ઇરાનની કોર્ટે અમેરિકાની સામે ચુકાદો આપતા ઇરાક અને સીરિયામાં અમેરિકા સમર્થિત આતંકવાદી સમૂહો સામે લડતા માર્યા ગયેલા ૭૦૦ ઇરાની કુટુંબોને અમેરિકાએ ૪૮.૩૬ અબજ ડોલરનું વળતર આપવું પડશે તેમ જણાવ્યું છે. અમેરિકાએ પણ તેની સામે વળતો પ્રહાર કર્યેા છે.
ઇરાનના આ કેસના વળતા જવાબ તરીકે અમેરિકામાં રહેતા ઘણા કુટુંબોએ ઇરાન, હમાસ અને હીઝબુલ્લાહ સામે કેસ નોંધાવ્યો છે. બંને કેસમાં સુનાવણી શ થઈ ગઈ છે. આના પગલે બંને દેશો સામે પ્રહાર–પ્રતિ પ્રહાર શ થશે. સાત ઓકટોબર ૨૦૨૩ના રોજ હમાસના આતંકવાદીોએ ઇઝરાયેલ પર હત્પમલો કર્યેા હતો, તેમાં ૧,૨૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. તેમા ઘણા અમેરિકન નાગરિક પણ સામેલ હતા.
હવે તેના કેટલાક ખાનગી દસ્તાવેજ લીક થયા છે. આ દસ્તાવેજ મુજબ હમાસે ઇઝરાયેલ પર હત્પમલા પહેલા ઇરાન પાસેથી આર્થિક મદદ લીધી હતી. તેના પછી અમેરિકાના પીડિત કુટુંબોએ ઇરાન અને તેની સાથે જોડાયેલા આતંકવાદી સમૂહો સામે અમેરકાની ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કર્યેા છે. પીડિત કુટુંબોએ ઇરાન સામે પુરાવા પણ રજૂ કર્યા છે. ઇરાનની કોર્ટે અમેરિકાએ ૪૮.૮૬ અબજ ડોલરનું વળતર ચૂકવવું જોઈએ તેવો આદેશ આપ્યો છે.
એક અખબારે ઇઝરાયેલી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે ટ્રમ્પના નજીકના લોકો ઇરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ શાસન સામે તખ્તો પલટ કરવાની યોજના બનાવી રહ્યા છે. ઇરાનના રાષ્ટ્ર્રપતિ મસૂદ પેજેકિશ્યન વિશ્વ માટે ઉદાર ચહેરો છે, પરંતુ ઇરાનના શાસનની ધુરા ખામેનેઈના હાથમાં છે. ખામેનેઈ સતત અમેરિકાને પડકારી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકા ઇઝરાયેલમાં શાંતિ સ્થાપિત કરીને ઇરાનની તાકાતને ઘટાડવા માટે આયોજન કરી રહ્યું છે. છેલ્લા કાર્યકાળમાં ટ્રમ્પે ઇરાન સામેની સમજૂતી ખતમ કરી હતી અને તેના પર પ્રતિબધં લગાવ્યા હતા. ટ્રમ્પે ત્રીજી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો આદેશ આપ્યો હતો. બસ ત્યારથી ઇરાન ટ્રમ્પને કટ્ટર દુશ્મન માને છે. ઇરાનને આર્થિક રીતે તોડવા માટે ટ્રમ્પે પોતાના નવા વહીવટીતંત્રની કેબિનેટમાં ઇરાન વિરોધી લોકોને મોટી જવાબદારી
સોંપી છે.
રાષ્ટ્ર્રપતિ પદ સંભાળતા જ ટ્રમ્પ ઇરાન સામે ેએકશન મોડમાં જોવા મળી શકે છે. ટ્રમ્પની નવી ટીમ ઇરાન સામે આદેશ તૈયાર કરી રહી છે. અમેરિકા ઇરાનની ઓઇલ નિકાસ પર પ્રતિબધં લગાવી શકે તેવી સંભાવના પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech