જામનગર માં એક સજ્જન મહીલા દ્વારા ૧૮૧ અભયમ પર ફોન કરી જણાવેલ કે,, એક અજાણી મહિલા નો તેના પતિ સાથે ઝઘડો થતાં તે ઘરે થી નીકળી આવેલ હોય અને પોતાના વતન પરત જવા માંગતા હોય જેથી તે મહિલાના મદદ માટે અભયમ ટીમ ની જરૂર હોય .આ માહિતી મળતાં તુરંત જ ફરજ પર ના કાઉન્સેલર શિલ્પાબેન રાઠોડ, મહીલા પોલીસ ઇલાબા ઝાલા અને પાયલોટ સુરજીત સિંહ વાઘેલા તાત્કાલીક ધોરણે સ્થળ પર પહોંચેલ હોય.
૧૮૧ ટીમે આ મહીલાને પહેલાં સત્વનાં આપી, ભાવનાત્મક ટેકો પુરો પડતાં, ગુસ્સા માં ઘર છોડી નિકળી જવું એ સમસ્યાનું સમાધાન નથી,, તેવી સમજણ આપી વિશ્વાસ માં લેતા પીડિતા એ તેની આપવીતી કહેતાં જણાવેલ તેઓ મધ્ય પ્રદેશના વતની હોય અને ૬ માસથી પતિ અને દીકરા સાથે અંહી રોજગાર અર્થે આવેલ છે પીડિતાનાં બીજા લગ્ન હોયને પહેલા લગ્નથી સત્તર વર્ષ નો દીકરો હોઇ જે પીડિતા સાથે મજૂરી કામ કરી ઘરખર્ચમાં મદદ કરતો હોય પરંતુ,, પતિ દ્વારા તેણી સાથે ઝઘડા કરી માનસીક અને શારીરીક ત્રાસ દેતો હતો જેથી તેણી ઘર છોડી ગઇ હતી.
જેથી અભયમ ટીમ દ્વારા પીડિતાને તેની અંદર રહેલી શક્તિઓનો અહેસાસ કરાવી,, ફરી ઘર છોડવાના વિચારો મનમાં નાં લાવવાની હિંમત આપી,, આત્મવિશ્વાસ કેળવવામા મદદ કરી, ત્યાર બાદ પીડિતાનો તેના પતિ સાથે ફોન મારફત વાત કરાવી સંપર્ક કર્યો હતો. અને ઘરેલુ હિંસા એકટ અંગેની તેમજ નૈતીક ફરજ વિશે સમજાવેલ ત્યાર બાદ પતિને પોતાની ભુલનો અહેસાસ થયો હતો હવે ઝઘડા નહી કરે, ઘર ખર્ચ આપશે તે પ્રકરારની ખાતરી આપી હતી. દરમ્યાન પીડિતાને આગળ કાયદાકિય કાર્યવાહી કરવી ના હોય. ટીમ દ્વારા પીડિતાને લાંબાગાળાનાં પરામર્શ માટે મહીલા સહાયતા કેન્દ્ર,, કુટુંબ સલાહ કેન્દ્ર વીશે માર્ગદર્શન આપી,, માહિતગાર કરેલ હોય તથા પીડિતા ની મરજી તેમજ રજીખુશી થી તેઓના હસતાં ચહેરા સાથે પતિને સોંપવામાં આવેલ હોય,, જેથી પતિ પત્ની દ્વારા ૧૮૧ અભયમ ટીમ નો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.