લેબેનોનમાં થોડા સમય પહેલા કરવામાં આવેલા પેજર અને વોકીટોકી બ્લાસ્ટમાં અનેક લોકોના જીવ ગયા છે તે ભયાવહ ઘટના અંગે એક ચોકાવનારી બાબત સામે આવી છે કે આ માટે ઈઝરાયલ 10 વર્ષથી મહેનત કરી રહ્યું હતું અને પેજર બ્લાસ્ટની યોજના પર જબરદસ્ત કામ કરી રહ્યું હતું.અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટએ આવો દાવો કર્યો છે. અગાઉ રોયટર્સે પણ આ બાબતે એક અહેવાલમાં જણાવ્યું હતું કે લેબનોનમાં પેજર અને વોકી ટોકી બ્લાસ્ટનું આયોજન ઇઝરાયેલ દ્વારા એક દાયકાથી કરવામાં આવી રહ્યું હતું.વોશિંગ્ટન પોસ્ટએ 17 સપ્ટેમ્બર 2024ના રોજ લેબનોનમાં પેજર અને પછી વોકી-ટોકીમાં થયેલા વિસ્ફોટ અંગે મોટો ખુલાસો કર્યો છે. વોશિંગ્ટન પોસ્ટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે આ ઘટના પાછળ ઈઝરાયેલનો હાથ છે. તેણે જ પેજર અને વોકી ટોકીનો ધડાકો કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયેલ ઘણા સમયથી આ પ્લાનિંગ કરી રહ્યું હતું. આ પેજર્સ ઇઝરાયેલ દ્વારા 2022 માં બનાવવામાં આવ્યા હતા, તે 2015 થી આ હુમલાઓનું આયોજન કરી રહ્યું હતું. આ પેજર્સ બાદમાં અપોલો કંપ્નીની સપ્લાય લાઇનમાં ગુપ્ત રીતે ભેળવી દેવામાં આવ્યા હતા.
પેજરમાં પ્લાસ્ટિક બોમ્બ મુકાયો હતો જે આરડીએક્સ કરતા પણ વધુ ખતરનાક છે
રોયટર્સે પણ આ બાબતે એક અહેવાલમાં કહ્યું હતું કે લેબનોનમાં પેજર અને વોકી ટોકી બ્લાસ્ટનું આયોજન એક દાયકાથી કરવામાં આવી રહ્યું હતું. આ પેજર અને વોકી ટોકીઝમાં ખાસ પ્રકારનું વિસ્ફોટક ફીટ કરવામાં આવ્યું હતું.આ એક પ્રકારનો પ્લાસ્ટિક બોમ્બ છે. તેને આરડીએક્સ કરતા પણ વધુ ખતરનાક માનવામાં આવે છે.
ઇઝરાયેલને વિસ્ફોટ કરવામાં આટલો સમય કેમ લાગ્યો?
રિપોર્ટ અનુસાર ઈઝરાયેલની ગુપ્તચર એજન્સીએ 9 વર્ષ સુધી હિઝબુલ્લાહ વિશે ગુપ્ત માહિતી એકઠી કરી હતી. આ પછી, પેજરમાં વિસ્ફોટ મૂકવામાં આવ્યો અને તેને મોકલવામાં આવ્યો. આ પછી નિર્ણય લેવામાં આવ્યો કે તેનો ઉપયોગ માત્ર ઈમરજન્સીમાં જ કરવામાં આવશે. પાછળથી પણ એવું જ થયું. ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ તીવ્ર થતાં ઇઝરાયેલે આ પેજર બોમ્બને સક્રિય કરી દીધો જેના કારણે પેજર ફૂટવા લાગ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech