કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા તા.૩૦ સુધીમાં ખેડુતોએ ઓનલાઈન અરજી કરવી અનિવાર્ય

  • August 31, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા ૩૦/૯ સુધીમાં ખેડુતોએ ઓનલાઈન અરજી કરી જ‚રી દસ્તાવેજો જમા કરાવવા જણાવ્યું છે.
કૃષિ રાહત પેકેજ ૨૦૨૪ નો લાભ મેળવવા માટે તા.૩૦.૯.૨૦૨૪ સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ખેડુતોએ નિયત અરજી પત્રકના નમુનામાં ગામના નમુના નંબર ૮-અ,તલાટીનો વાવેતરનો દાખલો અથવા ગામના નમુના નંબર ૭-૧૨, આધાર નંબર,મોબાઈલ નંબર,બેન્ક એકાઉન્ટ નંબર, આઈ.એફ.એસ.સી. કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુકના પાનાની નકલ,સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો "ના- વાંધા અંગેનો સંમતિ પત્રક",વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમુનામાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વી.સી.ઈ. /વી.એલ.ઈ. મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે.ખેડુતોએ અરજી કરવા માટે કોઈ ચુકવણું કરવાનો રહેશે નહી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application