જામકંડોરણા જુ સેવા સહકારી મંડળીમાંથી આંચવડ ગામના ખેડૂત સભાસદ જયેન્દ્રસિંહ ગોવુભા ચૌહાણે મંડળીમાંથી સને ૨૦૦૪-૨૦૦૫ના વર્ષમાં મધ્યમ મુદત નવા કુવાની લોન તા સને ૨૦૦૭-૨૦૦૮ના વર્ષમાં કપાસ અને મગફળીનું પાક ધિરાણ તા સને ૨૦૦૭-૨૦૦૮ના વર્ષમાં મધ્યમ મુદત બીનખેતી હાઉસિંગ લોન મેળવેલ હતી જે લોન અને ધિરાણની રકમ ચુકવવા મંડળી દ્વારા જયેન્દ્રસિંહ ગોવુભા ચૌહાણને નોટીસ પાઠવતા તેમને ચુકવણી પેટે રૂ .૧૨ લાખનો ચેક મંડળીને આપેલો જે ચેક બેન્કમાંથી રીટર્ન યેલ હતો. જયેન્દ્રસિંહને નોટીસ પાઠવવા છતાં બાકી રકમ ન ચુકવતા જામકંડોરણા જુ સેવા સહકારી મંડળીના મંત્રી ગીરધરભાઇ રાદડિયાએ મંડળીના એડવોકેટ દ્વારા નેગોશીએબલ એકટ હેઠળ જામકંડોરણાની અદાલતમાં ફરીયાદ દાખલ કરી હતી. જે કેસની સુનાવણી ચાલતા જેમાં બંને પક્ષોની રજૂઆત અને દલીલો બાદ જજ જે.એલ.પરમરે આરોપી જયેન્દ્રસિંહ ચૌહાણને બે વર્ષની સાદી કેદની સજા અને આરોપીએ ચેકની રકમ રૂ.૧૨ લાખની રકમનો દંડ અને આ દંડની રકમ મંડળીને ૩૦ દિવસમાં ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવેલ છે અને જો આરોપી આ રકમ ચૂકવી ન આપે તો વધુ છ માસની સાદી કેદની સજા અને દંડ પેટે રૂ.૧૦ હજાર કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં મંડળી વતી એડવોકટ વી.એમ.મુંજપરા રોકાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ઉતરાયણ બની ઘાતક, 10 લોકોના ગાળા કપાયા, અકસ્માતની 21 ઘટના, જાણો તંત્રએ લોકોને શું અપીલ કરી?
January 14, 2025 01:09 PMટ્રમ્પે અમેરિકનોને જ વધુ નોકરીએ રાખવાનું વચન આપ્યું, H-1B વિઝા પોલિસીથી ભારતીયોનું ટેન્શન વધ્યું
January 14, 2025 12:57 PMગૌતમ અદાણીની અદાણી પાવર સહિતની કંપનીઓના શેર 20 ટકા સુધી વધ્યા, જાણો આ ઉછાળાનું રહસ્ય
January 14, 2025 12:51 PMશું આઇફોન હેક થઈ શકે? જાણો સિક્યોરિટી રિસર્ચરે શું મોટો ખુલાસો કર્યો
January 14, 2025 12:42 PMજોધપુર સગીર બળાત્કાર કેસમાં આસારામ ૧૧ વર્ષ પછી જામીન પર બહાર આવશે, હાઈકોર્ટ તરફથી વચગાળાની રાહત
January 14, 2025 12:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech