યુએસ સરકારે એચ–૧બી વિઝાની નવીકરણ પ્રક્રિયાને સરળ બનાવી છે. આ કાર્યક્રમ પાયલોટ પ્રોજેકટ હેઠળ શ કરવામાં આવ્યો છે. વિઝા રિન્યુઅલ માટે ઓનલાઈન અરજી કરવામાં આવશે.અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકો માટે એક મોટો કાર્યક્રમ શ થવા જઈ રહ્યો છે. અમેરિકામાં આજથી એચ–૧બી વિઝાના ડોમેસ્ટિક રિન્યૂઅલ માટેનો પાયલોટ પ્રોગ્રામ શ થઈ રહ્યો છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયે વિઝા સર્વિસિસના ડેપ્યુટી આસિસ્ટન્ટ મિનિસ્ટર જુલી સ્ટેફોર્ડે કહ્યું હતું કે ભારતીયોને સૌથી વધુ ફાયદો થશે કારણ કે અમેરિકામાં સૌથી વધુ કુશળ કામદારો ભારતીયો છે.
ગયા વર્ષે જૂનમાં, યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની રાય મુલાકાતે ગયા હતા, ત્યારેએચ–૧બી વિઝાની નવીકરણ પ્રક્રિયાને સરળ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. પીએમ મોદીની મુલાકાત સમયે આ કાર્યક્રમની
ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવી હતી. રિન્યુઅલનો પાયલોટ પ્રોગ્રામ જે આજથી શ થઈ રહ્યો છે તે ત્રણ મહિના સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન ૨૦ હજાર લોકોના વિઝા રિન્યુ કરવામાં આવશે.ફકત તે જ લોકોને લાભ મળશે કે જેમને ૧ ફેબ્રુઆરીથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ વચ્ચે અમેરિકામાં ભારતીય કોન્સ્યુલેટમાંથી અને ૧ જાન્યુઆરી, ૨૦૨૦ થી ૧ એપ્રિલ, ૨૦૨૩ વચ્ચે કેનેડિયન કોન્સ્યુલેટમાંથી એચ–૧બી વિઝા આપવામાં આવ્યા હતા, તેમના વિઝા રિન્યૂ કરવામાં આવશે.આવા વિદેશી નાગરિકો પાસેથી નોન–ઇમિગ્રન્ટ વિઝા ઇશ્યુ કરવાની ફી પણ લેવામાં આવશે નહીં. આ ઉપરાંત જેમણે પ્રથમ વિઝા અરજી દરમિયાન દસ ફિંગરપ્રિન્ટસ સબમિટ કર્યા છે, તેમને પણ ઇન્ટરવ્યુમાંથી મુકિત આપવામાં આવશે.યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્રારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, વિઝા રિન્યુઅલ પ્રોગ્રામ ૨૯ જાન્યુઆરીથી ૧ એપ્રિલ સુધી ચાલશે.આ સમયગાળા દરમિયાન માત્ર ૨૦ હજાર લોકોના વિઝા રિન્યુ કરવામાં આવશે. જો ૧ એપ્રિલ પહેલા ૨૦ હજાર અરજીઓ આવશે તો તેને બધં કરી દેવામાં આવશે.
અરજદારો ૫ ફેબ્રુઆરી, ૧૨ ફેબ્રુઆરી, ૧૯ ફેબ્રુઆરી અને ૨૬ ફેબ્રુઆરીએ વિઝા રિન્યુઅલ માટે અરજી કરી શકે છે. જો પ્રથમ વખત અરજી સફળ ન થાય, તો તમે આવતા અઠવાડિયે ફરીથી અરજી કરી શકે છે,એચ–૧બી વિઝાના નવીકરણ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. આ માટે તમારે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટની વેબસાઈટ પર જવું પડશે.ડીએસ–૧૬૦ બારકોડ શીટ ઉપરાંત, અમેરિકાની માન્ય મુસાફરી માટે જારી કરાયેલ પાસપોર્ટની નકલની જર પડશે. તે અરજીની તારીખથી ઓછામાં ઓછા ૬ મહિના માટે માન્ય હોવું આવશ્યક છે. વિઝા ફોઇલ પ્લેસમેન્ટ માટે પાસપોર્ટમાં ઓછામાં ઓછા બે ખાલી પેજ હોવા જોઈએ.આ ફી માત્ર ઓનલાઈન પોર્ટલ દ્રારા ચૂકવવામાં આવશે.આ બધા સિવાય ફોટો, આઈ–૭૯૭ અને આઈ–૯૪ ફોર્મની નકલ તેમજ અમેરિકા આવવા–જવાના રેકોડર્સ પણ આપવાના રહેશે.ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના જણાવ્યા અનુસાર, આ પાયલોટ પ્રોજેકટ હેઠળ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી, વિઝા રિન્યુ કરવામાં ૬ થી ૮ અઠવાડિયાનો સમય લાગશે. જો કોઈ અરજદાર તેના વિઝાને વહેલું રિન્યુ કરવા માંગે છે, તો તે સામાન્ય પ્રક્રિયા મુજબ અરજી કરી શકે છે. નોંધનીય છે કે એચ–૧બી વિઝા એ નોન–ઇમિગ્રન્ટ વિઝા છે. તે અમેરિકન કંપનીઓને વિદેશી કામદારો રાખવાની મંજૂરી આપે છે. યારે પણ કોઈ વ્યકિત અમેરિકન કંપનીમાં કામ કરે છે ત્યારે તેને એચ–૧બી વિઝા આપવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech