શહેરના પુષ્કરધામમાં નંદી પાર્ક મેઈન રોડ પર આવેલી સદગુ પ્રોવિઝન નામની દુકાન ધરાવતા વેપારી પ્રૌઢે આજે સવારે દુકાનમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લેતા વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. આ બનાવ પાછળનું કારણ પ્રૌઢની દુકાન અને મકાન છેતરપીંડી કરી રાજુ કોઠારી નામના વ્યકિતએ લખાવી લીધી હોવાનો આક્ષેપ પરિવારે કરતા યુનિવર્સીટી પોલીસ દોડી ગઈ હતી અને પ્રૌઢ પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી હતી જેમાં મને મરવા મજબુર રાજીવ કોઠારીએ કર્યેા છે સહિતની વિગતો લખી હતી જે પોલીસે કબ્જે લીધી હતી.
બનાવની પ્રા વિગત મુજબ શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ પાછળ અમી હાઈટસમાં રહેતા અને પુષ્કરધામમાં નંદી પાર્ક મેઇન રોડ પર સદગુ પ્રોવિઝન નામની કરિયાણાની દુકાન ધરાવતા અનિલભાઈ પ્રાણજીવનભાઈ સેદાણી (ઉ.વ.૬૩) નામના પ્રૌઢ આજે સવારે નિત્યક્રમ મુજબ તેમના ભાઈ પ્રવીણભાઈ સાથે દુકાને ગયા હતા થોડીવાર બાદ પોતાને દાઢી કરાવવાની હોવાનું કહી દુકાનેથી નીકળ્યા બાદ બહારથી ઝેરી દવા લઇ આવી દુકાનની પાછળના ભાગમાં આવેલા બાથમમાં દવા પી લેતા ઉલ્ટીઓ કરવા લાગ્યા હતા આથી દુકાને હાજર મોટાભાઈ પ્રવીણભાઈ પૂછતાં પોતે ઝેરી દવા પી લીધી હોવાનું કહેતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યાં તેનું સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દીધો હતો.
અનિલભાઈ છ ભાઈ અને ત્રણ બહેનમાં પાંચમા નંબરે અને અપરણિત હતા. તેની પાસેથી મળેલી ત્રણપાનાની સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મને મરવા મજબુર કરનાર રાજીવ કોઠારી છે, તેને છેતરપીંડી કરી સાણથલી ગામના જુના મકાનના ડોકયુમેન્ટમાં સહીઓ બાકી હોવાનું કહી મારી ગેરહાજરીમાં મારાભાઈ બકુલભાઈ પાસે સહી કરાવી લીધી હતી. એ પછી કોઈ જવાબ આપતો નહતો ફોન પણ કાપી નાખતો હતો, તેનું એડ્રેસ આપતો નથી, મારા નાના ભાઈ બકુલને ફસાવવા માટે અમુક માણસો કાવતરા કરે છે, આમા મારા ખાસ મિત્રો પણ છે, જે ફટી ગયા છે, મારો ભાઈ નિર્દેાષ છે. મારે મારા ભાઈ બકુલ સાથે કોઈ રાગદ્રેષ નથી મારા ભાઈની કોઈ ભૂલ નથી એને વિશ્વાસમાં રહી કાગળો વાંચ્યા વગર સહી કરી દીધી હતી. અમારે કોઈ સાથે પૈસાનો વ્યવહાર પણ નથી, મારી દુકાનના બોગસ ડોકયુમેન્ટ ઉભા કરી, મારા આધાર કાર્ડ, પાન કાર્ડ, મારા ભાઈ બકુલભાઈના આધારકાર્ડ, પાન કાર્ડમાં સહી કરેલા છે તે ગુમ છે, આ બોગસ ડોકયુમેન્ટ જેની પાસે છે એ બધા આમાં સામેલ છે પણ કોની પાસે છે એ અમને ખબર નથી, મારી પાસે મારા નામની આઈ–૨૦ કાર છે, મેં કોઈની સાથે સોદા કે કરાર કર્યા નથી. અમે બંને ભાઈઓ અનમેરીડ છીએ, આગળ પાછળ કોઈ છે નહીં એટલે દુકાન પચાવી પાડવા માટેનું કાવત્રુ કરે છે. પોલીસે સ્યુસાઇડ નોટ અને પરિવારના આક્ષેપોના આધારે આગળની તપાસ હાથ ધરી છે. પ્રૌઢના મોતથી પરિવારમાં શોક છવાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech