ખાનગી યુનિ.ઓએ નેકનું મૂલ્યાંકન કરાવવું ફરજિયાત: વિધેયક રજૂ કરાયુ

  • September 16, 2023 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના અંતિમ દિવસે બે સરકારી વિધાયકો ગૃહમાં રજૂ થયા હતા. જેમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી દ્વિતીય સુધારા વિધેયક અને ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક 2023 ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા.રાજ્ય સરકારે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભલામણો, યુનિવર્સિટીઓના સરળ વહીવટ, વધુ સારા સંકલન, યુનિવર્સિટીઓ વચ્ચે સહકાર અને તેની ઉચ્ચ શિક્ષણની સુવિધાઓના યોગ્ય ઉપયોગ, યોગ્ય નાણાકીય નિયંત્રણ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ, વૈશ્વિક સ્પધર્નિા યુગમાં ઉત્તમ લાયકી ધોરણો માટેના પગલાં, વિવિધ ક્ષેત્રોમાં ધરમૂળથી પરિવર્તન લાવતા સંશોધનો, હકારાત્મક અભિગમ તેમજ શિક્ષણમાં શિસ્ત અને અન્ય ધોરણોમાં હાનિકારક બાબતો દૂર કરવા અને નવા ગુણવત્તાયુક્ત માળખા (ફ્રેમવર્ક) અનુસાર એક જ સ્ટેચ્યૂટ અને અધ્યાદેશ-ની રચના કરવા-ની બાબતોને અમલમાં મૂકવા તથા શિક્ષણના પાયાના ઉદ્દેશો અને હેતુ-ને લગતા આનુષંગિક અને પૂરક વૈધાનિક પગલાં લેવા માટે તેમજ વિદ્યાર્થીઓને લગતી તમામ બાબતો-ના ઉત્કર્ષ માટે, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અધિનિયમ, 2023 અધિનિયમિત કરવા ધાર્યું છે,રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020ની આવશ્યકતાઓના સંબંધમાં એકસમાન માળખા અને કાર્યરીતિને આધારે તમામ યુનિવર્સિટીઓ માટે, એક જ કાયદો અમલમાં મૂકવો સરળ, યોગ્ય, વ્યાવહારિક અને કાનૂની રીતે યોગ્ય છે જેના માટે રાજ્ય યુનિવર્સિટીઓ માટે એક કોમન પબ્લિક યુનિવર્સિટી અધિનિયમ હોવો અનિવાર્ય છે.યુનિવર્સિટી અધિનિયમોની વિવિધ કલમોમાં અનુભવથી ધ્યાનમાં આવેલા ભૂલો, ઊણપો, અંતરાયો, કાયદાકીય છટકબારી અને મયર્દિાઓ-ને દૂર કરવા અને સુધારવા જરૂરી છે. રાજ્યમાં ઉચ્ચ શિક્ષણથી વધુ જવાબદારીવાળા નાગરિકોને તૈયાર કરવાનો અને તેમને લોકશાહી પ્રણાલીથી જાગૃત કરવાનો ઇરાદો અને ઉદ્દેશો રાખવામાં આવ્યા છે.આ અધિનિયમ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપ્ન યુનિવર્સિટી, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવમર્િ કચ્છ યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી-ને લગતો એક જ કાયદો બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.


ગુજરાત ખાનગી યુનિવર્સિટી દ્વિતીય સુધારા વિધાયક વિધાનસભા ગૃહમાં રજૂ

રાજય સરકારે, ગુણવત્તાસભર અને ઉદ્યોગલક્ષી ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવાના હેતુથી, રાજયમાં ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપ્ના કરવા માટેની જોગવાઈ કરવા અને અધિનિયમની જોગવાઈઓ અનુસાર તેના કાર્યોનું નિયમન કરવા માટે, ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ, 2009 (સન 2009નો ગુજરાતનો 8મો) અધિનિયમિત કર્યો છે.રાજ્ય સરકાર, રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તાયુક્ત સુધારણા માટેની સતત પ્રક્રિયા અંગેની સુવિધા પૂરી પાડવા કટિબદ્ધ છે. શિક્ષણના તમામ તબક્કાઓ-એ, આવશ્યક ગુણવત્તા ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020માં અસરકારક ગુણવત્તા સ્વ-નિયમન અથવા માન્યતા પદ્ધતિની ભલામણ કરવામાં આવી છે. યોગ્ય માન્યતાઓ સાથે, સંસ્થાઓ, સંશોધનલક્ષી અથવા શિક્ષણલક્ષી સંસ્થાઓમાં વિકસિત થઇ શકે છે અને આ બાબત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની પ્રતિષ્ઠા ઊભી કરવામાં મદદ કરશે અને સૌથી અગત્યનું એ છે કે તે બાબત શિક્ષણની ગુણવત્તા દશર્વિે છે. ઉપરાંત, તમામ યુનિવર્સિટીઓ ઉચ્ચ ધોરણો અનુસાર ચાલે તે બાબત સુનિશ્ચિત કરવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનું ફરજિયાત મૂલ્યાંકન અને માન્યતા) વિનિયમો, 2012 દ્વારા તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ એ મૂલ્યાંકન કરવાનું અને માન્યતા આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.તેથી, ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા તેની સ્થાપ્નાના પાંચ વર્ષની અંદર નેકની માન્યતા લેવા અંગેનો સુધારો કરવો જરૂરી જણાયું છે અને તદનુસાર, સદરહુ અધિનિયમની કલમ 34 સુધારવા ધાર્યુ છે. વિધેયકની કલમ 2-થી તે માટેની જોગવાઇ કરી છે. વધુમાં, ઓરો યુનિવર્સિટી ઓફ હોસ્પિટાલિટી એન્ડ મેનેજમેન્ટ, સુરત અને સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગરના સત્તાધિકારીઓએ સંબંધિત યુનિવર્સિટીઓના નામ બદલવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી છે. તદનુસાર, સદરહુ અધિનિયમમાં જરૂરી સુધારા કરવા ધાર્યું છે. વિધેયકની કલમ 3થી તે માટેની જોગવાઇ કરી છે.આજે વિધાનસભા બંને વિધાયકો ગૃહમાં રજૂ કરવામાં આવનાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application