મેયરના હસ્તે ઘ્વજવંદન કરાયું: દેશભકિતના ગીતો ઉપર શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કયર્:િ શ્રેષ્ઠ કર્મચારી અને સફાઇ કામદારોને ઇનામ અપાયા
જામનગર કોર્પોરેશન દ્વારા તા.26ના રોજ દરબારગઢ ખાતે શહેરના ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મેયર વિનોદ ખીમસુરીયાએ સલામી લઇ ઘ્વજવંદન કરાવ્યું હતું, આ તકે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, ઉપરાંત વિવિધ વોર્ડમાં સફાઇની સારી કામગીરી કરનાર સફાઇ કામદારો અને શ્રેષ્ઠ શિક્ષકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતાં.
આ તકે મેયર વિનોદ ખીમસુરીયાએ જણાવ્યું હતું કે, જામનગર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, આગામી દિવસોમાં સીટી બસની વધુ વ્યવસ્થા થશે, ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પુર્ણ થશે, જનરલ બોર્ડનું બિલ્ડીંગ, વિજયનગર જકાતનાકાથી નાઘેડી બાયપાસ રોડ, સમર્પણ સર્કલ અને કાલાવડ નાકા બહાર બ્રિજ જેવા કામો પણ કરવામાં આવશે, ભુજીયા કોઠાનું રેસ્ટોરેશનનું કામ, માંડવી ટાવર રેસ્ટોરેશન, રીવરફ્રન્ટનું કામ, ઓડીટોરીયમ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ભૂગર્ભ ગટર અને વોટર વર્કસ શાખાના કામો પણ આગામી દિવસોમાં કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશીષ જોશી, દંડક કેતન નાખવા, ભાજપના પ્રમુખ ડો.વિમલ કગથરા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઇ કકનાણી, ડીએમસી ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની, ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્ર્નોઇ, નગરસેવકો ગોપાલ સોરઠીયા, અરવિંદ સભાયા, બીનાબેન કોઠારી, ધર્મીનાબેન સોઢા, ધીરેન મોનાણી, સરોજબેન વિરાણી, ડિમ્પલ રાવલ, જયરાજસિંહ જાડેજા, તપન પરમાર, કેશુભાઇ માડમ, કુસુમબેન પંડયા, બબીતાબેન લાલવાણી સહિતના હાજર રહ્યા હતાં, ધારાસભ્ય, મેયર અને અન્ય મહાનુભાવોના હસ્તે ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech