ઈરાન સામે જવાબી કાર્યવાહી કરવાની ઈઝરાયેલની તૈયારીઓ વિશે આમેરીકાના બે ઉચ્ચ સ્તરીય ક્લાસિફાઈડ દસ્તાવેજ સામે આવ્યા છે. દસ્તાવેજમાં ઇઝરાયેલ દ્વારા ઈરાન પર મોટો હુમલો કરવાના સંકેત છે. દસ્તાવેજો 15 અને 16 ઓક્ટોબરથી, ’મિડલ ઈસ્ટ સ્પેક્ટેટર’ પર પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જે ઈરાન સાથે જોડાયેલા ટેલિગ્રામ એકાઉન્ટ છે. આ દસ્તાવેજોમાં કથિત રીતે ઈરાન પર સંભવિત હુમલા માટે ઈઝરાયેલની તૈયારીઓ વિશેની માહિતી છે.
ટોપ સિક્રેટ તરીકે વર્ગીકૃત કરાયેલા આ દસ્તાવેજો પરની ટિપ્પણીઓ પરથી સ્પષ્ટ થાય છે કે તે અમેરિકા અને ’ફાઈવ આઈ’ મિત્ર દેશો ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને બ્રિટન સાથે શેર કરવામાં આવ્યા હતા. યુદ્ધની તૈયારીઓ ઉપરાંત દસ્તાવેજોમાંથી જે સૌથી મહત્વનો ઘટસ્ફોટ થયો છે તે એ છે કે ઈઝરાયેલ પાસે પરમાણુ બોમ્બ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાએ હજુ સુધી એવો કોઈ દસ્તાવેજ જોયો નથી જે દશર્વિે છે કે ઈઝરાયેલ ઈરાન પર હુમલામાં પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે.
અમેરિકી સંરક્ષણ મંત્રાલયે લીક થયેલા દસ્તાવેજની તપાસ શરૂ કરી છે. અત્યાર સુધી આ દસ્તાવેજો પર કોઈએ સવાલ ઉઠાવ્યા નથી. અધિકારીઓએ કહ્યું છે કે લીક થયેલા બંને દસ્તાવેજો ચિંતાજનક છે પરંતુ એટલા સંવેદનશીલ નથી. ડર એ છે કે અન્ય ક્યાંય કોઈ દસ્તાવેજો તો નથી ને. સૌથી મોટી ચિંતા એ છે કે આ લીક કેવી રીતે થયું. જો વિશ્વાસ ઉઠી જશે તો ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના તાલમેલને ફટકો પડી શકે છે.
ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ ઈરાનને તેમના પર થયેલા ઘાતક હુમલાને લઈને ચેતવણી આપી છે. બેન્જામીને કહ્યું કે ઈરાનના પ્રોક્સી હિઝબુલ્લાહે મારી અને મારી પત્નીની હત્યાનો પ્રયાસ કરીને ગંભીર ભૂલ કરી છે. આ અમને ન્યાયી યુદ્ધ ચાલુ રાખવાથી રોકશે નહીં. જે કોઈ નાગરિકોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તેને તેની કિંમત ચૂકવવી પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech