આજે લોકસભામાં રજુ થશે જેપીસીનો રીપોર્ટ, ધાંધલ ધમાલની પૂરી ગેરંટી

  • February 03, 2025 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વકફ (સુધારા) બિલ પર સંસદની સંયુકત સમિતિ (જેપીસી)નો અહેવાલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. લોકસભા સચિવાલય દ્રારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ અને સભ્ય સંજય જયસ્વાલ રિપોર્ટ રજૂ કરશે.
અગાઉ, સમિતિએ ગુવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને રિપોર્ટ સુપરત કર્યેા હતો. બુધવારે સમિતિએ બહત્પમતીથી પોતાનો અહેવાલ મંજૂર કર્યેા, જેમાં ભાજપના સભ્યો દ્રારા આપવામાં આવેલા સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ, વિપક્ષી સાંસદોએ તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું. તેમનો આરોપ છે કે આ પગલાથી વકફ બોર્ડ બરબાદ થઈ જશે. ભાજપના સાંસદ જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની સમિતિના અહેવાલને ૧૫ વિદ્ધ ૧૧ મતોથી મંજૂરી આપવામાં આવી હતી. વિપક્ષી સભ્યોએ અહેવાલ પર અસંમતિ નોંધ રજૂ કરી. ભાજપના સભ્યોએ ભાર મૂકયો હતો કે ગયા વર્ષે ઓગસ્ટમાં લોકસભામાં રજૂ કરાયેલ આ બિલ વકફ મિલકતોના સંચાલનમાં આધુનિકતા, પારદર્શિતા અને જવાબદારી લાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે વિપક્ષે તેને મુસ્લિમ સમુદાયના બંધારણીય અધિકારો પર હત્પમલો અને વકફ બોર્ડના કામકાજમાં દખલ ગણાવી છે.
વકફ (સુધારા) બિલ પર સંસદની સંયુકત સમિતિએ ૧૫–૧૧ બહત્પમતીથી ડ્રાટ કાયદા પરના અહેવાલને સ્વીકાર્યેા. જગદંબિકા પાલે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ મહિનામાં સમિતિએ ઘણી બેઠકો યોજી છે અને દેશભરમાં સેંકડો પ્રતિનિધિમંડળોને મળ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાને રિપોર્ટ સુપરત કરતી વખતે સમિતિના અન્ય સભ્યો નિશિકાંત દુબે, તેજસ્વી સૂર્યા, સંજય જયસ્વાલ અને અન્ય લોકો પણ હાજર હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application