માળનાથ ગ્રુપ ભાવનગર છેલ્લા ઘણા વર્ષોથી પક્ષી બચાવો અભિયાન ચલાવે છે. જેમાં ઘાયલ પક્ષીની સારવાર માટે રાજુભાઈ ચૌહાણ (ઈલેકટ્રીકવાળા) તેમજ ઉતરાયણ દિવસથી જયાં ત્યાં લટકતા પતંગના દોરા એકઠા કરી તેનો નાશ કરે છે ગયા વર્ષે ૨૧ કિલો દોરાઓ ગ્રુપ દવારા એકઠા કરી તેનો નાશ કરવામાં આવેલ હતો. આપ સર્વે પણ આ લટકતા દોરાઓને દુર કરી તેનો નાશ કરવા વિનંતી. પક્ષીઓ ઉપરાંત માનવના પણ ગળા કપાઈને મૃત્યુ થતા સમાચાર તમને મળતા હશે. ચાઈના ગબારાઓ પણ બંધ કરવા ગ્રુપ દવારા અપીલ કરવામાં આવે છે કારણકે, લોકોની ઘરવખરી, કડબ, પક્ષીઓના માળા, અને ઢોરઢાંખરને સળગતા ગુબારા હેઠા પડી આગ લાગતી હોય છે. અને પારાવાર નુકશાન થતુ હોય છે. બાળકો અગાશી ઉ૫૨થી લોખંડના સળીયા કાઢી પતંગ પકડવા પ્રયત્ન કરે ત્યારે જી.ઈ.બી.ના તારમાં પતંગ ભરાયેલ હોય તે લેવા જતા સોકસર્કિટના ઘણા કિસ્સા બન્યા છે. એટલે આવી ચીજવસ્તુઓ અગાશીમાં રાખવી નહીં આ બાબતે માતા–પિતાએ બાળકોનું ખાસ ધ્યાન રાખવું.પક્ષીને બચાવવા એ આપણો માનવ ધર્મ છે જો તમોને ઘાયલ પક્ષીની જાણ થાય તો રાજુભાઈ ચૌહાણ ઈલેકટ્રીકવાળા ૯૯૭૪૧૪૬૧૫૦, હરિભાઈ શાહ "પક્ષી પ્રેમી"૯૮૭૯૦૯૨૫૬૬,કાનાભાઈ ત્રિવેદી ૯૮૨૫૧૧૯૭૯૭ અને સુરેશભાઇ બેરાણી ૭૩૮૩૭૪૫૮૯૪ ને ફોન કરી પક્ષીની જિંદગી બચાવવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech