ટેલીકોમ્યુનીકેશન વિભાગે છેતરપિંડીભર્યા કોલ્સ અને મેસેજોની જાણ કરવા માટે સંચાર સાથી મોબાઇલ એપ્લિકેશન શ કરી છે. કેન્દ્રીય સંદેશાવ્યવહાર અને પૂર્વેાત્તર વિકાસ મંત્રી યોતિરાદિત્ય સિંધિયાએ દૂરસંચાર વિભાગ દ્રારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ મોબાઇલ એપ લોન્ચ કરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્ર્રીય બ્રોડબેન્ડ મિશન ૨.૦ પણ શ કયુ છે, જેમાં દેશના દરેક ગામડામાં ફાઇબર બ્રોડબેન્ડ સેવા પૂરી પાડવામાં આવશે. ૨૦૧૭ માં મોદી સરકારે રાષ્ટ્ર્રીય બ્રોડબેન્ડ મિશનની જાહેરાત કરી હતી, જેના દ્રારા દેશની દરેક ગ્રામ પંચાયતને ઓપ્ટિકલ ફાઇબર પૂં પાડવાનું લય નક્કી કરવામાં આવ્યું હતું.
દેશના ૧૨૦ કરોડ મોબાઇલ યૂઝર્સને સંચાર સાથી પોર્ટલનો લાભ મળશે. મોબાઇલ યૂઝર્સ તેમના સ્માર્ટફોનથી જ નકલી કોલ્સ અને મેસેજોની જાણ કરી શકશે. સંચાર સાથી પોર્ટલ સરકાર દ્રારા ૨૦૨૩ માં શ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ દ્રારા નકલી કોલ્સ અને મેસેજની જાણ કરવા ઉપરાંત વ્યકિત ખોવાયેલા મોબાઇલ ફોનનો આઈએમઆઈ પણ બ્લોક કરી શકે છે અને તેના આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઇલ નંબર પણ ચકાસી શકે છે. યૂઝર્સને હવે આ બધી સુવિધાઓ મોબાઇલ એપ દ્રારા મળશે.
કેન્દ્રીય મંત્રીએ ભારતના વધતા ડિજિટલ અર્થતંત્રમાં મોબાઇલ યૂઝર્સના યોગદાનનો ઉલ્લેખ કર્યેા. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત મિશનમાં ટેકનોલોજીના યોગદાન વિશે વાત કરવામાં આવી છે. સરકાર દ્રારા શ કરાયેલા નેશનલ બ્રોડબેન્ડ મિશન ૨.૦ દ્રારા દેશભરમાં ઇન્ટરનેટ કનેકિટવિટીમાં વધુ સુધારો કરવામાં આવશે.
સંચાર સાથી વિશે બોલતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પોર્ટલ દ્રારા ૯ કરોડ યૂઝર્સને લાભ થયો છે. ૫ કરોડ નકલી મોબાઇલ કનેકશન બધં કરવામાં આવ્યા છે. આ પોર્ટલ દ્રારા ૨૫ લાખ યૂઝર્સના ખોવાયેલા ફોનમાંથી ૧૫ લાખ મોબાઇલ ફોન પાછા મેળવી શકાય છે. ડોટ અનુસાર, કોમ્યૂનિકેશન પાર્ટનર્સને જાણ કર્યા પછી ૩.૧૩ લાખ મોબાઇલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે. ૨.૭૫ કરોડ મોબાઇલ કનેકશન કાપી નાખવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ પોર્ટલ દ્રારા ૭૧ હજારથી વધુ સિમ કાર્ડ વેચનારને બ્લેકલિસ્ટ કરવાનું કામ કરવામાં આવ્યું છે. વધુમાં, ૧૮૬ બલ્ક એસએમએસ મોકલનારાઓ અને ૧.૩ લાખ એસએમએસ ટેમ્પ્લેટસ બ્લોક કરવામાં આવ્યા છે. વધુમાં ૧૨ લાખ વોટસએપ એકાઉન્ટ અને ૧૧ લાખ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે.
સંચાર સાથી વેબસાઇટ પર ઉપલબ્ધ કોડ સ્કેન કરીને સ્માર્ટફોન પર સંચાર સાથી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. આ ઉપરાંત આ એપને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના નભો મંડળમાં આગામી તારીખ ૨૪ મી એ સાંજે સૂર્ય મંડળના છ ગ્રહોની પ્લેનેટ પરેડનું થશે નિદર્શન
January 18, 2025 12:29 PMનંદમુરી બાલકૃષ્ણના ચાહકોએ થિયેટરમાં બકરી કાપી, 5 સામે ફરિયાદ
January 18, 2025 12:04 PMટીવી કલાકાર અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં મોત
January 18, 2025 12:02 PMપ્રભુ દેવા અને સની લિયોનની કેમેસ્ટ્રીએ મચાવી ધૂમ
January 18, 2025 12:00 PM'મેરે હસબન્ડ કી બીવી'ના સેટ પર છત ધરાશાયી
January 18, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech