જામનગર: ફલ્લા પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચેના અકસ્માતમાં વધુ એક મહિલાનું મૃત્યુ

  • April 04, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર હાઇવે ફલ્લાથી રામપર વચ્ચે ટ્રેકટર ટ્રોલીમાં બેસી દ્વારકા જતા હતા ત્યારે કારે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં વધુ એક મહિલાનું મૃત્યુ થતા મૃત્યુ આંક બે થયો છે જયારે ઇજાગ્રસ્તો પૈકી એક વૃઘ્ધની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. 
વાંકાનેર પંથકના યાત્રાળુઓ દ્વારકા દર્શનાર્થે ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા હતા, જે દરમિયાન ફલ્લા નજીક એક કારના ચાલકે ટ્રેકટરને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં વાંકાનેર પંથકની કિરણબેન જયરાજભાઇ વિજવાડિયા નામની ૧૯ વર્ષની યુવતીને ગંભીર ઈજા થઈ હોવાથી તેણીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય ૧૫ જેટલા યાત્રાળુઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. 
ઉપરોક્ત અકસ્માતના બનાવમાં વધુ એક મહિલા શાંતાબેન શામજીભાઈ વિજવાડિયાનું જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જેથી આ અકસ્માતના બનાવવામાં મૃત્યુનો આંક બે નો થયો છે. જ્યારે અન્ય વ્યક્તિ સારવાર હેઠળ છે, જે પૈકીના અન્ય એક વૃદ્ધની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. સમગ્ર ઘટનાની જાણ થતા વાંકાનેર પંથકના મૃતક અને ઈજાગ્રતના પરિવારજનો જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની સારવારમાં મદદ કરી હતી, તેમજ અન્ય ઇજાગ્રસ્તોને વાંકાનેર અથવા રાજકોટ ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર બનાવ મામલે પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એ. કે. પટેલ તપાસ ચલાવી રહયા છે.આ અંગે ભીમગુડા ગામમાં રહેતા કરશન જુગારભાઇ વિજવાડીયા (ઉ.વ.૪૫)એ પંચ-એમાં ગઇકાલે હેરીયર કાર નં. જીજે૩૭એમ-૬૪૬૫ના ચાલક સામે ફરીયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં જણાવ્યું હતું કે ફલ્લા-રામપર વચ્ચે ફરીયાદી તથા સાહેદો પોતાના ગામથી ટ્રેકટર ટ્રોલીમાં બેસીને દ્વારકા જઇ રહતા હતા ત્યારે કારના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ઠોકર મારી ટ્રોલી ઉંધી વાળી દેતા તેમા બેઠેલાઓને ઇજાઓ થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application