Israel Hamas War: ઇઝરાયેલે યુદ્ધ દરમિયાન હવાઈ હુમલાઓ વધુ તેજ, રફાહમાં 30 ટાર્ગેટ પર બોમ્બ વિસ્ફોટમાં 6ના મોત

  • April 26, 2024 12:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રફાહ પર ગ્રાઉન્ડ એક્શન શરૂ કરતા પહેલા ઈઝરાયેલે આ શરણાર્થી વિસ્તાર પર હવાઈ હુમલા વધારી દીધા છે. ગુરુવારે સવારે ત્રણ સ્થળોએ ઈઝરાયેલના હુમલામાં છ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલે ઈજિપ્તને અડીને આવેલા આ વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર માટે તૈયાર રહેવા કહ્યું છે. ઇઝરાયેલની સેના અહીં છુપાયેલા હમાસ અને ઇસ્લામિક જેહાદના લડવૈયાઓ સામે કાર્યવાહી કરવાની યોજના ધરાવે છે.


ઇઝરાયેલની સેના અહીં છુપાયેલા હમાસ અને ઇસ્લામિક જેહાદના લડવૈયાઓ સામે કાર્યવાહી કરવાની યોજના ધરાવે છે. મધ્ય ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં ચાર પેલેસ્ટાઈનના પણ મોત થયા છે. આ સહિત અત્યાર સુધીમાં યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા 34,305 પર પહોંચી ગઈ છે.


ઇઝરાયેલે હમાસની 30 જગ્યાઓ પર બોમ્બમારો

ગુરુવારે, ઇઝરાયેલના વિમાનોએ ગાઝામાં હમાસની કુલ 30 જગ્યાઓ પર બોમ્બમારો કર્યો હતો. હાલમાં, લગભગ 1.4 મિલિયન બેઘર પેલેસ્ટિનિયનોએ રફાહમાં આશ્રય લીધો છે. ઈઝરાયેલ તેમને ખાન યુનિસ નજીક તંબુઓમાં રાખવાની યોજના ધરાવે છે. આ પ્રક્રિયા કોઈપણ સમયે શરૂ થઈ શકે છે પરંતુ આ દરમિયાન ઈઝરાયેલની સેના હમાસ સાથે ટકરાવ કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application