રાગીનો લોટ પોષણથી ભરપૂર છે, તેને સુપરફૂડ કહેવામાં આવે છે. આજકાલ, તેમાં રસાયણોની ભેળસેળ પણ થઈ રહી છે. જાણીએ કે ભેળસેળયુક્ત રાગી કેવી રીતે ઓળખવી.
રાગીમાં સામાન્ય રીતે આકર્ષક લાલ રંગ આપવા માટે રોડામાઈન જે જોખમી કેમિકલ કલર છે તે ભેળવાવમાં આવે છે.
કેટલાક સરળ ઘરેલું ટેસ્ટથી મિનિટોમાં ઓળખી શકો છો.
પાણીનો ટેસ્ટ
એક કાચના પારદર્શક ગ્લાસમાં ચોખ્ખું પાણી ભરો.પાણીની સપાટી પર એક ચમચી રાગીનો લોટ છાંટો.
જો લોટમાં નકલી કલર હશે, તો તે પાણીમાં ઓગળવા લાગશે અને પાણી તરત જ લાલ-ગુલાબી રંગનું દેખાવા લાગશે. શુદ્ધ લોટ રંગ છોડ્યા વિના ધીમે-ધીમે નીચે બેસી જશે
રેતી અને ધૂળની ચકાસણી
એક ગ્લાસ પાણીમાં એક ચમચી રાગીનો લોટ બરાબર ઓગાળો.
જો ગ્લાસના તળિયે તરત જ ભારે રેતી, કાંકરી કે ચોક પાવડરનો કચરો જમા થઈ જાય, તો લોટ અશુદ્ધ છે. શુદ્ધ રાગીનો લોટ પાણીમાં ધીમેથી નીચે બેસે છે
રૂ અને તેલ/પાણીનો ટેસ્ટ
રૂનો ટુકડો (Cotton ball) લો અને તેને પાણી અથવા ખાવાના તેલમાં પલાળો.આ ભીના રૂના ટુકડાને રાગીના દાણા પર હળવા હાથે ઘસો.
જો રૂનો રંગ બદલાય નહીં, તો રાગી શુદ્ધ છે. પરંતુ જો રૂનો રંગ લાલ કે ગુલાબી થઈ જાય, તો તેમાં કેમિકલ કલરની ભેળસેળ છે