કોઈપણ દેશમાં બિયર મળવી ખૂબ જ સામાન્ય વાત છે. બિયર પ્રેમીઓ લગભગ દરેક જગ્યાએ જોવા મળશે, પરંતુ શું એવા દેશ વિશે જાણો છો જ્યાં પહેલીવાર બિયર બનાવવામાં આવી રહી છે. વાત છે UAEની રાજધાની અબુ ધાબીની. જ્યાં પહેલીવાર શરાબની ભઠ્ઠીમાં બિયર તૈયાર કરવામાં આવી રહી છે.
લાંબા સમયથી દારૂ પર પ્રતિબંધ છે
UAEમાં લાંબા સમયથી દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જેમાં તાજેતરમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, જે લોકો અહીં બિયર પસંદ કરે છે, તેઓ ખૂબ જ ઉત્સાહિત છે. અગાઉ યુએઈમાં બિયરની આયાત કરવામાં આવતી હતી, પરંતુ આ પહેલીવાર છે જ્યારે અહીં બિયર બનાવવામાં આવી રહી છે.
બિયરમાં આપવામાં આવ્યો હોમમેઇડ ફ્લેવર
યુએઈમાં બીયરને સ્થાનિક સ્વાદ આપીને તૈયાર કરવામાં આવે છે. કેટલીક બીયરનો સ્વાદ સ્થાનિક સ્વાદ અનુસાર રાખવામાં આવી રહ્યો છે. ઉદાહરણ તરીકે, બીયરને કડક ચાની જેમ બનાવવામાં આવી રહી છે જે ગલ્ફમાં ખૂબ જ લોકપ્રિય ચા છે.
આ સિવાય સ્થાનિક લોકોની પસંદગીને ધ્યાનમાં રાખીને બીયરમાં બ્લેક ટી, એલચી, કેસર, મધ, ખજૂર અને કોફીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
UAEમાં લાંબા સમયથી દારૂ પર પ્રતિબંધ હતો. જો કે ગયા વર્ષે 2023 માં, યુએઈમાં આલ્કોહોલને લઈને બનેલા કાયદાઓમાં થોડીક સુગમતા અપનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં જ્યારે દુબઈમાં દારૂ પરનો 30 ટકા ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે, ત્યારે બિન-મુસ્લિમોને દારૂ વેચતી લાઇસન્સવાળી દુકાનોના પરમિટ પરનો ચાર્જ પણ હટાવી દેવામાં આવ્યો છે. હવે બિન-મુસ્લિમોને ત્યાં દારૂ વેચવાની છૂટ છે. અબુધાબીની 1 કરોડની વસ્તીમાંથી 90 ટકા લોકો વિદેશી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં કોંગ્રેસ દ્વારા ગૃહપ્રધાન અમિત શાહના વિવાદિત નિવેદન મુદ્દે વિરોધ પ્રદર્શન
December 19, 2024 01:05 PMજામનગર નાગનાથ ગેટ નજીક કેવી રોડ પાસે આવેલ શેરીમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન
December 19, 2024 12:45 PMશાહિદ -કૃતિનો રોમાંસ કોકટેલ 2'માં ખીલશે
December 19, 2024 12:24 PMલાપતા લેડીઝના શૂટિંગ દરમ્યાન રવિ કિશને160 પાન ખાધાં
December 19, 2024 12:22 PMતબ્બુ છુપી રુસ્તમ નીકળી:હોલીવુડમાં ડંકો વગાડ્યો
December 19, 2024 12:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech