ભાજપ શાસિત મહાપાલિકા દ્વારા ધાર્મિક સંસ્થાઓના દબાણના મામલે કોંગ્રેસ આક્રમક બની હતી અને પૂર્વ વિપક્ષી નેતા કોંગ્રેસના ભરત બુધેલીયા એ આનંદ નગરના ધાર્મિક સ્થળો કોર્પોરેશન તોડી શકશે નહીં તેવી ચેલેન્જ આપી જણાવ્યું હતું કે એક પણ ધાર્મિક સ્થળને તોડશો ન તો હું જાહેર જીવન છોડી દઈશ આ ચેલેન્જ થી ભારે ચર્ચા ચાલી હતી.
મહાપાલિકાની સાધારણ સભામાં દભાણનો મુદ્દો છવાયો હતો. પ્રશ્નોતરીમાં ભરતભાઈ બુધલીગામે દયાણપરાધની કામગીરી " બાબતે પૂછેલા પ્રશ્નમાં હિન્દુસ્તાનની ૩૦ ટકા વસ્તી લારી ગલ્લા પાથરણા પર નભતી હોવાનું જણાવી રૂપાણી સર્કલ થી ગોળીબાર હનુમાન મંદિર વાળા રસ્તા પર સૂચિત કરવામાં આવેલા વેન્ડર ઝોનને રદ કરવા બાબતે અને દબાણ હટાવ કામગીરી દરમિયાન કર્મચારીઓ લારી ગલ્લાવાળા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી કર્મચારીઓને આતંકવાદી સાથે વિપક્ષી સભ્ય દ્વારા સરખાવતા એસ્ટેટ ઓફિસર પણ દબાણ હટાવવાના સમયે કર્મચારીઓને પડતી હાલાકી તેમજ દબાણકારો કર્મચારીઓને ખોપડી ફાડી નાખવાની ધમકીઓ આપતા હોવાનું જણાવ્યું હતું. તેમજ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી રહીશો તરફથી આવેલી લારી ગલ્લાઓની છેડતી, આવારાતત્વો અને નશા સહિતની ફરિયાદોપણ વર્ણવી હતી. ખાસ કરીને મહિલા કોલેજ સર્કલ ફરતે લારીગલાવાળાને તંત્ર દ્વારા હટાવવામાં આવતા તેનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.એસ્ટર ઓફિસર દ્વારા જાહેર માર્ગો પર ઉભા રહેલા સારી ગળધાને દૂર કરી તેઓને સુવિધા સાથે વેન્ડર ઝોનમાં શિફ્ટ કરવા માટેની ચાલતી પ્રક્રિયાથી માહિતગાર કર્યા હતા.મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને પણ તંત્રની કામગીરીની સરાહના કરી લોકોને જગ્યા આપી હોવા છતાં તેઓ નહીં જતાં હોવાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. અને ઘણા દબાણોની સ્થાનિક રહીશો દ્વારા છેડતી, આવારા તત્વો સહિતની ફરિયાદોને આધારે પણ દૂર કર્યા હોવાનું જણાવ્યું હતું.
દબાણના મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડીયા અને ભરત બુધેલીયા સામસામે આક્રમક બન્યા હતા. ભરતભાઈએ આગામી દિવસોમાં શહેરના તમામ લારી ગલ્લા વાળાનું ડેલિગેશન લઈ મેયર અને ચેરમેન પાસે આવવાનું પણ જણાવ્યું હતું.વર્ષ ૨૦૧૦માં કરેલા સર્વેમાં શહેરમાં કરવામાં આવ્યમિક દવારા કપિરીત તે પૈકી દ્વારા ૮૩ ધાર્મિક દબાણને નોટિસ આપી છે. અને તેમાં આનંદનગર વિસ્તારમાં આવેલા ૨૦ ધાર્મિક દબાણને પણ આધાર પુરાવા રજૂ કરવા નોટિસ આપી છે. જેથી સભામાં ભરત બુધેલીયાએ જે કોઈ ધાર્મિક સ્થળ દ્વારા જમીનના રૂપિયા ભરવા તૈયાર હોય તો તેમને રેગ્યુલર કરવા માટે માગણી કરી હતી.
જયદીપસિંહ ગોહિલે વ્યવસાય વેરામાં વ્યાજ ફ્રીજ કરવાની લોકોને ગુમરાબ કરનારી જણાવી હતી અને આતંકી હુમલામાં મૃત્યુ પામનાર લોકોની ગા મિલકતમાં વેરા માફી આપવા માગણી કરી હતી. સભામાં યુવરાજસિંહ ગોહિલ, કાંતિભાઈ ગોહિલ, જીતુભાઈ સોલંકી સહિતનાંએ ચર્ચા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech