સ્વસ્થ રહેવા માટે ચોક્કસ જીવનશૈલીનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે ટેક્નોલોજીના વિકાસને કારણે જીવનશૈલીમાં ઘણા ફેરફારો થયા છે, જેના કારણે સ્વાસ્થ્યને નુકસાન સહન કરવું પડે છે. આના કારણે બેઠાડુ જીવનશૈલીનો શિકાર બનીએ છીએ, જેના કારણે સ્થૂળતા, ડાયાબિટીસ, હૃદય રોગ વગેરેનું જોખમ વધી જાય છે.
જીવનમાં થોડો ફેરફાર કરીને સ્વાસ્થ્યને સુધારી શકો છો. કસરત કરવા માટે સમય કાઢવો મુશ્કેલ હોય, તો દરરોજ સીડીઓ ચઢી-ઉતરીને સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. સીડી ચડવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે કેવી રીતે સીડી ચડવી ફાયદાકારક બની શકે છે (બેનીફિટ્સ ઓફ ક્લાઈમ્બીંગ સ્ટેયર્સ).
વજન ઘટાડવામાં મદદરૂપ
સીડી ચડતી વખતે શરીરના સ્નાયુઓ સક્રિય થઈ જાય છે અને કેલેરી બર્ન થાય છે. તેથી દરરોજ સીડીઓ ઉપર અને નીચે ચઢવાથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળી શકે છે. સીડી ચઢવાથી એરોબિક કસરત જેવા ફાયદા મળે છે, જે વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે.
સ્નાયુઓ મજબૂત બને છે
સીડી ચઢવાથી સાથળ,પગ, પેટ અને હિપ્સના સ્નાયુઓ મજબૂત થાય છે. જેના કારણે આ અંગોની માંસપેશીઓ ટોન થઈ જાય છે અને તેમની શક્તિ પણ વધે છે. સીડી ચઢવાથી સંતુલન અને સહનશક્તિ સુધરે છે, જે પડવા અને મચકોડનું જોખમ ઘટાડે છે.
સીડી ચઢવાના ફાયદા
હૃદય માટે ફાયદાકારક
સીડી ચઢવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને સારા કોલેસ્ટ્રોલની માત્રા વધે છે. આના કારણે હૃદય સ્વસ્થ રહે છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે. સીડી ચડવું એ એરોબિક કસરતનો એક પ્રકાર છે, જે હૃદય માટે ફાયદાકારક છે. આ ઉપરાંત તે બ્લડ પ્રેશરને જાળવવામાં પણ મદદ કરે છે.
ડાયાબિટીસ નિવારણ
સીડી ચડવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ થાય છે અને ગ્લુકોઝ મેટાબોલિઝમ પણ વધે છે. વધુમાં આના કારણે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા પણ વધે છે, જેના કારણે શરીરના કોષો ઇન્સ્યુલિનનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં સક્ષમ બને છે અને ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે.
માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
સીડી ચડવું એ શારીરિક કસરતનો એક પ્રકાર છે, જેના પછી મગજ સારા હોર્મોન્સ છોડે છે. તેનાથી મૂડ સારો રહે છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech