પોરબંદરના ઘેડ પંથકમાં દર વર્ષે ખેડૂતોને અને લોકોને ઉપરવાસમાંથી છોડવામાં આવતા પાણી અને વરસાદને લીધે ખૂબ મોટુ નુકશાન થાય છે તેથી કોંગ્રેસના આગેવાનો દ્વારા કુતિયાણાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
ખેડૂતો, પાલભાઈ આંબલીયા અને લલિત વસોયા અને કોંગે્રસના જિલ્લા પ્રમુખ રાજુભાઇ ઓડેદરાની આગેવાનીમાં કુતિયાણાના પ્રાંત અધિકારીને આવેદન આપવા માટે ગયા હતા અને થયેલી રજૂઆતમાં કોંગ્રેસે જણાવ્યુ હતુ કે અગાઉ ૧૯૯૨ પહેલા જેમ સરકાર દ્વારા રચિત ઘેડ વિકાસ સમિતિ કામ કરતી હતી તેમ અમારા આખા ઘેડ વિસ્તારમાં દર વર્ષની સમસ્યાના સમાધાન માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઘેડ વિકાસ નિગમ’ બનાવવામાં આવે, ઘેડ વિકાસ નિગમમાં દર વર્ષે અલાયદું ફંડ બજેટમાં ફાળવવામાં આવે. તેના માધ્યમથી ઘેડના આ પ્રશ્ર્નનો કાયમી ઉકેલ લાવવામાં આવે તે જરી છે.અત્યારના આ આધુનિક યુગમાં ઘેડ વિસ્તારના ૬૦ - ૭૦ ગામો આઠ - દશ દિવસ સુધી સંપર્ક વિહોણા થઈ જાય એ વિશ્ર્વગુરુના સપના બતાવતી, ગુજરાત મોડેલના બણગાં ફૂંકતી કહેવાતી ડબલ એન્જીન સરકાર માટે કાળી લીટી સમાન, કલંક સમાન છે એનાથી પણ મોટી વાત મુખ્યમંત્રી આપને તો કદાચ ધ્યાનમાં પણ નહીં હોય કે સરકારના ચોપડે ઘેડ વિસ્તારમાં ખરીફ પાક છે જ નહીં માત્ર રવિ પાક એક જ છે !! જો ખેડૂતો ખરીફ પાક વાવે, પુરના કારણે પાક નુકશાની થાય તો સરકાર કહે કે સરકારના ચોપડે ઘેડમાં ખરીફ પાક છે જ નહીં એટલે તમારે પાક વાવવાનો જ નહોતો તમે શું કામ વાવ્યો ? તમને પાક નુકશાની વળતર ન મળે !! આજ છે આપણું આજ નું આધુનિક ભારત !
જુનાગઢ જિલ્લાના ૪ અને પોરબંદર જિલ્લાનાના ૩ એમ કુલ ૭ તાલુકાના ૮૦ થી ૯૦ ગામોના અંદાજે ૨ લાખ ૫૦ હજાર વસ્તી અને અંદાજે ૧ લાખ હેકટર ખેતી લાયક જમીન ધરાવતો આ વિસ્તાર ઘેડ પંથકથી ઓળખાય છે. જેમાંથી ભાદર, વેણુ, મીણસાર, ઊબેણ, ઓઝાત સાબરી, ટીલોરી, મઘુવંતી, છિપ્રાળી નદીઓ પસાર થાય છે અને ઘેડ પંથકમાં આ નદીઓ દર વર્ષે કાળો કેર વર્તાવે છે. આ નદીઓના કાળા કેર ઉપરાંત અહીંના અને સિંચાઈ વિભાગના ઇજનેરો પોતે નિષ્ઠાથી કામ કરવાના બદલે માત્ર ભ્રષ્ટાચાર કેવી રીતે થાય એ પદ્ધતિથી કામ કરી ઘેડના ઉત્થાન, વિકાસના નામે કરોડોના બિલો સરકારી ચોપડે ઉધારાય છે પણ ઘેડના લોકોની સ્થિતિ ઠેરની ઠેર જ રહે છે. ઘેડ વિસ્તારમાં મુખ્ય છ સાત નદીઓ પસાર થાય છે તેની યોગ્ય મરામત, પ્રોટેક્શન દીવાલો, તેમના પરના પુલોની ડિઝાઇન, નદી દર વર્ષે સાફ કરવી, ઝાળી ઝાંખરાઓ સાફ કરવા વગેરે પ્રી-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર થાય છે નદી ઊંડી પહોળી કરવાના બિલ કાગળ પર ઉધારાય છે એટલું જ નહીં પણ પ્રોટેક્શન વોલ ૮૦ - ૯૦ ના દાયકામાં બનાવેલી છે તે હજુ અકબંધ છે પણ છેલ્લા બે કે ત્રણ વર્ષ કે પાંચ દશ વર્ષ પહેલાં બનેલી પ્રોટેક્શન વોલ તૂટી જાય છે જેના કારણે નદી દર વર્ષે તૂટીને ઓછામાં ઓછા ૧૦૦ - ૧૫૦ ખેડૂતોના ખેતરોમાંથી નદી પોતાનું વહેંણ કરે છે અને આ ૧૦૦ - ૧૫૦ જગ્યાએ નદી વહેણ બદલવાના કારણે બધા જ ગામોમાં અને ખેતરોમાં નદી પ્રવેશે છે જેના કારણે આ ખેડૂતોને જમીન ધોવાણનું અને પાક નુકશાની દ્વારા ખેડૂતોને પારાવાર નુકશાન થાય છે. આ તૂટેલી નદી પછી આખા ઘેડમાં ફરી વળે છે જેથી ખેતરો, રોડ, રસ્તા ડૂબે છે ગામો ફરતે પાણી ભરાય જાય છે અને અંતે ગામો ટાપુમાં ફેરવાય કે સંપર્ક વિહોણા થાય છે આમ થવાનું ઉપરોક્ત મુખ્ય કારણો ઉપરાંત એક મહત્વનું કારણ એ છે કે ઉપરવાસમાં આવેલા ડેમોમાં પાણી છોડવાના મિસ મેનેજમેન્ટનો ભોગ આ વિસ્તાર બને છે જો ડેમમાં રહેલ પાણીનો ફૂલ ભરાવો કરવાના બદલે ધીમે ધીમે છોડવામાં આવે, એક ડેમમાં પહેલા પછી બીજા પીંછી ત્રીજા એમ વારાફરતી પાણી છોડવામાં આવે તો પાણી પણ ધીમે ધીમે દરિયામાં વહી જાય પણ એમ કરવાના બદલે બધા ડેમના પાટિયા એકી સાથે ખોલવાના કારણે લોકો વધારે ભોગ બને છે. અહીં આ વિસ્તારની બીજી એક ખૂબ જ ગંભીર સમસ્યા એ છે કે જેતપુર અને તેની આસપાસના સાડી ઉદ્યોગો દ્વારા કેમિકલ કચરો ઊબેણ, ભાદર નદીમાં ઠાલવવામાં આવે છે જે કેમિકલ યુક્ત ઝેરી પાણી કે લાલપાણી ખેડૂતોના ખેતરોમાં આવતા ઉભો પાક નાશ પામે છે ખેડવા લાયક ખેતર બંજર થઈ જાય છે
અગાઉ ૧૯૯૨ સુધી સરકાર દ્વારા ઘેડ વિકાસ સમિતિ કાર્યરત હતી તે દર વર્ષે જરી પ્રોટેક્શન વોલ બનાવતા, નદી ઊંડી પહોળી કરતા, ઝાળી ઝાંખરા સાફ કરતા અને નદીના મુખ્ય પ્રવાહને કોઈ વિક્ષેપ ન આવે તેની પૂરતી કાળજી રાખવામાં આવતી હતી
ઘેડ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ કરવું હોય તો સૌ પહેલા તો સરકારની મોદી ગેરેન્ટી જેવી કોઈ ગેરેન્ટી નહિ પણ નિયત સાફ રાખી મક્કમ નિર્ધાર સાથે સરકારે કામ કરવાની જર છે આ વિસ્તારમાં પસાર થતી નદીઓને જરૂર જણાય તો એક બીજાને જોડી, ઉપરવાસના ડેમોના પાણી છોડવાના યોગ્ય મેનેજમેન્ટ કરવાની જરૂર છે આ વિસ્તારની નદીઓ દર વર્ષે સાફ કરવાની જરૂર છે નદીઓના છેવાડાના ભાગે દર વર્ષે જે માટી કાંકરા પથ્થર ભરાય જાય છે અને નદીઓ છીછરી થતી જાય તેનું દર વર્ષે મરામત કરવું જરી છે. રેતી કાઢવાની લ્હાયમાં ભૂખ્યા ભુન્ડની જેમ ગેરકાયદેસર થતું રેતીનું ખનન નદીઓના મુખ્ય પ્રવાહને વિક્ષેપ ઉભો કરે છે તેને રોકવાની જર છે સરકારે એક પ્રોજેક્ટના ભાગરૂપે નદીઓ ઊંડી પહોળી કરવાની જર છે નદીઓની દીવાલો પર યોગ્ય પેચિંગ વર્ક કરવું જરૂરી છે જ્યાં જ્યાં નદીઓમાં વળાંક આવે છે ત્યાં ત્યાં પ્રોટેક્શન વોલ બનાવવાની જર છે આ નદીઓ પરના પુલ છે તેની ઊંચાઈ વધારવી જોઈએ અને તે દરેક પુલના ગાળા પહોળા હોવા જોઈએ જેથી તેમાં જાળી ઝાંખરાં ન ભરાય જાય અને જ્યાં નદીઓ દરિયામાં ભળે છે ત્યાં યોગ્ય બારા મુકવાની જર છે નદી ઊંડી પહોળી કરવા ખેડૂતોના ખેતરો, મકાન, કુવા જે કોઈ વસ્તુ આવે તેને સંપાદન કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવા જરૂરી છે એટલું જ નહીં મોટા મોટા શહેરોમાં ૧૦ - ૧૫ કિલોમીટરના ફ્લાય ઓવર બ્રિજ તૈયાર થાય છે અમદાવાદ જેવા શહેરમાં લોકોને ટહેલવા માટે ૪૦ - ૪૫ હજાર કરોડના ખર્ચે સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલોપ થઈ શકે તો ઘેડ વિસ્તારને સંપર્ક વિહોણો થતા અટકાવવા માટે, ઘેડ વિસ્તારનો આ કાયમી પ્રશ્ન હલ કરવા માટે સરકાર પાસે બે - પાંચ હજાર કરોડ પણ ન હોય ? સરકારે જ્યાં જર જણાય ત્યાં ઊંચાઈ વાળા પુલો અને ડામરની જગ્યાએ ભ્રષ્ટાચાર વગરના સીમેન્ટ રોડ(આર.સી.સી.) બનવવા ખૂબ જરી છે અને આ બધું દર વર્ષે બનતા અને તૂટતા ડામર રોડ, પુલ, પ્રોટેક્શન વોલના નામે ઉધારતાં બિલો કરતા એક વખત સામૂહિક ખર્ચ કરવો સરકાર માટે પણ લાભદાયી રહેશે.
આ બધું કરવાની સાથે સાથે નદીમાં કેમીકલ છોડતા ઉદ્યોગો પર હપ્તા લીધા વગર ભ્રષ્ટાચારમાં ડૂબ પોલ્યુશન બોર્ડ દ્વારા કડક અમલ કરી આ કેમીકલ ને નદીમાં ઠાલવતા અટકાવવા કડક કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે જો એ નહિ થાય તો ઘેડ વિસ્તારમાં જે એક પાક લેવાય છે તે આવતા પંદર - વિસ વર્ષમાં આ ઝેરી કેમિકલ ના કારણે આ ઘેડના ખેતરોમાં રહેલી માટી સિમેન્ટ જેવી કઠણ થઈ જશે ને કોઈ ખેડૂતો ખેતી કરી શકશે નહીં ખેતરો બંજર થઈ જશે એટલે સરકાર ઈચ્છે તો ઘેડ વિસ્તારના લોકોની આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવી શકાય તેમ છે.
ઘેડ વિસ્તારના આ અનેક પ્રશ્ર્નો અલગ અલગ નદીઓના કારણે થાય છે એટલે અમારો આ કાયમીનો પ્રાણ પ્રશ્ર્ન તાત્કાલિક હલ કરવામાં આવે તેવી માંગ છે.ચાલુ વર્ષે થયેલા અતિભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં થયેલ પાક નુકશાની, જમીન ધોવાણ સહિતના નુકશાન પેટે મુજબ નહિ પણ માત્ર ઘેડ વિસ્તાર માટે જ અલગથી ૧૦૦૦ કરોડનું રાહત પેકેજ આપવામાં આવે. (અગાઉ રાજ્ય સરકારે અમરેલીમાં ૨૦૧૫ માં જમીન ધોવાણ પેટે પ્રતિ હેકટર પિયા ૬૦ હજાર પિયા આપવામાં આવ્યા હતા તે પરિપત્ર પણ પુરાવા પે આપ્યો હતો.
જેતપુર અને તેની આસપાસના ઔદ્યોગિક વસાહતમાંથી ભાદર - ઊબેણ નદીમાં ઝેરી કેમીકલ ઠાલવવામાં આવે છે જે આખેઆખા ઘેડ વિસ્તારને બરબાદ કરી રહ્યું છે અમારી બહુ સપષ્ટ માંગ છે કે આ ઝેરી કેમિકલ ભાદર, ઊબેણ નદીમાં ઠાલવવાનું સદંતર બંધ કરવામાં આવે તે જરી છે.
પોરબંદર સોમનાથ જે નેશનલ હાઇવે બનાવવામાં આવ્યો છે તે આખેઆખો કોસ્ટલ વિતારમાંથી પસાર થાય છે આ હાઇવે બનાવતી સંસ્થા અને ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે તું તું મેં મેં નો ભોગ આખો ઘેડ વિસ્તાર બન્યો છે કારણ કે બન્ને વિભાગોએ એકબીજા સાથે સંકલન કરી ઉપરોક્ત બધી જ નદીઓના પાણી નિકાલની જે વ્યવસ્થા ન કરી તેનું પરિણામ એ આવ્યું કે ઓઝાત, ભાદર, મીણસાર નદીનું પાણી આ વખતે પોરબંદરના ઝાંપામાં આવ્યું. સરકાર રોડ બનાવે તેનો વિરોધ નથી પણ આયોજન પૂર્વક બનાવે તેવી અમારી માંગ છે. ઘેળ વિસ્તારના ઓછામાં ઓછા ૪૦ થી ૫૦ ગામ આ વર્ષે સંપર્ક વિહોણા થયા તેમાં મુખ્ય કારણ આ બે વિભાગોના સંકલન વગર તૈયાર કરવામાં આવેલ નેશનલ હાઇવે છે આ ઉપરાંત પોરબંદર થી મિયાણી સુધીના નેશનલ હાઇવે બનાવવામાં પણ આવી જ ભૂલનો ભોગ હજારો ખેડૂતો બની રહયા છે
માણાવદર તાલુકાના વેકરી ગામ પાસે ભાદર નદી પરનો જે પાળો તૂટેલો છે તેના કારણે ભાદર નદીનું ૫૦% પાણી ત્યાંથી બહાર નીકળી જાય છે જેનો ભોગ ઓછામાં ઓછા ૨૦ થી ૩૦ ગામો બને છે આ ૨૦ થી ૩૦ ગામો માત્ર સરકારની લાપરવાહીનો ભોગ બની રહયા છે.
ચાલુ વર્ષે કુતિયાણા તાલુકામાં ૧૪૯%, રાણાવાવ તાલુકામાં ૧૮૩% પોરબંદર તાલુકામાં ૨૧૧% એમ પોરબંદર જિલ્લામાં સરેરાશ ૧૮૦% વરસાદ રાજ્ય સરકારના ચોપડે નોંધાયો છે ત્યારે પોરબંદર જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે એવી રજૂઆત થઇ હતી.
રાજ્ય/કેન્દ્ર સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં ઉદ્યોગકારોની અણઆવડત ના કારણે નિષ્ફળ ગયા હોય તેવા ઉદ્યોગપતિઓના ૧૪ લાખ ૫૬ હજાર કરોડ માફ કર્યા, ૨૪ લાખ ૯૫ હજાર કરોડ રાઈટ ઓફ કર્યા, ૧૦ વર્ષમાં કોર્પોરેટ ટેક્ષ ૧૦% ઘટાડી દર વર્ષે અંદાજે ૪ લાખ કરોડની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફાયદો કર્યો છે ત્યારે ચાલુ વર્ષે થયેલ અતિવૃષ્ટિના કારણે અમારા પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે એટલે અમો અમારું ચાલુ વર્ષનું પાક ધિરાણ ભરવા માટે સક્ષમ ન હોઈએ અમારું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
પોરબંદર જિલ્લામાં ૧૮ થી ૨૪ જુલાઈ વચ્ચે જે વરસાદ નોંધાયો તેના પાક નુકશાની ફોર્મ પોરબંદર જિલ્લામાં ભરવામાં આવ્યા તેમાં જિલ્લા ખેતીવાડી અધિકારીની મૌખિક સૂચનાથી માત્ર બિન પિયત પાકોના જ ફોર્મ ભરવામાં આવ્યા છે જે ખેડૂતના ખેતરમાં કૂવો, બોર, વિજળી કનેક્શન હોવા છતાં તેમને ફરજ પાડવામાં આવી કે તેઓ બિન પિયતના જ ફોર્મ ભરી શકશે ત્યારે સવાલ એ છે કે જે ખેડૂતને પિયત હોય, ૩૩% થી વધારે નુકશાન પણ હોય તો તેને રાજ્ય સરકારના તારીખ ૨૩/૦૮/૨૦૨૪ ના પરિપત્ર મુજબ પિયત પાકોમાં ૩૩% થી વધારે નુકશાન હોય તેને ૪૪૦૦૦ હજાર કાયદેસર મળવાપાત્ર હતા તો તેમને બિન પિયતના જબરજસ્તી ફોર્મ ભરાવી ૨૨૦૦૦ નું નુકશાન શા માટે કરવામાં આવ્યું ? તેવો સવાલ ઉપસ્થિત થયો હતો. ચૌટા થી સરાડીયા પાટિયા વચ્ચે ભાદર નદીનો જે પુલ આવે છે ત્યાં પુલ પાસે જ ભાદર નદીએ જિલ્લા પંચાયતનો રસ્તો ધોઈ નાખ્યો છે ૫૦ ફૂટ જેટલી નદી ખેડૂતના ખેતરમાં ઘુસી ગઈ છે આ રસ્તો ધોવાઈ જવાના કારણે ૨૦૦ જેટલા ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી તો તે રસ્તો તાત્કાલિક રિપેર કરવામાં આવે તે જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech