ભાવનગર પોલીસ વિભાગના આઠ પોલીસ મથકમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પોલીસ તંત્રએ પકડી પાડયો હતો. જેનો આજે રૂા. બે કરોડના દારૂ-બિયરના નાશ અનુસંધાને કોર્ટમાંથી ઓર્ડર મેળવી આજે વરતેજ પોલીસ તાબાના નવાગામના ખુલ્લા મેદાનમાં એસડીએમ અને ડિવાયએસપીની ઉપસ્થિતીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરોડોના દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દઈ નાશ કરી દેવામાં આવ્યો હતો.
ભાવનગર શહેર અને જિલ્લામાં છાશવારે અન્ય રાજ્યમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો બુટલેગરો ઘુસાડી રહયા છે. અગાઉ દારૂના ક્ધટેનર અને ટ્રક પકડાઈ ચુક્યા છે. જે દારૂ જે તે ડિવીઝન ગણતરી કર્યા બાદ સીલ કરતી હોય છે ત્યારે આજે જે ભાવનગર વિભાગ તળેના શહેરના પાંચ પોલીસ સ્ટેશન નિલમબાગ, ઘોઘારોડ, ગંગાજળીયા, બોરતળાવ અને ભરતનગર સહીત વરતેજ, ઘોઘા અને વેળાવદર ભાલ પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂનો આજે નાશ કરવામાં આવ્યો હતો.
સિટી ડિવાયએસપી સીંધાલે જણાવ્યુ હતું કે, ભાવનગર વિભાગ તળેના આઠ પોલીસ મથકમાં છેલ્લા થોડા વર્ષ દરમિયાન રૂા. ૧.૯૦ કરોડનો વિદેશી દારૂ અને ૧૦ લાખનો બિયર મળી અદાંજીત બે કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો હતો.
જેનો નાશ કરવા કોર્ટમાંથી પ્રોહિબીશન નાશ અંગે ઓર્ડર મેળવાયો હતો. દરમિયાન વરતેજ પોલીસ મથક તાબેના નવાગામના ખુલ્લા મેદાનમાં દારૂનો જથ્થો ઠાલવવામાં આવ્યા બાદ ગણતરી કરાઈ હતી. એસડીએમની અધ્યક્ષતામાં વિદેશી દારૂના જથ્થા ઉપર બે બુલડોઝર ફેરવી દઈ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. દારૂના નાશ કરતી વેળાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech