ઈઝરાયેલે લેબનોનની અંદર એક મોટો હવાઈ હુમલો કર્યો છે, જેમાં ઈરાન સમર્થિત ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહના બે ટોચના કમાન્ડરો માયર્િ ગયા છે. હિઝબુલ્લાહના નેતૃત્વની નજીકના આ કમાન્ડરો ઈઝરાયેલ પર મિસાઈલ અને રોકેટ હુમલાની યોજનામાં સામેલ હતા. ઇઝરાયલે લેબનોનની અંદર આ આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા. ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલે હવે બદલો લેવાની શરૂઆત કરી દીધી છે. ઇઝરાયેલે લેબનોનમાં લક્ષિત હુમલામાં ઇરાન દ્વારા બનાવવામાં આવેલ સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહના બે કમાન્ડરોને મારી નાખ્યા હતા. માયર્િ ગયેલા લોકોમાં ઇસ્માઇલ યુસુફ બાઝ, એક ટોચના હિઝબુલ્લાહ કમાન્ડર હતો જેણે ઇઝરાયેલ પર મિસાઇલ હુમલાની યોજના બનાવી હતી. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સએ આ જાણકારી આપી છે.ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ એ દાવો કર્યો છે કે તેના એક વિમાને મંગળવારે ઇઝરાયેલની સરહદથી 7 કિલોમીટર દૂર આવેલા લેબનોનના એન અબેલ વિસ્તારમાં ઇસ્માઇલ યુસુફ પર હુમલો કર્યો હતો. આઈડીએફના પ્રવક્તાએ જણાવ્યું કે, ઈસ્માઈલ લેબનોનની અંદરથી ઈઝરાયેલ પર રોકેટ અને ટેન્ક વિરોધી મિસાઈલ હુમલાની યોજનામાં સામેલ હતો. યુદ્ધ દરમિયાન તેણે ઈઝરાયેલ પર અનેક આતંકવાદી હુમલાની યોજના બનાવી હતી.મિસાઈલ યુનિટનો કમાન્ડર પણ માર્યો ગયો. આઈડીએફએ હિઝબુલ્લાહના રોકેટ અને મિસાઈલ યુનિટના કમાન્ડર મુહમ્મદ મુસ્તફાને પણ માર્યો હતો. એક અલગ નિવેદનમાં, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાહ કમાન્ડર મોહમ્મદ હુસૈન મુસ્તફા શેચૌરી કેફર ડુનિન વિસ્તારમાં હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. મોહમ્મદ મધ્ય લેબનોનથી ઇઝરાયેલ પર મિસાઇલ હુમલાની યોજના બનાવવા માટે જવાબદાર હતો. હુમલા દરમિયાન હિઝબુલ્લાહના રોકેટ અને મિસાઈલ યુનિટના આતંકવાદી ઈબ્રાહિમ ફદેલ-અલ્લાહ પણ માયર્િ ગયા હતા.
ઈઝરાયેલના નિશાના પર હિઝબુલ્લાહ કમાન્ડર
આઈડીએફ હુમલામાં તેના કમાન્ડરોના મોત અંગે હિઝબુલ્લાએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. ઇઝરાયેલની તાજેતરની કાર્યવાહી ઇરાનના હુમલા બાદ આવી છે જેમાં ઇરાની સેનાએ તેના પર 300 થી વધુ મિસાઇલો અને કિલર ડ્રોન છોડ્યા હતા.આ પહેલા પણ ઈઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાહના ઘણા કમાન્ડરોને નિશાન બનાવી ચૂક્યું છે. ગયા માર્ચમાં, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સએ હિઝબુલ્લાહના રોકેટ અને મિસાઇલ યુનિટના ડેપ્યુટી કમાન્ડર એએસઆઇ અહેદ અખ્સાન નઇમની હત્યા કરી હતી. હુમલાનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો. દક્ષિણ લેબનોનના એક રસ્તા પર ઈઝરાયેલના ડ્રોન દ્વારા નઈમની કારને નિશાન બનાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech