી રદ કરેલ છે આથી જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને ખુબજ રાહત મળેલ છે . તેમજ જામનગરના ટ્રાફિકના પ્રશ્ન ખુબજ છે જેમાં હાલ ખાસ કરીને જે ફલાય ઓવર બ્રિજના કામને લીધે ટ્રાફિક સમસ્યા રહે છે પરંતુ બ્રિજ બની ગયા બાદ ખુબજ સરળતા રહેશે. તેમ છતા ટ્રાફિક સલાહકાર સમિતિની બેઠક તાકીદે બોલાવી ટ્રાફિક સમસ્યા હળવી કરવા પ્રયત્નો કરીશું. ફ્લાઇટ માટે ચેમ્બરે ખુબજ પ્રયત્નો કરેલ છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારની ઉડાન સ્કીમની સબસિડી અંતર્ગત અમુક ફ્લાઇટો બંધ થઈ ગયેલ છે તેને ફરીથી ચાલુ કરવા સૌ સાથે મળી પ્રયત્નો કરીશું. તેમજ જામનગરના વિકાસ તથા લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે કટીબદ્ધતા દશર્વિેલ હતી.કાર્યક્રમના અંતે ચેમ્બર પ્રમુખએ કલેકટરને સ્મૃતિ સ્વરૂપે મોમેન્ટો અર્પણ કરેલ હતો. તેમજ સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન સંસ્થાના મંત્રી અક્ષતભાઈ વ્યાસે તથા આભાર દર્શન ઉપપ્રમુખ રમણીકભાઈ પી.અકબરીએ કરેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application