ઇઝરાયેલના સેના પ્રમુખે હમાસ હુમલાની જવાબદારી લીધી: રાજીનામાની જાહેરાત

  • January 22, 2025 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇઝરાયેલી આર્મી ચીફ હર્ઝી હલેવીએ ૭ ઓકટોબરના રોજ હમાસના હત્પમલાની જવાબદારી લીધી છે. તેમણે કહ્યું કે તેમની નિષ્ફળતાઓના પરિણામે તે દિવસે હત્પમલો થયો અને લોકોને બંધક બનાવવામાં આવ્યા. તેમણે કહ્યું કે તેઓ સુરક્ષામાં થયેલી મોટી ખામીની જવાબદારી સ્વીકારીને ૬ માર્ચે રાજીનામું આપી દેશે. ઇઝરાયેલમાં તેમના રાજીનામાની લાંબા સમયથી અપેક્ષા રાખવામાં આવી રહી હતી. કારણકે હમાસનો તે હત્પમલો ઇઝરાયેલ પર એક જ દિવસમાં સૌથી ઘાતક હત્પમલો હતો.
ઇઝરાયેલી સેનાના વડાએ કહ્યું કે તેઓ ૭ ઓકટોબરના હત્પમલાની ઇઝરાયેલ સંરક્ષણ દળોની તપાસ પૂર્ણ કરશે અને સુરક્ષા પડકારો માટે આઈડીએફની તૈયારીઓને મજબૂત બનાવશે. હલેવીના રાજીનામા પછી ઇઝરાયેલના આગામી સેના પ્રમુખ કોણ હશે તે હજુ સ્પષ્ટ્ર નથી પરંતુ તેમણે કહ્યું કે તેઓ સેના પ્રમુખનું પદ અગાઉ નિયુકત અનુગામીને સોંપશે. આર્મી ચીફની સાથે, આઈડીએફ સાઉધર્ન કમાન્ડના વડા મેજર જનરલ યારોન ફિંકેલમેને પણ રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
ઇઝરાયેલમાં ૭ ઓકટોબર ૨૦૨૩ના રોજ થયેલા હત્પમલાની તપાસની માંગ કરવામાં આવી રહી છે, જેમાં ૧૨૦૦ નાગરિકો માર્યા ગયા હતા અને લગભગ ૨૫૦ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહ પણ અગાઉ તેની તપાસના પક્ષમાં હતા અને તેમના નિવેદનોમાં કહેતા હતા કે તેની તપાસ કરવામાં આવશે. જોકે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હમાસ હત્પમલા માટે પોતાની સરકારની જવાબદારી નક્કી કરવા માટે તપાસ શ કરવાના પક્ષમાં નથી.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુ સમય ચાલેલા યુદ્ધનો હાલ પૂરતો અતં આવી ગયો છે. આ યુદ્ધવિરામ તેના પ્રથમ તબક્કામાં ૪૨ દિવસ માટે છે અને આ સમયગાળા દરમિયાન હમાસ અને ઇઝરાયેલ કેદીઓની આપ–લે કરી રહ્યા છે. આ યુદ્ધવિરામ પછી તેમની સરકારના સાથીઓએ પણ તેમનો ત્યાગ કર્યેા છે અને તેમના પર હમાસ સમક્ષ શરણાગતિ સ્વીકારવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
બેન્જામિન નેતન્યાહએ હમાસ સામે યુદ્ધ કરતી વખતે જાહેર કયુ હતું કે તેમનું મિશન હમાસનો નાશ કરવાનું છે. એક વર્ષ સુધી ચાલેલા યુદ્ધ દરમિયાન, ઇઝરાયલી હત્પમલાઓમાં હમાસના ટોચના નેતાઓ માર્યા ગયા છે. જેમાં મુખ્ય યાહ્યા સિનવાર અને અગ્રણી વિદેશી નેતા ઇસ્માઇલ હાનીયાનો સમાવેશ થાય છે તેમ છતાં ઇઝરાયેલને હમાસ સાથે યુદ્ધવિરામ માટે સંમત થવું પડું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News