સ્ટે. કમિટીએ ૧રપ કરોડના સુધારા વધારા કરી જામનગરને કરબોજ વિનાનું બજેટ આપ્યું: રણમલ તળાવના બીજા ભાગ માટે રુા. ૩પ કરોડ, ત્રીજું સ્મશાન બનાવવા આયોજન: શહેરમાં અનેક રસ્તાઓ પર ડામર થશે: રુા. ૬૦૦ કરોડના ખર્ચે રીવરફ્રન્ટ પ્રોજેકટ શરુ કરાશે: ત્રણ દાદા-દાદી ગાર્ડન બનાવાશે: ૧૪ર૦ આવાસનું આયોજન
જામનગર મહાનગરપાલિકાનું ર૦ર૪-૨૫ નું સુધારા વધારા સાથેનું ફૂલગુલાબી બજેટ આજે સ્ટે. કમિટીમાં રજૂ થતાં ચેરમેન નિલેષ કગથરા સહિતના સભ્યોએ થોડા ઘણાં સુધારા સાથેનું રુા. ૧૩૬૮ કરોડનું બજેટ મંજુર કર્યું છે, જેમાં ૧રપ કરોડના સુધારા-વધારાનો સમાવેશ થાય છે, આ બજેટની બેઠકમાં સ્ટે. કમિટીમાં ફાયર બ્રિગેડના ચાર જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું, કુલ બજેટ ૧ર૪૩ કરોડનું હતું, જેમાં સૂચવેલ વધારો ૧રપ કરોડનો થયો, ત્યારબાદ ૯૧૯ કરોડના કેપિટલ ખર્ચ થશે તેમ જણાવાયું છે, આમ ઉઘડતી પુરાંત ૩૬પ કરોડ, ઉપજ ૧૧૮૭ કરોડ, કુલ ૧પપર કરોડ, ખર્ચ ૧૩૬૮ કરોડ અને બંધ પુરાંત ૧૮૪ કરોડ દર્શાવાયું છે. ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે રુા. ર૧.૦પ કરોડ અને વી.એમ. મહેતા કોલેજ માટે રુા. ૧પ લાખ બજેટમાં ફાળવાયા છે.
સ્ટેન્ડીંગ કમિટીની એક મહત્વની બેઠક આજે બપોરે ચેરમેન નિલેષ કગથરાના અઘ્યક્ષસ્થાને મળી હતી, જ્યારે મ્યુ. કમિશ્નર બજેટ રજૂ કર્યું ત્યારે ૧ર૪૩.૭૦ કરોડનું બજેટ દર્શાવાયું હતું, તેમાં ૧૮૩.૭૦ કરોડની પુરાંત દર્શાવાઇ હતી, કેટલાક મહત્વના વિકાસકામોનો પણ બજેટમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે, ત્યારે લગભગ ૧રપ કરોડનો વધારો પણ બજેટની કુલ રકમમાં કર્યો હોવાનું સ્ટે. ચેરમેન જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, રક્ષાબંધન અને ભાઈબીજના દિવસે સીટી બસમાં મુસાફરી કરનાર મહિલાઓને ફ્રી મુસાફરી : સમર્પણ જંકશન સર્કલ પાસે રૂા. ૬૫ કરોડના ખર્ચ તથા ઠેબા ચોકડી પાસે રૂા. ૬૦ કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રીજ બનાવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શહેરીજનોને મહાનગરપાલિકા દ્વારા તમામ સેવાઓ ઓનલાઈન પ્રાપ્ત થાય તે માટે સીટીઝન મોબાઇલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવશે અને આ એપ્લીકેશનની સાથે ઓફીસર્સ મોબાઈલ એપ્લીકેશન પણ લોન્ચ કરવામાં આવનાર છે. જેમાં, શહેરીજનો અને મહાનગરપાલિકાના અધિકારી / કર્મચારીઓ રીયલ ટાઇમ સેવાઓની અરજી નિકાલ કરી શકશે - જોઈ શકશે અને ચકાસી શકશે. સાથો સાથ દરેક વોર્ડના એસ.આઇ., એસ.એસ.આઈ. તથા સફાઈ કામદારોની હાજરી અને કામગીરી માટે પણ ઉપરોક્ત એપ્લીકેશનમાં સમાવેશ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
રંગમતી-નાગમતી નદી મુળ પહોળાઈ મુજબની હાલે રહેલ નથી અને ગેરકાયદેસર રીતે નદી બુરવાની કાર્યવાહી ચાલુ હોય તે તાત્કાલીક અસરથી બંધ કરાવવી તેમજ નદીની મુળ ઓળખ જળવાઈ રહે તે મુજબ રીવફ્રન્ટ બનાવવા અંગે કુલ રૂા. ૬૦૦ કરોડના પ્રોજેક્ટ અન્વયે પ્રતિ વર્ષ રકમની ફાળવણી મુજબ કામગીરી હાથ પરવામાં આવશે. જેથી નદીમાં ઠલવાતા ગંદા પાણીનું શુધ્ધિકરણ સહિત નદીને ચેનલાઈઝ કરી પાણીના ફ્લોને રેગ્યુલાઈઝ કરવામાં આવશે.
અંધાશ્રમ પાસે આવેલ ૧૪૦૪ આવાસનું ડિમોલેશન કરી સરકારશ્રીની નકક્કી થયેલ નીતી મુજબ જનભાગીદારીના પોરણે રીડેવલોપમેન્ટ કરી ઈડબલ્યુએસ-૧ પ્રકારના ૧૪૨૦ આવાસો બનાવવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે. ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટથી ફોરેસ્ટ ઓફીસ તથા ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટથી ઠેબા ચોકડી સુધી ડીઆઈ મુખ્ય પાઇપ લાઇન અંગેનું આયોજન કરવામાં આવેલ છે.
શહેરના જુદા જુદા બાડી રહેલ તથા નવા ડેવલપ થઈ રહેલા વિસ્તારોમાં ડી. આઈ. પાઈપ લાઈન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક વિશ્વ રોડ સફેસીંગના કામનું આયોજન કરવામાં આવેલ છે. આ પાઈપ લાઈનના કામો પૂર્ણ થયેથી પાણી વિતરણમાં થતા પ્રશ્નો નિવારી શકાશે.
ઉન્ડ-૧ ડેમ ખાતે ઇન્ટેક વેલ તથા પમ્પીંગ મશીનરી તેમજ ઇલેક્ટ્રો મીકેનીકલના કામોનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જુના જર્જરીત ઈન્ટેક વેલને બદલે નવો ઇન્ટેક વેલ બનવાથી વધુ પમ્પીંગ મશીનરીનો સમાવેશ કરી વધુ પાણી પમ્પીંગ કરી શકાશે.
શંકર ટેકરી તથા સમર્પણ ઈ.એસ.આર. ખાતે જુના જર્જરીત સમ્પ ડીમેન્ટલ કરી નવા સમ્પ, પંપ હાઉસ તથા કલોરીન રૂમ સહિતનું કેમ્પસ ડેવલોપમેન્ટ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ અંતર્ગત આંતરમાળખાકીય સુવિધા તથા શહેરી સડક યોજનાની ગ્રાંટ અન્વયે કુલ-૪૪ કામોનું આયોજન કરવામાં આવેલ છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ અંતર્ગત લોકભાગીદારીની સ્કીમ અન્વયે વોર્ડ નં.૧ થી ૧૯ માં જુદી જુદી જગ્યાએ સી.સી. રોડ / પેવર બ્લોકના કામોનું આયોજન કરવામાં આવેલ છે.
વોર્ડ નં.પ માં પાયલોટ બંગલાથી પંચવટી માનસરોવર એપાર્ટમેન્ટ સુપીના રસ્તાને આશરે ૨ કી.મી. લંબાઈના માર્ગને ગૌરવપથ તરીકે ડેવલોપ કરવામાં આવશે. આ ઉપરાંત (૧) પાયલોટ બંગલાથી જીલ્લા કલેક્ટર ઓફીસ સુધી (૨) સાત રસ્તા સર્કલથી સુમેર કલર રોડ (૩) પવનચકકીથી ગ્રીન સીટી ભાયપાસ વિ. ગૌરવપથ તરીકે ડેવલોપ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. (૪) ગ્રીન સીટીથી લાલપુર
જીલ્લા આયોજન મંડળ તથા આરએન્ડબી હસ્તકની માન. ધારાસભ્યશ્રીની ગ્રાંટ આધારીત સી.સી. રોડ, સી.સી. બ્લોક, કોમ્યુનીટી હોલ વિ. ના કામોનું આયોજન કરવામાં આવેલ છે. શહેરના પાંચેય ઝોનને આવરી લઈને આંગણવાડી કેન્દ્ર (નંદઘર) અલગ-અલગ વિસ્તારોમાં બનાવવા અંગેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
શહેરમાં કોન્ટ્રીબ્યુશન લેન્ડ તરીકે મળેલ જગ્યામાં મલ્ટીપર્પઝ ઓડીટોરીયમ બનાવવા અંગે પ્લાનીંગ અને ડીપીઆર તૈયાર કરવામાં આવેલ છે. જે આગામી સમયમાં આ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કાલાવડ રોડ તથા લાલપુર રોડ ઉપર બે નવા ફાયર સ્ટેશનો બનાવવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે. શહેરની હદ વધારાને ધ્યાને લેતા ખંભાળીયા રોડ તથા લાલપુર રોડ ખાતે બે નવા સીવીક સેન્ટર બનાવવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે.
શહેરની રાજાશાહી વખતની સુભાષ શાક માર્કેટ ખુબ જ જર્જરીત થઈ ગયેલ હોય, તેની જગ્યાએ મલ્ટી સ્ટોરેજ શાક માર્કેટ / પે એન્ડ પાર્ક બનાવવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે.
શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે રેનવોટર હાર્વેસ્ટીંગ તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું આયોજન કરવામાં આવેલ છે.
જામનગર શહેરમાં હાલે ૩ (ત્રણ) કેટલ પોન્ડ (ઢોર ડબ્બો) હૈયાત છે. તેમાં વધારાના ૨ (બે) કેટલ પોન્ડ (ઢોર ડબ્બો) જુદી જુદી જગ્યાએ બનાવવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે.
વિશાલ હોટલ પાછળ અંદાજે ૨૨,૦૦૦ ચો.મી. જગ્યામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી આધુનીક સ્પોર્ટસ કોમ્પલેક્ષ ડેવલોપ કરવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે.
હાપા વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડ તથા મહાનગરનપાલિકાને મળેલ રીઝર્વ પ્લોટ પૈકી રમત-ગમતના હેતુ માટેના પ્લોટની પસંદગી કરી ફુટબોલ ગ્રાઉન્ડ બનાવવા અંગેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
આ ફૂલગુલાબી બજેટમાં ખાસ કરોઇ વેરા નાખવામાં આવ્યા નથી, જામનગરને વધુ સ્વચ્છ બનાવવા માટે પણ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત આયોજન કરાયું છે, જેમાં ૪.૪ર કરોડના ખર્ચે સેનેટરી લેન્ડ ફીલ્ડ સાઇટ, કમ્પોઝ પ્લાન્ટ ૮.૦પ કરોડ, બાયોગેસ ર૧.પ૦ કરોડ અને ડ્રાઇવ વેસ્ટ ૧૩.૧૭ કરોડના ખર્ચે વિકસાવાશે, જ્યારે સ્વીપર મશીન ૩.૩૦ કરોડ, સીએન્ડડી વેસ્ટ રુા. ૭.પ૦ કરોડ વિકસાવાશે અને એનીમલ બર્થ કંટ્રોલ અને વેકસીનેશન માટે રુા. ૭.૭૦ કરોડ અને ડેડ એનીમલ સાયન્ટીફીક નિકાલ માટે રુા. ૪ કરોડનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર શહેરમાં કુલ ૧૩ ટીપી સ્કીમના અમલીકરણની પણ વાત બજેટમાં કરવામાં આવી છે, ૩૪ કી.મી.માંથી ૧ર૮ કી.મી.ની હદ થતા ર૦ર૪-૨૫ ૭૯૪ કરોડના વિકાસકામો કરવામાં આવશે, જ્યારે ભૂગર્ભ નેટવર્ક માટે આશરે રુા.ર.૧૦ કરોડનો ખર્ચ પણ દર્શાવાયો છે, રુા. ર૧.૧૦ કરોડના ખર્ચે ૧૩ કી.મી.ની પાઇપલાઇનનું કામ પુરું થયું છે, જ્યારે ડીસેમ્બર ર૪ સુધીમાં શહેરને વધુ એમએલડી પાણી મળી રહે તે માટેનું આયોજન છે, રણજીતસાગર ડેમથી પંપહાઉસથી રુા. ર૮.૯૭ કરોડના ખર્ચે પાઇપલાઇનનું કામ મે મહિનામાં પુરું થઇ જશે, ઉપરાંત ૬૦.૬૦ કરોડના ખર્ચે ૧૪૬ કી.મી.ની પાઇપલાઇન મહાપ્રભુજીની બેઠક, ઢીંચડા, ગોકુલનગર, અને સમર્પણ વિસ્તારમાં નાખવામાં આવશે.
સાત રસ્તાથી સમર્પણ અને સોલેરીયમ સુધી રુા. ર૧.ર૦ કરોડના ખર્ચે પાઇપલાઇન, જ્યારે ૩ર.૬૬ કરોડના ખર્ચે ફીલ્ટર પ્લાન્ટ સમ્પ નખાશે, શહેરમાં સીસી રોડ, સીસી બ્લોક, સ્ટ્રોમ વોટર યોજના, આરસીસી બ્લોક સહિતના રર કામ માટે રુા. ર૩.૩૪ કરોડ ફાળવાયા છે, રુા. ૧.ર૦ કરોડના ખર્ચે બે એનીમલ સેલ્ટર હોમ, રુા. ૧.૧૬ કરોડના ખર્ચે દિ.પ્લોટ વિસ્તારમાં નવું આરોગ્ય કેન્દ્ર બનશે, રુા. ૧૬ કરોડના ખર્ચે ફેઝ-૧, તેમજ ૮૭માં સોલાર સીસ્ટમ સાથે અદ્યતન કોમ્પ્લેકસ બનાવવામાં આવશે.આ માટે ૨૫૦૦ કે.વી.એ.નું પી.જી.વી.સી.એલ. ઈન્ફાસ્ટ્રક્ચર તેની ડેડીકેટેડ એકસપેસ ફીડર રૂટ સાથે ક્ધસ્ટ્રકટ કરવામાં આવશે.
શુભમ રેસીડેન્સી થી ટિટોડી વાડી રોડ સુધી સેન્ટ્રલ લાઈટીંગનું કામ રૂા. ૭૦ લાખના ખર્ચે કરવાનું આયોજન. સમર્પણ સર્કલ થી બેડી (બેડી રીંગ રોડ) ખાતેસેન્ટ્રલ લાઈટીંગનું કામ રૂા. ૮૦ લાખના ખર્ચે કરવાનું આયોજન. નવી સ્ટ્રીટ લાઈટ ખરીદી તેમજ ઈન્સ્ટોલેશન વર્ક રૂા. ૫૦ લાખના ખર્ચે કરવાનું આયોજન.
મુખ્ય વહીવટી ભવન ખાતે ઈલેકટ્રીકલ પેનલ એન્ડ કેબલીંગ અપગ્રેડેશન વર્ક રૂા. ૧૦૦ લાખના ખર્ચે કરવાનું આયોજન સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ઈલેકટ્રીકલ અપગ્રેડેશન વર્ક રૂા. ૫૦ લાખના ખર્ચે કરવાનું આયોજન મ્યુનિ. ટાઉનહોલ ખાતે નવુ ડી.જી. સેટ રૂા. ૧૦૦ લાખના ખર્ચે ખરીદ કરવાનું આયોજન
હાપા માર્કેટીંગ યાર્ડ થી રાધિકા ઈન્ટરનેશનલ સ્કુલ રોડ સેન્ટ્રલ લાઈટીંગ વર્ક રૂા. ૫૦ લાખના ખર્ચે કરવાનું આયોજન. ગુલાબનગર ઓવર બીજ થી ધુવાવ સુધી સેન્ટ્રલ લાઈટીંગ વર્ક રૂા. ૫૦ લાખના ખર્ચે કરવાનું આયોજન મ્યુનિ. ટાઉનહોલ પાવર સપ્લાય માટે ટ્રાન્સફોર્મર ખરીદી તેમજ ઈન્સ્ટોલેશન તથા આનુસાંગિક કેબલીંગ કામગીરી રૂા. ૫૦ લાખના ખર્ચે કરવાનું આયોજન કરાયું છે.
જામનગર મહાનગરપાલિકાની હાલે ૧૫ મેગા વોટ પાવરની જરૂરિયાત રહેવા પામે છે ગ્રીન એનર્જી્ ને પ્રોત્સાહન સ્વરૂપે અને રીન્યુએબલ એનર્જીનો વધુને વધુ ઉપયોગ થાય તે માટે જામનગર મહાનગરપાલિકા ધ્વારા ચાલુ વર્ષથી જ શરૂઆત કરવામાં આવેલ છે અને અત્યારસુધીમાં ૧ મેગાવોટ પાવર જનરેટ કરવાની સિધ્ધિ હાસલ કરેલ છે અને આ જ વસ્તુને આગળ વધારતા આગામી સાલે વધુ ૫ મેગાવોટ પાવરને ગ્રીન/રીન્યુએબલ એનર્જી્ થી મેળવવા આયોજન કરવામાં આવેલ છે જેમાં હાપા અને બેડેશ્વર શેલ્ટર હોમ ખાતે ૪૦, શંકર ટેકરી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૩૦૦, પમ્પ હાઉસ ખાતે ૨૦૦, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ૩૦૦, મ્યુનિ. ટાઉનહોલ તથા સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે ૧૦૦, મ્યુનિ. બિલ્ડીંગ ખાતે ૬૦, હાપા માર્કેટીંગ યાર્ડ પાસેના ફાઈનલ પ્લોટ નંબર ૮૭ ખાતે રમતગમતનું મેદાન બનાવવામાં આવશે, કુદરતી આફત અને ઇમરજન્સીના સમયે રુા. ૧.પ૦ કરોડના ખર્ચે તાત્કાલિક મશીનરી વસાવવા નિર્ણય કરાયો છે, જ્યારે ત્રણ નવા દાદા-દાદી ગાર્ડ વિકસાવાશે અને શહેરમાં રાત્રિબજાર શરુ થશે, આગામી વર્ષમાં ૧૩ ટીપી સ્કીમનું અમલીકરણ પણ થશે.
આ બજેટ બેઠકમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી, સ્ટે. ચેરમેન નિલેષ કગથરા, ડીએમસી યોગીરાજસિંહ ગોહિલ, સીટી ઇજનેર ભાવેશ જાની, જીગ્નેશ નિર્મલ અને સ્ટેન્ડીંગના સભ્યો હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech