ઇંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ગયા મહિને તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. આ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. બધાને લાગતું હતું કે 42 વર્ષીય એન્ડરસન હવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. જોકે પેસરે તેની સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ એન્ડરસને તેની ટેસ્ટ નિવૃત્તિના લગભગ એક મહિના પછી ક્રિકેટ ચાહકોને આશ્ચર્યચકિત કર્યા અને T20 ફોર્મેટ રમવાનો પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો. તેણે ઈંગ્લેન્ડમાં યોજાનારી ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં રમવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. એન્ડરસને 188 ટેસ્ટ મેચમાં 704 વિકેટ લીધી છે.
એન્ડરસન વિશ્વમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ઝડપી બોલર છે. તે એકંદર યાદીમાં ત્રીજા નંબરે છે. તે જ સમયે એન્ડરસને 194 ODIમાં 269 અને 18 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 19 આઉટ કર્યા છે. તેણે તેની છેલ્લી વનડે 2015માં અને તેની છેલ્લી ટી20 ઈન્ટરનેશનલ 2009માં રમી હતી. નિવૃત્તિ પછી એન્ડરસન વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીની છેલ્લી બે મેચો માટે બોલિંગ મેન્ટર તરીકે ઈંગ્લેન્ડની ટીમ સાથે જોડાયો. તેણે આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા બાદ નિવૃત્તિ લીધી હતી.
એન્ડરસન લાંબા સમયથી મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં રમ્યો ન હોવા છતાં તે તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં ટૂંકા ફોર્મેટમાં તકો શોધી રહ્યો છે. અહેવાલ અનુસાર અનુભવી બોલરે કહ્યું, “ટૂંકા ફોર્મેટમાં થોડો રસ છે કારણકે હું પહેલા કોઈ ફ્રેન્ચાઈઝી માટે રમ્યો નથી. આ વર્ષે ધ હન્ડ્રેડ જોઈને અને બોલ સ્વિંગ જોઈને મને લાગે છે કે હું તેમાં પ્રદર્શન કરી શકીશ. હું અત્યારે થોડી મૂંઝવણમાં છું કારણકે હું સારી રીતે જાણું છું કે હું ફરી ક્યારેય ઇંગ્લેન્ડ માટે રમીશ નહીં પરંતુ મેં મારી ક્રિકેટ કારકિર્દી અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.
તેણે આગળ કહ્યું, “એકવાર આ ઉનાળો પૂરો થઈ જાય pchhi હું બેસીને વિચારી શકું છું કે શું હું આવતા વર્ષે ફરીથી કોઈ પ્રકારનું ક્રિકેટ રમવા માંગુ છું. હું કોઈપણ પ્રકારના ક્રિકેટ વિશે વિચારવા તૈયાર છું. હું અત્યારે રમવા માટે પૂરતો ફિટ છું અને હું મારી જાતને કોઈ પણ વસ્તુથી દૂર રાખી રહ્યો નથી." જોકે એન્ડરસન તેની ઉંમરથી વાકેફ છે. તેણે કહ્યું, "એ જાણવું મુશ્કેલ છે કે લોકો આ પ્રકારના ફોર્મેટમાં મારી પાસેથી શું ઈચ્છે છે તેઓ મને જોવા માંગે છે કે નહીં, તેથી અમે રાહ જોઈશું અને મને ખબર છે કે હું રમ્યો છું અને મારી ઉંમરનો મુદ્દો ફરીથી ઉઠાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech