જેતપુર શહેરના નકલકં આશ્રમ રોડ પર આવેલ એક રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરો બધં ઘરમાંથી સોના ચાંદીના ચોરી કરી ગયાની નોંધાયેલ ફરીયાદમ પુત્રીએ જ પરિણીત પ્રેમીને પૈસાની જર હોય પોતાના ઘરમાં ચોરી કરી દાગીના પ્રેમીને આપ્યાનું ખુલતા પોલીસે ચોરાયેલ તમામ મુદ્દામાલ કબ્જે કર્યેા હતો. શહેરના નકલકં આશ્રમ રોડ પર કેશરીનંદન સોસાયટીમાં રહેતા રમેશગીરી ગૌસ્વામીએ ગત તા. ૨ સપ્ટેમ્બરના રોજ સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે, તેઓ જૂનાગઢ એક પ્રસંગે ગયા હતા ત્યારે ઘરે તેની પુત્રી પૂનમ એકલી હતી તેણી ઘરમાં તાળું મારી ચાવી ઘર બહાર બુટ ચપ્પલના સ્ટેન્ડ પાસે રાખી કામ પર ચાલી ગઈ હતી. ત્યારે રમેશગીરી પુત્ર અને પત્ની સાથે ઘરે પરત આવતા ઘરનો તમામ સમાન વેરવિખેર હતો. અને ઘરમાં રહેલ કબાટ પણ ખુલ્લ ો હતો કબાટમાં સૂટકેશમાં રાખેલ સોનાના સેટ, ચેન, પેન્ડલ, બિસ્કીટ તેમજ ચાંદીના સાંકળા સહિતના કુલ ૫.૫ તોલા સોનાના અને ૪૦૦ ગ્રામ ચાંદીના દાગીના કુલ કુલ કિંમત ૧,૭૭૦૦૦ હજાર પિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી.ચોરીની ફરીયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથધરી જેમાં મમાં રહેલ સૂટકેશમાંથી દાગીના ચોરાયા હતા તે સૂટકેશના ચેનના હત્પક સાથે કોઈ બળપ્રયોગના નિશાન ન હોવાનું એફએસએલ રીપોર્ટમાં ખુલતા અને સૂટકેશના હત્પકમાં મારેલ તાળું મળતું ન હોય પોલીસે ઘરમાં તેમજ ઘરપાસે ઝીણવટભરી તપાસ કરતા તાળું મળી આવ્યું હતું. અને તાળા પર પણ કોઈ બળપ્રયોગના નિશાન ન દેખાયા અને તાળાની ચાવી પુનમ પાસે હોય તે ચાવીથી તાળું ચેક કરતા સંપૂર્ણપણે ચાલુ બધં થતું હતું. જેથી પોલીસને પુનમ પર શંકા જતા તેણીની યુકિત પ્રયુકિતથી પૂછપરછ કરતા તેની ચોરી કબૂલી લીધી. અને જણાવેલ કે, જૂનાગઢ રહેતા તેના પરિણીત પ્રેમી હિમાલય ઉર્ફે મલય ગૌસ્વામીને પૈસાની જરીયાત હોવાથી દાગીના ચોરીને તેને આપી દીધા છે. જેથી પોલીસે હિમાલયની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે ૩૦ તોલા દાગીના જૂનાગઢમાં સોનીની દુકામ ધરાવતા જીેશ પાલાને વેચી દીધેલ અને બાકીના તેની બીજી ક્રી મિત્ર કે જેની સાથે હિમાલયે લ કરવાનું જણાવેલ તે ફાલ્ગુનીબેનને આપી દીધેલ. પોલીસે પુનમ, હિમાલય અને સોની જીેશ પાલાની ધરપકડ કરી ચોરાયેલ તમામ મુદ્દામાલ જેમાં ઓગાળી નાખેલ સોનાનો ઢાળીયો સહિત કુલ ૨,૫૭,૭૦૦ રૂા.નો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો. આમ, પોલીસે ચોરીનો ભેદ ઉકેલીને પ્રેમીની પૈસાની જરીયાત પુરી કરવા યુવતીએ પોતાના જ ઘરમાં ચોરી કરી પ્રેમીને દાગીના આપી દીધેલ અને પ્રેમી પરિણીત હોવા છતાં એક યુવતી પાસે ચોરી કરાવડાવી તે દાગીનામાંથી અમુક બીજી પ્રેમિકાને પણ આપી પત્ની અને બે પ્રેમિકા સાથે દગ્ગો કરતો હોવાનું ખુલ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech