પોરબંદરમાં આંગણવાડી અને મધ્યાહન ભોજનના કર્મચારીઓના પ્રશ્ર્નનો નિવેડો લાવવો અનિવાર્ય બની ગયો છે તેમ જણાવીને ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ અને પી.એમ. પોષણશક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ દ્વારા જિલ્લા વહીવટીતંત્રને આવેદન પાઠવાયુ હતુ.
આંગણવાડી કર્મચારીઓનું આવેદન
ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના મહામંત્રી ભાવિકા બી. ચાઉના નેતૃત્વમાં પાઠવાયેલા આવેદનમાં જણાવાયુ હતુ કે વિશ્ર્વના સૌથી મોટા શ્રમિક સંગઠન એવા ભારતીય મજદુર સંઘ સાથે સંલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ તરીકે કાર્યરત છીએ ત્યારે અખિલ ભારતીય મજદુર સંઘ ગૌહાટી(આસામ) ખાતેની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં નકકી થયા મુજબ ભારત સરકાર તથા ગુજરાત સાથેની બજેટ પૂર્વેની બેઠકમાં થયેલ માગણી મુજબ સ્કીમ વર્કર અંતર્ગત કામ કરતા કામદારો બજેટ પૂર્વે સરકાર સાથેની બેઠકમાં રજુ થયેલ અનેક મુદે કોઇ જાહેરાત ન થતા નારાજગી વ્યકત કરી તાકીદે કોઇ જાહેરાત નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં પ્રચંડ કાર્યક્રમોઆપવામાં આવશે.
મુખ્યપ્રશ્ર્નોમાં હાઇકોર્ટના ચુકાદાનું ત્વરિત પાલન કરવુ અને જ્યાં સુધી કોઇ નિર્ણય આપના લેવલથી ન આવે ત્યાં સુધી બહેનોને મિનિમમ વેઇટ એકટ મુજબ લઘુતમ વેતનની ચુકવણી કરવી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મોબાઇલ કે મોબાઇલની ખરીદી માટેની રકમ આજ દિન સુધી બહેનોને ચુકવવામાં આવેલ નથી. મુખ્યમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત લાભાર્થીને મળતો જથ્થો આંગણવાડી પર પહોંચતો કરવા માટે વર્કર બહેનોએ ૩ વર્ષ ૬ માસથી પોતાના ખર્ચે તમામ જથ્થો અનાજ કરીયાણાની દુકાનેથી ઉંચકી અને આંગણવાડી સુધી પહોંચાડેલ છે. જેનું કોઇપણ ભાડુ બહેનોને મળતુ નથી. તો આ બાબત યોગ્ય ન હોય સત્વરે નિકાલ કરવો.નિવૃત થયેલ વર્કર હેલ્પર બહેનોને ગ્રેજ્યુઇટીની રકમ ઘણા લાંબા સમયથી બાકી છે તો તેની ગ્રાન્ટ બહેનોને વ્યાજ સહિત જિલ્લા સુધી પહોંચતી કરી વહેલીતકે ચુકવણી કરવી. નાસ્તાના ખર્ચમાં વર્તમાન દર મુજબ વધારો કરવો અને સમયસર બીલોની ચુકવણી કરવી. મંગળ દિવસ, ક્ધટીજન્સી, ઇન્સેન્ટીવની રકમ નિયત કરેલ સમય મર્યાદામાં એડવાન્સ ચુકવણી કરવી.આંગણવાડી બહેનોને મળતા યુનિફોર્મ દર ૩-૪ વર્ષે ડિઝાઇનમાં ફેરબદલી ન કરતા દેશભરમાં આંગણવાડીની કાર્યપધ્ધતિ એક જ છે તો યુનિફોર્મની ડિઝાઇન અને કલર એક જ રાખી અને બ્લાઉઝ સિલાઇ ા. ૨૫૦ આપવા.ઉપરોકત સાત માંગણીઓ છતાં કોઇ જાહેરાત ન થતા આપ કલેકટર મારફતે આ મુખ્ય સાત માંગો સાથેની અમારી નારાજગી મુખ્યમંત્રી પાસે પહોંચાડવા આવેદનપત્રના માધ્યમથી આપને સુપરત કરીએ છીએ.
મધ્યાહન ભોજનના કર્મચારીઓનું આવેદન
પોરબંદરમાં મધ્યાહન ભોજનના કર્મચારીઓના સંગઠન પી.એમ. પોષણશક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘના પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદેશ મહામંત્રી લક્ષ્મણભાઇ ખટાણાના માર્ગદર્શન નીચે પોરબંદરમાં પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયુ હતુ કે વિશ્ર્વના સહુથી મોટા શ્રમિક સંગઠન એવા ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન પી.એમ. પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ તરીકે કાર્યરત છીએ ત્યારે અખિલ ભારતીય મજદૂર સંઘ ગૌહાટી (આસામ) ખાતેની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નકકી થયા મુજબ ભારત સરકાર સાથેની બજેટ પૂર્વેની બેઠકમાં થયેલ માંગણી મુજબ સ્કીમ વર્કર અંતર્ગત કામ કરતા કામદારો બજેટ પૂર્વ સરકાર સાથેની બેઠકમાં રજૂ થયેલ નીચેના મુખ્ય મુદે કોઇ જાહેરાત ન થતા નારાજ પી.એમ. પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ દ્વારા આપના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી નારાજગી વ્યકત કરી તાકીદે કોઇ જાહેરાત નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં પ્રચંડ કાર્યક્રમો આપવામાં આવશે.
મુખ્ય પ્રશ્ર્નોમાં ભારત સરકારની આ યોજના સંદર્ભે ગેજેટ મુજબ શાળાના કમ્પાઉન્ડમાં જ ગરમ તાજુ ભોજન બનાવી લાભાર્થી બાળકોને પીરસવાની મુખ્ય ગાઇડલાઇનથી વિપરીત ખાનગીકરણમાં મધ્યમથી બજેટમા ૫૫૧ કરોડની ફાળવણી કરી ખાનગી સંસ્થાઓને કેન્દ્રીય રસોડાનો કોન્ટ્રાકટ આપવાની જાહેરાત અને કમિશ્નર કચેરી દ્વારા જાહેર થયેલ ટેન્ડર તાકીદે રદ કરવાની અને ગુજરાત રાજ્યમાં ભારત સરકારની ગાઇડલાઇન મુજબ જ જેતે શાળાઓમાં જ ઉપલબ્ધ સંપૂર્ણ સુવિધા સાથેના રસોડામાં સ્થાનિક રસોઇયા દ્વારા સ્થાનિક રુચિ સ્વાદ મુજબના બનતા ગરમ અને તાજા ભોજન અને નાસ્તા વ્યવસ્થાઓ જ ચાલુ રાખવાની બુલંદ માંગણી.
આ યોજનામાં કામ કરતા અને શ્રમ અને રોજગાર વિભાગના અસંગઠિત શ્રમિક તરીકે નોંધાયેલા કામદારોને અન્ય કામદારો માફક સામાજિક સુરક્ષા સહિતના તમામ લાભો મળવા જોઇએ તેવી બુલંદ માંગણી
આ યોજનાના કર્મીઓ માનદ વેતન ધારક છે, ૧૧ માસના કરાર આધારીત રીન્યુએબલ નિમણૂંક છે ત્યારે ઠરાવમાં પણ નિવૃત્તિની કોઇ વય મર્યાદા નથી તેમ છતાં ૬૦ વર્ષ બાદ એમને રીન્યુ કરવામાં આવતા નથી ખાસ કરીને વિધવા અને ત્યક્તા અને ગરીબ બહેનો સેવામાં છે. ઉંમરના એવા તબક્કે કામથી દૂર કરવામાં આવે છે. જ્યારે એમને ભોજન અને માનદ વેતનની ખૂબજ જર હોય છે. માનદ વેતન ધારક હોવાથી તેમને અન્ય કોઇ પેન્શન, ગ્રેજ્યુઇટી વગેરે લાભો નથી મળતા. આગળનું જીવન ઓસિયાળુ બની જાય છે ત્યારે તંદુરસ્તીના તબીબી પ્રમાણપત્રના આધારે ૬૫ વર્ષ સુધી સેવામાં ચાલુ રાખવામાં આવે એવી બુલંદ માંગણી.
ઉપરોકત ત્રણ માંગણીઓ છતાં કોઇ જાહેરાત ન થતા આપ કલેકટર મારફતે આ મુખ્ય ત્રણ માંગો સાથેની અમારી નારાજગી મુખ્યમંત્રી પાસે પહોંચાડવા આવેદનપત્રના માધ્યમથી આપને સુપરત કરીએ છીએ તેમ પોરબંદરના જિલ્લા પ્રમુખ હરદાસભાઇ એ. સાદીયા, પલબેન પાંજરી, તાલુકામંત્રી ભાવનાબેન મહેશભાઇ રાઠોડ, પૂરવાબેન નિલેષભાઇ મહેતા, મનીષભાઇ કોડીયાતર, ધર્મિષ્ટાબેન નથવાણી, લીલુભાઇ માંડાભાઇ ચાવડા વગેરેએ જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્રના ચાર શહેરોમાં વિદ્યાર્થી સહાયતા કેન્દ્રનો યુનિવર્સિટીએ કર્યો પ્રારંભ
March 20, 2025 09:46 AMસુરતથી ફેન્ટાનાઇલ ડ્રગ બનાવવાનું કૌભાંડ ઝડપાયું: વિદેશની કંપનીઓ સાથે કનેક્શન
March 20, 2025 09:46 AMગુજરાતમાં દંગાખોરો સામે બુલડોઝર ચાલશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
March 19, 2025 08:22 PMગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ: 22 માર્ચથી તાપમાનમાં વધારો, હવામાન વિભાગની આગાહી
March 19, 2025 08:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech