જામજોધપુરના બાલવા ગામે કૂવામાં દીપડો ખાબકયો: વન વિભાગે રેસ્કયું કરી બહાર કાઢયો

  • May 13, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર તાલુકાના બાલવા ગામની સીમમાં ખુલ્લ ા કુવામાં દીપડો પડી ગયો હતો. બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને રેસ્કયું કરી દીપડાને બહાર કાઢયો હતો. જામજોધપુર પંથકમાં દીપડાના આંટાફેરા હોવાનું લાંબા સમયથી સાંભળવા મળતું હતું પરંતુ દીપડાના સગડ મળતા ન હતા. દરમ્યાન તાલુકાના બાલવા ગામની સીમમાં એક ખેડૂતની વાડીના કુવામાં દીપડો ખાબકયો હતો. આ અંગેની જાણ થતાં વન વિભાગની ટુકડી સાધન સામગ્રી સાથે બાલવા ગામે દોડી ગઈ હતી અને કુવામાં ખાટલો ઉતારી દીપડાનું રેસ્કયું કરી સલામત બહાર કાઢયો હતો. આ વેળા ગામના લોકોનું ટોળું એકઠું થયું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application