માધવાણી કોલેજના પ્રિન્સીપાલની સીલ મારેલી ઓફીસને લીધે વિદ્યાર્થીઓને મુશ્કેલી થાય નહી તે જોવા થઇ માંગ

  • November 14, 2024 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર એ.બી.વી.પી.એ માધવાણી કોલેજની ઓફીસને સીલ મારવા પ્રશ્ને ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી.
પોરબંદરની માધવાણી કોલેજ ટ્રસ્ટ દ્વારા વેરાની ભરપાઈ નહી કરવામાં આવતા પાલિકાએ પ્રિન્સીપાલની ઓફીસને સીલ માર્યું છે,નવું સત્ર શ‚ થાય છે ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહી તે માટે પાલિકાના ચીફ ઓફિસરને મળીને એ.બી.વી.પી.ના સભ્યોએ રજુઆત કરી કે,વેકેશન હમણાં ખુલી જશે,વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવાની છે,ત્યારે આવા પગલાઓ વિદ્યાર્થીઓ માટે શું હિતકારક છે તેવા સવાલ સાથે રજુઆત કરવામાં આવી હતી. વિધાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં જ્યારે પણ કઈ અગવડતા આવી છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હંમેશા એમના સાથે રહ્યું છે અને જ્યારે માધવાણી કોલેજની પ્રિન્સીપાલની ઓફીસને સીલ કરવામાં આવી ત્યારે પણ અધિકારીઓ અને આચાર્યને જે પ્રક્રિયા છે વહેલીતકે પુર્ણ કરે તેમજ કોઈ કારણોસર વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી રજુવાત કરવામાં આવી છે,રજુઆતના પગલે જવાબદાર અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓનું શિક્ષણ બંધ રહશે નહી અને પરીક્ષામાં પણ ક્યાંય અડચણ થશે નહિ તેવી ખાત્રી આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application