ભારત પોતાના હકનું સ્થાન હાંસલ કરીને નવી વિશ્વ વ્યવસ્થાને આકાર આપી રહ્યું છે” : રિલાયન્સ ફાઉન્ડેશન, ઓઆરએફ અને ભારત ખાતેના યુએન કાર્યાલયે 79મી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીના વીકમાં ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રીતે પેનલ ડિસ્કશન્સનું આયોજન કર્યું : ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વિકાસના વૈશ્વિક એજન્ડામાં ભારત દ્વારા પૂરા પડાઈ રહેલા નેતૃત્ત્વની ભૂમિકાને વધુ સ્પષ્ટ કરી : ‘ટાઈગર્સ ટેલ: ક્રાફ્ટિંગ અ ન્યૂ ડેવલપમેન્ટ પેરાડાઈમ’ પેનલ ડિસ્કશનમાં ગ્લોબલ સાઉથની અંદર લીડર તરીકે ભારતની વિસ્તરતી ભૂમિકાની છણાવટ કરાઈ : 2030 પછીની ભાવિ વ્યૂહરચનાઓ અને વિકાસ પથ પર ધ્યાન કેન્દ્રિત કરતા પ્રકાશન, ધ નેક્સ્ટ ફ્રન્ટિયરને ઇવેન્ટ દરમિયાન રિલિઝ કરાયું
ગ્લોબલ સાઉથમાં એક લીડર તરીકે ભારતની વિસ્તરતી ભૂમિકાની ન્યૂયોર્કમાં આયોજિત ‘ઇન્ડિયા ડે એટ યુએનજીએ વીક’ દરમિયાન છણાવટ કરતી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો હાથ ધરાઈ હતી. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ઓઆરએફ) અને ભારત ખાતેના યુનાઈટેડ નેશન્સ કાર્યાલયની ભાગીદારીમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમે 2030 પછીના સાતત્યપૂર્ણ વિકાસ પથની સાથે ઊંડી સમજ અને બોધપાઠ પૂરા પાડ્યા હતા.
આ ઉચ્ચ-સ્તરીય ઈવેન્ટમાં પ્રારંભિક સંબોધન કરતાં રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર સુશ્રી ઈશા અંબાણીએ સાતત્યપૂર્ણ વિકાસ માટેના પાંચ મુખ્ય પથ એટલે કે 'પંચતંત્ર' પર તેમની વાતને કેન્દ્રિત કરી હતી. આમાં મહિલાઓની શક્તિને ઉજાગર કરવી, યુવા વર્ગની શક્તિને પાંખો આપવી, નવીનતાના ગુણકાર સ્વરૂપી ભાગીદારીઓ, ટેક્નોલોજીની પરિવર્તનકારી તાકાત અને ભવિષ્ય માટે બોલ્ડ વિઝનને આકાર આપવાનો સમાવેશ થતો હતો. “આ સપ્તાહે એકસમાન વિકાસની ચર્ચા માટે વિશ્વભરના લીડર્સ ન્યૂયોર્કમાં એકત્ર થયા છે, ત્યારે એ વાત સ્પષ્ટ છે કે આપણું વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે. ખાસ કરીને ભારતને હવે એ સ્થાન મળી રહ્યું છે જેને તે હકદાર છે, અને નવી વિશ્વ વ્યવસ્થાને આકાર આપી રહ્યું છે. પરંતુ આ ક્ષણ માત્ર કોઈ પરિવર્તનની હોવા કરતાં કંઇક વિશેષ છે - તે સાથે મળીને વધુ સારા ભવિષ્યના નિર્માણની ક્ષણ છે, ખાસકરીને આપણા યુવા વર્ગ માટે. આપણે અનેક પડકારોને ઝીલી રહ્યા છીએ, પરંતુ સાથે કામ કરીશું તો આપણે સાચી પ્રગતિ હાંસલ કરી શકીશું,” એમ સુશ્રી ઈશા અંબાણીએ કહ્યું હતું.
વાટાઘાટો, ટાઈગર્સ ટેલ: ક્રાફ્ટિંગ અ ન્યૂ ડેવલપમેન્ટ પેરાડાઈમ, એ ગ્લોબલ સાઉથમાં એક લીડર તરીકે ભારતની વિસ્તરતી ભૂમિકા અને વૈશ્વિક વિકાસમાં નવા સીમાચિહ્નો સ્થાપિત કરવાની તેની ક્ષમતાઓની ઓળખ કરતો ઉચ્ચ સ્તરીય સંવાદ હતો.
ડૉ. એસ. જયશંકર, વિદેશ મંત્રી, ભારત સરકારે ગ્લોબલ સાઉથનું નેતૃત્વ હવે કેવી રીતે વાસ્તવિકતા બની ચૂક્યું છે તેની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે યુએનમાં - એક ભારતની ભૂમિકાને એક સંવેદનશીલ રાષ્ટ્ર તેમજ ગ્લોબલ સાઉથને ચર્ચાના કેન્દ્ર સ્થાને પાછું લાવનારા દેશ તરીકે હવે સ્વીકારાઈ છે. આપણે કેવી રીતે ટેક્નોલોજીને તમામ માટે ઉપલબ્ધ બનાવવાની સાથે વૈશ્વિક સ્તરે કામના સ્થળનું વ્યવસ્થિત અને સ્વીકાર્ય રીતે લોકશાહીકરણ કરી શકીએ તે સમજવું વધુ મહત્ત્વનું છે.
ડીપી વર્લ્ડના ગ્રૂપ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સુલતાન અહેમદ બિન સુલાયેમે આંતરરાષ્ટ્રીય વેપારમાં વધુ મજબૂતાઈપૂર્ણ વારસો સ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, હાલના લિંકેજીસ નબળા હોવાથી આપણે બધાને ફાયદો થાય તેવી કનેક્ટિવિટી સ્થાપિત કરવી જરૂરી છે.
ગયાનાના વિદેશ પ્રધાન હ્યુ હિલ્ટન ટોડે જણાવ્યું હતું કે ભાવિ સમિટ સાતત્યપૂર્ણ વિકાસનાં ધ્યેયો (એસડીજી) પ્રતિબિંબિત કરે છે- ત્યારે આપણે માત્ર 17% સફળતા પ્રાપ્ત કરી છે. કશુંક તો ચોક્કસપણે ખોટું થઈ રહ્યું છે. સમસ્યાઓ શોધી કઢાઈ છે, ત્યારે આપણે હવે રાજકીય ઈચ્છાશક્તિ વ્યક્ત કરવી જરૂરી છે જેથી કોઈ પાછળ ન રહી જાય અને તેનો આધાર ભારત જેવા દેશોના નેતૃત્વ પર રહેલો છે.
યુનાઇટેડ નેશન્સમાં ભારતના કાયમી પ્રતિનિધિ શ્રી પી હરીશે કહ્યું હતું કે, કેવી રીતે યુવાનોનો સૌથી મોટો સમૂહ ધરાવતા ભારતે એક વિશાળ ભૂમિકા અદા કરવાની છે. અત્યારે ત્યાં જે લોકો 18 વર્ષના થયા છે તેઓ રાજકીય પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ચૂક્યા છે અને યુવા વર્ગ જ સૌથી મહત્ત્વના મુદ્દા તરીકે ઉભરી આવશે. "જ્યારે ટાઇગરની વાત કહેવાતી હોય ત્યારે તે વાર્તા જવાંમર્દ વાઘ અને વાઘનાં બચ્ચાં દ્વારા જ કહેવાવી જોઈએ," તેમ તેમણે કહ્યું હતું.
અગાઉ દિવસની શરૂઆતમાં, ધી ઇન્ડીયા ડે એટ યુએનજીએ પેનલ ડિસ્કશન અંતર્ગત ધ રાઇઝિંગ સાઉથના પથ, તેને લાગુ કરતી ટેક્નોલોજી, મહિલાઓની દોરવણી હેઠળના વિકાસની તાકાત, અને લાઇફ ઇકોનોમી જેવા વિષયોની છણાવટ કરી હતી. આ સત્રો દરમિયાન ચર્ચાના વિષયો, પ્રસ્તાવિત ઉકેલો અને વિશ્વ માટેની આગામી તકો પર નિષ્ણાતોએ વ્યક્તવ્યો રજૂ કર્યા હતા. ઉપસ્થિત પ્રેક્ષકોમાં સરકારી પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, સખાવતી સંસ્થાઓ, શિક્ષણવિદો, થીંક ટેંક, ખાનગી ક્ષેત્રના તથા અન્ય સંસ્થાના પ્રતિનિધિઓ સહિતના ચાવીરૂપ ક્ષેત્રીય હિસ્સેદારોનો સમાવેશ થતો હતો.
રિલાયન્સ ફાઉન્ડેશન, ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન અને ભારતમાંની સંયુક્ત રાષ્ટ્ર કચેરી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા વિશેષ પ્રકાશન, “ધ નેક્સ્ટ ફ્રન્ટિયર: ચાર્ટિંગ ધ કોન્ટોર્સ ઓફ ધ પોસ્ટ-2030 ડેવલપમેન્ટ એજન્ડા”નું આ ઇવેન્ટ દરમિયાન અનાવરણ કરાયું હતું. વૈશ્વિક નિષ્ણાતોના 27 નિબંધોનું ખાસ સંકલન કરાયેલું આ પ્રકાશન 2030 પછીના નવા વૈશ્વિક વિકાસ એજન્ડા માટે જરૂરી વ્યૂહરચનાઓ, નવીનતાઓ અને નેતૃત્વની છણાવટ કરે છે.
આ નિબંધોમાં વિકાસ, પરોપકાર, વિચારકો, તેમજ ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથ બંનેના નીતિ ઘડનારા અને વિચારશીલ નેતાઓના મંતવ્યોનો સમાવેશ કરાયો છે. આ પ્રકાશન http://www.reliancefoundation.org/ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ધી ઇન્ડીયા ડે એટ યુએનજી નો ઉદ્દેશ વિશ્વની વિકાસ યાત્રામાં ભારતના વધતા નેતૃત્વ સાથે મજબૂત અવાજ ઊભો કરવાનો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech